Ahmedabad: ચેઇન સ્નેચિંગ કરતી ટોળકી ઝડપાઈ, એક ડઝનથી વધારે ગુનાને આપી ચૂક્યા છે અંજામ

|

Aug 21, 2021 | 5:33 PM

શહેરના પૂર્વ વિસ્તારમાં ચેઇન સ્નેચિંગ કરતી ટોળકીને બાપુનગર પોલીસે ઝડપી પાડી છે.

Ahmedabad: ચેઇન સ્નેચિંગ કરતી ટોળકી ઝડપાઈ, એક ડઝનથી વધારે ગુનાને આપી ચૂક્યા છે અંજામ
Chain snatching gang nabbed

Follow us on

Ahmedabad: શહેરના પૂર્વ વિસ્તારમાં ચેઇન સ્નેચિંગ કરતી ટોળકીને બાપુનગર પોલીસે ઝડપી પાડી છે. શોર્ટકટમાં રૂપિયા કમાવા માટે આ ટોળકીએ 15થી વધારે ગુનાઓને અંજામ આપ્યા છે. પણ આખરે આ ટોળકી સીસીટીવી કેમેરામાં કેદ થઇ અને આવી ગઈ બાપુનગર પોલીસના સકંજામાં.

બાપુનગર પોલીસના સકંજામાં દેખતી આ ટોળકી સોનાના દોરાની ચીલઝડપ કરવામાં માહેર છે. છેલ્લા ઘણા વર્ષોથી આ ટોળકીએ શહેરના પૂર્વ વિસ્તારમાં ચેઇન સ્નેચિંગ કરીને તરખાટ મચાવ્યો હતો. જેમાં આ વખતે ટોળકીના શખ્સો દ્વારા બાપુનગરની ગવર્મેન્ટ ઈ- કોલોની ખાતે સોનાના દોરાની ચીલઝડપને અંજામ આપવામાં આવ્યો હતો.

પરંતુ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. 70 વર્ષની એક વૃદ્ધાના ગળામાંથી બે તોલાની ચેઇન તોડીને બાઈક પર આવેલા બે આરોપીઓ ફરાર થઈ જતા CCTV કેમેરામાં ઝડપાઈ ગયા હતા. અને તેના આધારે તપાસ કરી બાપુનગર પોલીસે ગણતરીના દિવસોમાં ચેઇન સ્નેચિંગ કરતી ટોળકી ને ઝડપી પાડી છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

અમદાવાદ પૂર્વના અલગ-અલગ વિસ્તારમાં ચેઇન સ્નેચિંગ ગુનાને અંજામ આપતી આ ટોળકીના ચહેરા સામે આવી ગયા છે. આ ટોળકીનો માસ્ટરમાઈન્ડ આનંદ દંતાણી છે. જે છેલ્લા ઘણા વર્ષોથી આ ટોળકી સાથે મળીને સોનાના દોરાની ચીલઝડપની ઘટનાઓને અંજામ આપતો હતો. જેમાં તેના સાગરિતોના નામની વાત કરીએ તો, મહેશ પટણી, કરસન દંતાણી અને શ્યામ ઉર્ફે રાજેશ બારોટ ઝડપની ઘટનાને અંજામ આપ્યા બાદ મુદ્દા માલ વેચી રૂપિયા ભાગે પડતા લઈ લેતા હતા.

ટોળકીની મોડસ ઓપરેન્ડીની વાત કરવામાં આવે તો પબ્લિકની ઓછી અવરજવર હોય તેવી જગ્યાએ દાગીના પહેરીને નીકળનાર વ્યક્તિને ટાર્ગેટ કરતાં અને ઘટનાને અંજામ આપતા હતા. જેમાં ખાસ કરીને વૃદ્ધ મહિલા તેમનો સોફ્ટ ટાર્ગેટ કરતા હતાં.

હાલ તો સોનાના દોરાની ચીલઝડપના 15થી વધારે ગુનાઓને અંજામ આપી ચૂકેલી આ ટોળકીને બાપુનગર પોલીસે ઝડપી પાડી છે. પૂછપરછ દરમિયાન ચીલ ઝડપ થયેલ મુદ્દામાલ પણ રિકવર કયો છે. તો બીજી તરફ પોલીસ આશા વ્યક્ત કરી રહી છે કે, અગાઉ 15 ગુનામાં સંડોવાયેલી આ ટોળકીના રિમાન્ડ દરમિયાન વધુ ગુનાના ભેદ ખુલશે. તેની સાથે જોડાયેલા વધુ સાગરીતોના નામ પણ બહાર આવી શકે છે.

મહત્વનું છે કે, શહેરમાં ગઈ કાલે ક્રાઈમબ્રાન્ચે અમરાઈવાડીમાં થયેલી હત્યા અને કાગડાપીઠમાં થયેલી લુંટના આરોપીઓની ઘરપકડ કરી હતી. ઓડિશાથી સ્પેશિયલ આરોપીઓને બોલાવી લૂંટ-હત્યાના ગુનાને અંજામ આપવામા આવ્યો હતો. મુખ્ય આરોપીએ યુપીમાં પોલીસ પર ફાયરીંગ કર્યું હોવાનું પણ સામે આવ્યું હતું.

આ પણ વાંચો: ગૌતમ અદાણીને મોટો ફટકો, સેબીએ Adani Wilmar આઈપીઓ પર લગાવ્યો પ્રતિબંધ, જાણો શું છે કારણ

Next Article