Ahmedabad: અકસ્માત કરવાના બહાને લૂંટ કરતી ગેંગના એક સાગરીતની કરાઈ ધરપકડ, જાણો શું હતી આ લોકોની મોડ્સઓપરેન્ડી
શહેરમાં અકસ્માત કરવાના બહાને લૂંટ કરતી ગેંગનો એક સાગરીતની ધરપકડ કરવામાં આવી છે. આ ટોળકી અનેક ગુનાને અંજામ આપ્યો છે.
Ahmedabad: શહેરમાં અકસ્માત કરવાના બહાને લૂંટ કરતી ગેંગનો એક સાગરીતની ધરપકડ કરવામાં આવી છે. આ ટોળકી અનેક ગુનાને અંજામ આપ્યો છે. હાર્ડવેર ટ્રેડિંગનું કામ કરતા વેપારીએ રોડ પર અકસ્માત કર્યો છે, તેવું કહીને બાઇક અને એક્ટિવા ચાલકો રોકી લાખો રૂપિયા ભરેલી બેગ લૂંટીને રફુચક્કર થઈ ગયા હોવાની ઘટના સામે આવી હતી. જોકે વેપારીએ તેઓનો પીછો કરી પકડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ લૂંટારાઓ વેપારીના હાથે ન લાગતા અંતે આ સમગ્ર મામલે પોલીસ (Gujarat Police) ફરિયાદ નોંધાઈ હતી.
ક્રાઇમ બ્રાંચની ગિરફતમાં રહેલ પ્રતીક ઉર્ફે લંગડો બજરંગીએ તેના સાગરીતો સાથે મળી 26 લાખ રૂપિયાની ધોળા દિવસે સીજી રોડ પર લૂંટ (Looting) ચલાવી હતી. ઘટનાની વાત કરીએ તો 22 માર્ચના રોજ કબીર એન્ટરપ્રાઇઝ નામે હાર્ડવેર ટ્રેડિંગનું કામ કરતા પ્રવિણ પટેલ નામના વેપારી સાથે લૂંટની ઘટના બની હતી. સીજીરોડ ખાતે આવેલી આર.કે એન્ટરપ્રાઇઝ નામની આંગડિયા પેઢીમાંથી માણસા ખાતેથી આવેલું 32 લાખ 57 હજારનું પેમેન્ટ લેવા નીકળ્યા હતા, જેમાં નવરંગપુરા ખાતે આવેલી મહેન્દ્ર સોમાભાઈ આંગણીયા પેઢી મારફતે 6 લાખ 17 હજાર ચારસો રૂપિયા રોકડા ગાંધીનગર ખાતે રહેતા પોતાના મિત્ર અંકુરને મોકલીને 26 લાખ 70 હજાર જેટલી રકમ બેંકમાં રાખીને સીજી રોડથી નવરંગપુરા તરફ જઈ રહ્યા હતા.
તે સમયે હરિઓમ રેસ્ટોરન્ટ પાસે પહોંચતા એક્ટિવા ચાલક દ્વારા તેઓને અટકાવીને તમે અમારી એકટીવા સાથે ગાડી કેમ અથડાવી તેવું કહીને ઝઘડો કર્યો હતો. અને ઝઘડા દરમિયાન કારમાં મૂકેલી રોકડ રકમની બેગ લઈને ભાગી ગયા હતા. આ મામલે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં (Gujarat Police) લૂંટની ફરિયાદ દાખલ કરી હતી. જો કે સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદ થતા છારાનગરની ગેંગના એક સાગરીતની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે.
પકડાયેલ આરોપી પ્રતીકની પુછપરછમાં સામે આવ્યું કે, શહેરની અલગ અલગ આંગડિયા પેઢીમાં આવતા જતા લોકો પર આરોપીઓ વોચ રાખતા હોય છે. જેમાં એક આરોપી દ્વારા આગડીયામાંથી પૈસા લઈને કોઈ નીકળ્યા બાદ તેની પાછળ જઈ રેકી કરે અને બાદમાં તેનો પીછો કરતો હોય. જે બાદ અન્ય સાગરીત અકસ્માત કરવાના બહાને વ્યક્તિ સાથે ઝઘડો કરી ઉભો રાખે તેવામાં અન્ય એક સાગરીત ગાડીમાં પડેલા પૈસા લૂંટ કરી ફરાર થઈ જતા હોય છે. આમ લૂંટ કરવા માટે ચાર જાણની ટોળકી હોય છે જો કે, લૂંટ કરતી ગેંગ ચારેય આરોપીઓ છારાનગર છે. અકસ્માતના બહાને લૂંટ કરતી ગેંગ વિરુદ્ધ અનેક ગુનાઓ નોંધાઇ ચુક્યા છે ત્યારે પકડાયેલ આરોપી પ્રતીક બાપુનગરમાં એક્ટિવાની ડેકીમાંથી 11 લાખ રૂપિયા ચોરી કરી હતી. હાલ ક્રાઇમ બ્રાંચે આરોપી નવરંગપુરા પોલીસ સોપી વધુ તપાસ શરૂ કરી છે.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો