AHMEDABAD : નકલી તબીબોથી સાવધાન, બે ચિટર શખ્સોની પોલીસે કરી અટકાયત

|

May 14, 2021 | 8:04 PM

AHMEDABAD : કોરોના દર્દીઓના પરિવારજનો જો ઘરે સારવાર કરાવવા માટે ડોકટર બોલાવતા હોવ તો ચેતી જજો. ક્યાંક નકલી ડોકટર તમારા પરિવાર જનનું સ્વાસ્થ્ય બગાડી ન દે.

AHMEDABAD : નકલી તબીબોથી સાવધાન, બે ચિટર શખ્સોની પોલીસે કરી અટકાયત
બે શખ્સો ઝડપાયા

Follow us on

AHMEDABAD : કોરોના દર્દીઓના પરિવારજનો જો ઘરે સારવાર કરાવવા માટે ડોકટર બોલાવતા હોવ તો ચેતી જજો. ક્યાંક નકલી ડોકટર તમારા પરિવાર જનનું સ્વાસ્થ્ય બગાડી ન દે. આવી જ એક ઘટના સામે આવી છે જેમાં નકલી ડોકટર અને તેના સાથીના કારણે એક વ્યક્તિ મોતને ભેટ્યો. કોરોના દર્દીને સારવાર આપી બોગસ ડોકટર અને નર્સ તથા અન્ય એક શખશે 15 દિવસના દોઢ લાખ પડાવી ઠગાઈ આચરી પણ કોવિડ દર્દી ને સારું તો ન થયું પણ જીવ ગુમાવવાનો વારો આવ્યો.

નરેન્દ્ર પંડ્યા અને સોહેલ શેખની ધરપકડ
નરેન્દ્રએ નકલી ડોકટર છે જ્યારે સોહેલ તેની મદદમાં દર્દીઓના ત્યાં આવતો હતો. ઘટના એમ બની કે અમરાઈ વાડીમાં રહેતી એક મહિલાના પતિને કોરોના પોઝિટિવ આવતા તેઓને હોમ ક્વોરોન્ટાઇન કર્યા હતા. જ્યાં પાડોશીઓ થકી ઘરે સારવાર કરવા ડોકટર આવતા હોવાનું ધ્યાને આવતા મૃતક વિશાલભાઈના પત્ની મેઘાબહેન એ ડોકટરને શોધ્યા હતા. આસપાસના લોકોને સારું કરી દેવાનો દાવો કરનાર નરેન્દ્ર સાથે સારવાર કરવાની વાત કરી અને 15 દિવસ નરેન્દ્ર અને રીના નામની નર્સે સારવાર કરી. પણ વિશાલભાઈને સારું તો ન થયું ઉલટાનું તબિયત વધુ બગડી.

જ્યારે વિશાલભાઈની તબિયત સારવાર છતાંય વધુ બગડતા મેઘાબહેન સહિતના લોકોને શંકા ઉપજી. અને નકલી ડૉ. નરેન્દ્રની ડીગ્રી બાબતે પૂછતાં તેને ગલ્લા તલ્લા કર્યા અને આખરે નરેન્દ્ર નકલી ડોકટર હોવાનો ભાંડો ફૂટ્યો. નરેન્દ્ર ત્રણ-ચાર દિવસે એકવાર વિઝીટ માટે આવતો હતો અને તેની સાથે સોહીલ નામનો એક વ્યક્તિ પણ આવતો હતો. સારવાર દરમિયાન તેઓ આશ્વાસન આપતા કે ચિંતા કરો નહીં તમારા પતિને સારું થઈ જશે મારા પર ભરોસો રાખો.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આ બંનેની સાથે આવતી નર્સ રીના વટવાની સ્પર્શ હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તથા નર્સ તરીકે નોકરી કરતી હોવાનું સામે આવ્યું હતું. આખરે વધુ સારવાર માટે વિશાલભાઈને સિવિલ લઈ જવાયા ત્યાં તેમનું મૃત્યુ નીપજ્યું. ઉલ્લેખનીય છે કે નકલી ડૉક્ટર 1.50 લાખ રૂપિયા પડાવ્યા હતા. જેમાં દિવસના 10 હજાર રૂપિયા લેખે લોકો ઘરે સારવાર અપાવન બહાને પૈસા પડાવતો હતો.

હાલ પોલીસે છેતરપીંડીનો ગુનો નોંધી બે ની અટકાયત કરી હતી. જ્યારે રીના નામની યુવતી હાલ ફરાર છે. વિશાલભાઈ નું મૃત્યુ થતા હવે બેદરકારીની કલમો ઉમેરી આવા કેટલાય લોકોની નકલી ડોકટર બની આરોપીએ સારવાર કરી છે તેની તપાસ કરાશે. પરતું પોલીસ પ્રાથમિક તપાસમાં છેલ્લા કેટલા સમયથી નકલી ડૉક્ટર અનેક લોકો સારવાર આપવાના બહાને લાખો રૂપિયા પડાવ્યા છે.

Next Article