Ahmedabad : મહિલા સાંસદ વિશે અભદ્ર વીડિયો વાયરલ કરનાર આરોપીની ધરપકડ

|

Aug 26, 2021 | 1:04 PM

સાયબર ક્રાઇમ બ્રાન્ચની પ્રાથમિક તપાસ આવ્યું છે કે આરોપી પલાસ પટેલ 10 ધોરણ જ પાસ છે પણ સોશિયલ મીડિયામાં સતત એક્ટિવ રહે છે.

Ahmedabad : મહિલા સાંસદ વિશે અભદ્ર વીડિયો વાયરલ કરનાર આરોપીની ધરપકડ
Ahmedabad: Accused arrested for making indecent video about a woman MP

Follow us on

Ahmedabad : મહિલા સાંસદ અને ખાનગી એનજીઓ ચેરમેન વિશે અભદ્ર વીડિયો બનાવીને સોસીયલ મીડિયામાં વાયરલ કરનાર આરોપીની સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે. આરોપીએ પબ્લિસિટી મેળવવા મહિલા MP વિશે અભદ્ર વીડિયો બનાવ્યો હતો.

પોલીસ કસ્ટડીમાં ધરપકડ કરાયેલા પલાસ પટેલ નામના આ શખ્સએ પોતાની પબ્લિસિટી માટે મહિલા સાંસદ વિશે અભદ્ર કૉમેન્ટ કરીને વીડિયો સોસીયલ મીડિયા પર વાયરલ કર્યો છે. આરોપી પલાશ પટેલે અમદાવાદનાં અમરાઇવાડી વિસ્તારમાં આવેલ શિવ પાર્ક સોસાયટીમાં રહે છે.

પલાશ પટેલે મહિલા એમપી જેવો પીપલ ફોર એનિમલ વેલફેર ટ્રસ્ટના ચેરપર્સન પણ છે. જેમના વિરુદ્ધમાં બિભત્સ વાત કરતો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. જે વિડિયો અમદાવાદ સાયબર ક્રાઇમના ધ્યાન પર આવતા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વિડિયો પોસ્ટ કરનાર આરોપી પલાશ પટેલની ધરપકડ કરી છે.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

સાયબર ક્રાઇમ બ્રાન્ચની પ્રાથમિક તપાસ આવ્યું છે કે આરોપી પલાસ પટેલ 10 ધોરણ જ પાસ છે પણ સોશિયલ મીડિયામાં સતત એક્ટિવ રહે છે. આરોપીએ મહિલા એમપી વિરુદ્ધ બિભસ્ત અને અભદ્ર ટિપ્પણી કરતો વિડિયો બનાવી ફેસબુકના માધ્યમ ઉપર પોસ્ટ કરી મહિલા એમપીને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે આરોપી પાસેથી બે મોબાઈલ કબ્જે કરીને એફએસએલમાં પરીક્ષણ કરવા માટે મોકલી આપ્યો છે.

આરોપી પલાસ પટેલ અગાઉ પણ કોઈ મહિલાને સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી કરતો વિડ્યો પોસ્ટ કર્યો હોવાની સાયબર ક્રાઇમ બ્રાંચ આશકા છે. પરંતુ તેના બે મોબાઇલ ફોનમાંથી એવા કોઈ પુરાવા મળ્યા નથી. છતા પણ મોબાઇલ એફ.એસ.એલ મોકલ્યો છે. ત્યારે આરોપી પલાસ પટેલ કબૂલાત કરી છે કે સોશિયલ મીડિયામાં પબ્લિસિટી મેળવવા આ રીતનો વિડીયો મુક્યો હતો.

 

આ પણ વાંચો : ખુબ જ જરૂરી: ચિકનગુનિયા-ડેન્ગ્યુનો વધી ગયો છે આતંક, જરૂર વાંચો તેના લક્ષણો અને બચવાના ઉપાયો

આ પણ વાંચો : જંબુસરમાં નશીલા પદાર્થની ફેક્ટરી ઝડપાઇ, પ્રતિબંધિત એફેડ્રિન ડ્રગ્સ સાથે 4 ની ધરપકડ

Next Article