Ahmedabad : સોલા સિવિલ હોસ્પિટલમાં બાળકીના અપહરણનો કેસ, CCTVમાં એક અજાણી મહિલા બાળકીને લઇ જતી દેખાઇ

|

Sep 03, 2021 | 6:30 AM

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં બાળકીના અપહરણના CCTV સામે આવ્યા છે. CCTVમાં એક અજાણી મહિલા બાળકીને લઇ જતી દેખાઇ રહી છે. પોલીસને આશંકા છે કે આ અજાણી મહિલાએ જ બાળકીનું અપહરણ કર્યું હોઇ શકે છે.

Ahmedabad : સોલા સિવિલ હોસ્પિટલમાં બાળકીના અપહરણનો કેસ, CCTVમાં એક અજાણી મહિલા બાળકીને લઇ જતી દેખાઇ
Ahmedabad: Child abduction case at Sola Civil Hospital, CCTV shows an unidentified woman carrying a child

Follow us on

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં બાળકીના અપહરણના CCTV સામે આવ્યા છે. CCTVમાં એક અજાણી મહિલા બાળકીને લઇ જતી દેખાઇ રહી છે. પોલીસને આશંકા છે કે આ અજાણી મહિલાએ જ બાળકીનું અપહરણ કર્યું હોઇ શકે છે. હાલ પોલીસે સોશિયલ મીડિયાના માધ્યમથી અજાણી મહિલાની શોધખોળ હાથ ધરી છે. સાથે જ નાગરિકોને અજાણી મહિલા વિશે માહિતી આપવા માટે અપીલ કરાઇ છે. મહત્વનું છે કે નવજાતના અપહરણની જાણ થતા જ માતા-પિતા પર દુઃખનો ડુંગર તૂટી પડ્યો હતો.બાળકીના પરિવારજનોએ હોસ્પિટલ સંચાલકો પર બેદરકારીનો આક્ષેપ લગાવ્યો.

તો નવજાતના અપહરણની ઘટના પ્રકાશમાં આવતા જ પોલીસ બેડામાં દોડધામ મચી. સોલા પોલીસે બાળકીને શોધવા માટે 70 જેટલા જવાનોની અલગ અલગ ટીમો બનાવીને યુદ્ધના ધોરણે પ્રયાસો શરૂ કર્યા છે. સાથે જ ટેક્નિકલ આસિસ્ટન્ટ અને બાતમીદારોને સક્રિય કરીને બાળક ચોરતી ગેંગ પર નજર રાખવામાં આવી રહી છે.તો પરિવારજનોને અન્ય સાથે દુશ્મનાવટની થિયરી પર પણ તપાસ શરૂ કરાઇ છે.

ઉલ્લેખનીય છે કે, એક દિવસની બાળકીના અપહરણ બાબતે તેનો પરિવાર પણ શંકાના ઘેરામાં છે. મૂળ અમેઠીના પરિવારમાં માતા સરસ્વતી પાસીએ અગાઉ બે બાળકીને જન્મ આપેલો છે.અને સોલા સિવિલમાં માતાએ ત્રીજી બાળકીને જન્મ આપ્યો છે. જેથી પારિવારિક કારણોના લીધે બાળકીને ગુમ કરવામાં આવી હોય તેવી પણ શંકા છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

તો બીજી તરફ પોલીસને એવી પણ શંકા છે કે કોઈ વ્યક્તિને બાળક ન હોય અને તેણે બાળકીનું અપહરણ કર્યું હોય તેવું પણ બની શકે. આ ઉપરાંત, બાળકીના પરિવારને કોઈ સાથે અંગત અદાવત હતી કે કેમ તે વિષયમાં પણ પોલીસ દ્વારા તપાસ કાર્યવાહી ચાલી રહી છે. સોલા પોલીસને 70થી વધારે પોલીસ કર્મચારીઓની અલગ અલગ ટીમ બનાવીને બાકીની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

આ ઉપરાંત, સોલા સિવિલના પીએનસી વોર્ડની બહાર નો કેમેરો બંધ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. સાથે જ નોંધનીય છે કે, બોર્ડના ઈન્ચાર્જની હાજરી હોવા છતાં એક નવજાત બાળકીનું અપહરણ થઈ જતા સોલા સિવિલના અધિકારીઓની ગંભીર બેદરકારી છતી થઈ છે. પોતાની બેદરકારી છૂપાવવા માટે અધિકારીઓ વાત ફેરવી રહ્યા છે.

તો બીજી તરફ એક દિવસની બાળકીની માતા અને તેના પરિવારના સભ્યો પોલીસ સ્ટેશન પહોંચી પોતાની વહાલસોયી બાળકીને શોધી આપવા માટે આજીજી કરી રહ્યા છે.

હાલ તો ઘટનાને લઈ હોસ્પિટલની સુરક્ષા પર સવાલ પણ ઉઠી રહ્યા છે. બાળકીને આખરે કોણ લઇ ગયું ? શું હોસ્પિટલમાં પૂરતી સુરક્ષા નથી? આખરે કેમ વોર્ડની અંદરના ભાગના સીસીટીવી બંધ છે ? બાળકી ગુમ થઇ તેના માટે જવાબદાર કોણ? આ અગાઉ પણ લાખો રૂપિયાના ઓક્સિજન પાઇપની ચોરી થઈ હતી. અને આ વખતે તો માતા-પિતાની વ્હાલસોયી બાળકી જ ગુમ થઈ ગઈ છે.

Next Article