Ahmedabad: શહેરમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના આવી સામે, આરોપીની અસલાલી પોલીસે કરી ધરપકડ, જાણો સમગ્ર મામલો

|

Mar 06, 2022 | 5:35 PM

અમદાવાદમાંથી દુષ્કર્મની વધુ એક ઘટના સામે આવી છે જેમાં સગીરા પર મકાન માલિકના દીકરાએ દુષ્કર્મ આચર્યું હતું. અસલાલી પોલીસે ફરિયાદ નોંધી યુવકની ધરપકડ કરી લીધી છે.

Ahmedabad: શહેરમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના આવી સામે, આરોપીની અસલાલી પોલીસે કરી ધરપકડ, જાણો સમગ્ર મામલો
આરોપી

Follow us on

Ahmedabad: ગુજરાતમાં સગીરાઓ પર થતા દુષ્કર્મના બનાવ અટકતા નથી ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે કે, શ્રમજીવી પરિવારની સગીર દીકરીને મકાન માલિકના દીકરાએ સગીરાના બંને હાથ બાંધીને દુષ્કર્મ ગુજાર્યું હોવાની ઘટના સામે આવી છે. જો કે અસલાલી પોલીસે ફરિયાદ નોંધી યુવકની ધરપકડ કરી લીધી છે. અસલાલી પોલીસની ગિરફતમાં રહેલ પ્રકાશ કાગસિયાએ તેનાથી અડધી ઉંમરની સગીરા જોડે દુષ્કર્મ આચર્યું છે. 13 વર્ષીય સગીરા ઘરમાં એકલી હતી જેથી મકાન માલિકનો દીકરો પ્રકાશએ ફોનમાં ચાર્જ કરવાનું કહી ઘરમાં આવી સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું.

પ્રકાશે સગીરાને ખાટલા પર બને હાથ કપડાથી બાંધીને દુષ્કર્મ આચર્યું હતું. જો કે સગીરાનો નાનો ભાઈ ઘરે આવીને બહેનની હાલત જોઈ જતા માતા-પિતાને જાણ કરી હતી. જે બાદ પોલીસ ફરિયાદ કરી આરોપી પ્રકાશ કાગસિયાની ધરપકડ કરવામાં આવી છે.

25 વર્ષીય આરોપી પ્રકાશ પરણિત છે અને 3 દીકરીઓનો પિતા છે. છતાં પણ તેણે માસૂમ સગીરાનાને પોતાનો હવસનો શિકાર બનાવી દુષ્કર્મ આચર્યું છે. આરોપી બારેજા ગામનો રહેવાસી છે અને છૂટક મજૂરી કરે છે. ત્યારે ધટનાની વાત કરીએ તો અસલાલીમાં રહેતો શ્રમજીવી દંપતીને ત્રણ સંતાનો છે અને તે મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

શુક્રવારના રોજ દંપતી મજૂરી કામે ગયા હતા અને બે દીકરા સ્કૂલે ભણવા ગયા હતા. જોકે તેમની 13 વર્ષની દીકરી તાવ આવતો હોવાથી ઘરે આરામ કરી રહી હતી. આ સમયે બાજુમાં રહેતા મકાન માલિક દીકરો પ્રકાશ ફોન ચાર્જ કરવાના બહાને ઘરે આવી દુષ્કર્મ આચરતો હતો. તેવામાં યુવતીનો ભાઈ બપોરે પાછો આવ્યો ત્યારે દરવાજો ખખડાવતા આરોપી પ્રકાશ અર્ધનગ્ન હાલતમાં હતો જે ફરાર થઈ ગયો અને બહેનની હાલત જોઈને માતા-પિતા જાણ કરી. જે બાદ અસલાલી પોલીસે ગુનો નોંધી આરોપી ધરપકડ કરી હતી.

આરોપી પ્રકાશની પુછપરછમાં કબૂલાત કરી કે સગીરા એકલતાનો લાભ લઇ છેલ્લા 3 મહિનાથી સગીરા સાથે બળજબરી પૂર્વક દુષ્કર્મ આચરી રહ્યો હતો. જો કે હાલ પોલીસે સગીરા મેડિકલ કરાવી આરોપી વધુ પુછપરછ શરૂ કરી છે.

આ પણ વાંચો: ઓપરેશન ગંગા છેલ્લા તબક્કામાં, વિદ્યાર્થીઓને સવારે 10 થી 12 વાગ્યાની વચ્ચે બુડાપેસ્ટ પહોંચવાની ભારતીય દૂતાવાસની અપીલ

આ પણ વાંચો: India-Bangladesh Border: BSF જવાન પર તસ્કરોએ કર્યો હુમલો, જવાબી કાર્યવાહીમાં એક દાણચોર ઠાર મરાયો

Next Article