Ahmedabad : લોક રક્ષક ભરતી બોર્ડનું ટ્વીટને એડિટ કરી ઉમેદવારોને ગેરમાર્ગે દોરાયા, પાલનપુરના યુવકની ધરપકડ

|

Apr 15, 2022 | 6:45 PM

પકડાયેલ આરોપી દિપક બનાસકાંઠાના પાલનપુરનો રહેવાસી છે. અને દિપક BSC સેમેસ્ટર 6 માં અભ્યાસ કરે છે. અને તેને પણ લોક રક્ષક દળની પરીક્ષા આપી હતી.

Ahmedabad : લોક રક્ષક ભરતી બોર્ડનું ટ્વીટને એડિટ કરી ઉમેદવારોને ગેરમાર્ગે દોરાયા, પાલનપુરના યુવકની ધરપકડ
Ahmedabad: Candidates were misled by editing the tweet of Lok Rakshak Recruitment Board

Follow us on

લોક રક્ષક ભરતી (LRD) બોર્ડનું ટ્વીટનો (Tweet)એડિટ કરેલો સ્ક્રીનશોર્ટ ફોટો વાઇરલ કરવો 21 વર્ષના યુવાનને ભારે પડ્યો છે. જેમાં લોક રક્ષક ભરતી બોર્ડનું ટ્વીટને એડિટ કરી ઉમેદવાર ગેરમાર્ગે દોરાયા, જે મામલે સાયબર ક્રાઇમ (Cyber Crime) ગુનો નોંધી પાલનપુરથી (Palanpur) યુવકની ધરપકડ કરી જેલ હવાલે કર્યો છે.

ફોટો દેખાતો આરોપી 21 વર્ષનો દિપક ઠાકોર છે. દિપક ઠાકોરએ સોશિયલ મીડિયાના ઉપયોગના બદલે દૂર ઉપયોગ કરતા તેને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. લોક રક્ષક ભરતી બોર્ડની પ્રક્રિયામાં વિક્ષેપ પાડવા માટે આરોપીએ લોકરક્ષક ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલના ટ્વીટનો સ્ક્રીનશોર્ટ પાડીને એડિટ કરીને લખાણ લખ્યું હતું કે 40થી વધુ ગુણ મેળવનાર ઉમેદવારને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. જેને લઈને ઉમેદવારને ખોટો મેસેજ ગયો હતો. અને ત્યારબાદ આરોપી શોધમાં સાયબર ક્રાઈમ બ્રાન્ચ લાગ્યુ હતું. જેમાં સાયબર ક્રાઇમ બ્રાંચે પાલનપુરથી આરોપી દીપકની ધરપકડ કરી છે.

પકડાયેલ આરોપી દિપક બનાસકાંઠાના પાલનપુરનો રહેવાસી છે. અને દિપક BSC સેમેસ્ટર 6 માં અભ્યાસ કરે છે. અને તેને પણ લોક રક્ષક દળની પરીક્ષા આપી હતી. જે પોતે રનીગમાં પાસ થઈ ગયો છે અને મેઈનની પરીક્ષા આપી હતી. પણ લોક રક્ષક દળની પરીક્ષામાં ઉમેદવારો આ પ્રકારનો મેસેજ વાંચીને ઉત્સાહી થાય અને ગેરમાર્ગે દોરાય તેમજ ઉમેદવારોમાં ચર્ચાનો વિષય બનાવવાના ઉદ્દેશથી આ ખોટો મેસેજ વાયરલ કર્યું હોવાનું આરોપી દીપકે કબૂલાત કરી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ લોક રક્ષક દળની પરીક્ષાનો ખોટો મેસેજ વાયરલ કરનાર પાલનપુરનો આરોપી વતની હતો.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

કોઈપણ પરીક્ષા અથવા સ્પર્ધાત્મક પરીક્ષા બાબતે ખોટા મેસેજ કરવા તથા લોકોને તે બાબતે ખોટી રીતે ભ્રમિત કરવા તે ખૂબ જ ગંભીર બાબત છે. અને આવું કરનાર વ્યક્તિ સામે સજાપાત્ર ગુનો બને છે. જેથી સાયબર ક્રાઇમ બ્રાંચ દ્વારા લોકોને એક અપીલ કરવામાં આવી રહી છે કે સોશિયલ મીડિયા પર ફરતા કોઈપણ વિડીયો પિક્ચર અથવા તો માહિતીને ચકાસ્યા વગર વાઇરલ ના કરવા જોઈએ.

આ પણ વાંચો :છોટાઉદેપુર : બોડેલીના રાજખેરવા ગામમાં કોન્ટ્રાક્ટરે સરકારી યોજનામાં ગોલમાલ આચરી, સરપંચે કાયદેસરની કાર્યવાહીની માગ કરી

આ પણ વાંચો :Mehsana : શક્તિપીઠ બહુચરાજીમાં ચૈત્રી પૂનમના મેળાની શરૂઆત, પૂનમના દિવસે 8 લાખ શ્રદ્ધાળુઓ ઉમટવાની શક્યતા

Next Article