Ahmedabad: આડા સંબંધની શંકામાં વધુ એક હત્યા, પતિએ ઢોર માર મારીને પત્ની કરી હત્યા, આ રીતે થયો હત્યાનો ખુલાસો
Ahmedabad: શહેર માં વધુ એક હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં આડા સંબંધની શંકા રાખી પતિએ પત્ની હત્યા કરી દીધી છે.
Ahmedabad: શહેર માં વધુ એક હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં આડા સંબંધની શંકા રાખી પતિએ પત્ની હત્યા કરી દીધી છે. પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે.
પોલીસ ગિરફતમાં રહેલ નાકુ નિનામાએ પોતાની પત્ની હત્યા કરી કુદરતી મોતમાં ખપવાનો પ્રયાસ કર્યો હતો. પરતું પોલીસે પત્ની મનીષાની લાશ જોઈને શકા ગઈ હતી. જેના આધારે પોલીસે મનીષાની લાશ પેનલ પોસ્ટમોર્ટમમાં ખુલાસો થયો કે મનીષાને ઇજાના લીધે બરોડ ફાટી જવાથી પેટમાં લોહીનો ભરાવો થયો હતો. જેથી લોહી વહી જવાથી મૃત્યુ થયું હતું. જેથી કુદરતી મોત નહિ પણ હત્યા થઈ હોવાનું સામે આવ્યું. જેના આધારે પતિ નાકુની પૂછપરછમાં હત્યા કરી હોવાનું કબૂલાત કરી છે.
પતિ નાકુ નિનામાં એ પત્નીના આડાસંબંધની આશંકા લઈ હત્યા કરી હોવાની સામે આવ્યું છે. જેમાં ધટનાની વિગતવાર વાત કરીએ તો પતિ નાકુએ પત્ની મનીષાને પડોશમાં રહેતો બળદેવ ઠાકોર સાથે વાતચીત નહીં કરવાનું કહેવા છતાં ગુરુવારના રોજ સવારે મનીષા બળદેવ મળી હતી. બસ આ જ વાત લઈ પતિ નાકુએ પત્ની મનીષા પર શકા વહેમ રાખી મૂઢ માર મારી હત્યા કરી દીધી હતી. પોલીસે હત્યારા પતિ ધરપકડ કરી વધુ પુછપરછ શરૂ કરી છે.
સિવિલ IKDRC માં 12 વર્ષની બાળકીને મળ્યું નવજીવન, સરકારના આ કાર્યક્રમોથી ફ્રીમાં થયું કિડનીનું પ્રત્યારોપણ
અમદાવાદ સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસિઝ એન્ડ રિસર્ચ સેન્ટર ( IKDRC) માં રાજ્ય સરકારના શાળા આરોગ્ય કાર્યક્રમ અને કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ અન્વયે વૃષ્ટિ પૂજારા નામની બાળાના શરીરમાં કિડનીનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું. એક સામાન્ય પરિવારની દિકરીના જીવનમાં નવજીવનનો ઉજાસ રેલાયો છે. આ માસૂમ બાળકીએ હવે સ્વસ્થ જીવન સાથે ઉજ્જવળ ભાવિની દિશામાં ડગ માંડ્યા છે.
આ પણ વાંચો: અમદાવાદ કોર્પોરેશનની પાર્કિંગ પોલિસીને રાજ્ય સરકારની મંજૂરી, તબક્કાવાર અમલમાં મુકાશે