જંબુસરમાં કોંગ્રેસ પ્રમુખના ફાર્મહાઉસમાં ધમધમતી ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઇ, પ્રતિબંધિત એફેડ્રિન સાથે 3 ની ધરપકડ

ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે બાતમીના આધારે રેડ કરી 730 ગ્રામ પ્રતિબંધિત ડ્રગ્સ એફેડ્રિન કબ્જે કર્યું છે. મામલામાં 4 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

  • Updated On - 4:18 pm, Thu, 26 August 21
સમાચાર સાંભળો
જંબુસરમાં કોંગ્રેસ પ્રમુખના ફાર્મહાઉસમાં ધમધમતી ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઇ, પ્રતિબંધિત એફેડ્રિન સાથે 3 ની ધરપકડ
Drug factory seized at Congress president's farmhouse in Jambusar

ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે જંબુસરમાંથી નશીલા પદાર્થની ફેક્ટરી ઝડપી પાડી ૪ લોકો સામે ગુનો દાખલ કર્યો છે. આ ટોળકી એક સ્થાનિક પોલ્ટ્રી ફાર્મના શેડમાં કેમિકલ મેન્યુફેક્ચરર યુનિટ ઉભું કરી એફેડ્રિન ડ્રગ્સનું ઉત્પાદન કરતી હતી જેમની પાસેથી 730 ગ્રામ એફેડ્રિન ઉપરાંત ડ્રગનું લીકવીડ રો મટીરીયલ પણ કબ્જે કર્યું છે. ગુનામાં ત્રણ આરોપી ઝડપાયા છે જયારે  ફાર્મહાઉસનો માલિક ફરાર છે.

ભરૂચ સ્પેશીય ઓપરેશન ગ્રુપના સબ ઇન્સ્પેકટર નરેશ ટાપરીયા દ્વારા દાખલ કરાયેલી પોલીસ ફરિયાદ અનુસાર પોલીસને જંબુસર તાલુકાના સીગામ ગામમાં નશાના કારોબારની માહિતી મળી હતી. વોચ ગોઠવ્યા બાદ શંકાસ્પ્દ ગતિવિધિઓ જણાતાં એક પોલ્ટ્રી ફાર્મમાં રેડ કરવામાં આવી હતી. પોલ્ટ્રી ફાર્મના મલિક તાલુકા કોંગ્રેસના પ્રમુખ મુકેન્દ્રસિંહ યાદવના પુત્ર  ભવદીપસિંહ મુકેન્દ્રસિંહ યાદવના ફાર્મ ઉપર પોલીસ પહોંચી ત્યારે કેમિકલ પ્રોસેસની કોઈ પ્રક્રિયા ચાલી રહી હતી. ભવદીપસિંહ ઉપરાંત વેપલામાં ઓમપ્રકાશ સાકરીયા, અમનસિંગ નરેન્દ્રસિંગ અને નિતેષ પાંડે નામના શકશો નશાના કારોબારમાં સક્રિય હતા.

આ છે નશાના કારોબારીઓ
ભવદીપસિંહ મુકેન્દ્રસિંહ
ઓમપ્રકાશ સાકરીયા
અમનસિંગ નરેન્દ્રસિંગ
નિતેષ પાંડે

કેવીરીતે ચાલતો હતો કારોબાર ?
કૌભાંડમાં ચાર શખ્સોની ટોળકીએ નશાનો કારોબાર ચલાવતી હતી. ભવદીપસિંહ પોલ્ટ્રી ફાર્મનો મલિક છે જેણે જગ્યા અને પ્રોડક્શન માટે બરફની વ્યવસ્થાઓ કરી હતી. આ ઉપરાંત ઓપ્રકાશ સાકરીયા આખી ટીમને સાથે રાખી જરૂરી ફાયનાન્સ અને અન્ય મદદો પુરી પડતો હતો. બાકીના બે આરોપી અમનસિંગ અને નિતેશ પાંડે ટેક્નિકલ એક્સપર્ટ છે. આ બંને કેમિકલના જાણકાર છે જેમને આ ડ્રગ્સ તૈયાર કર્યું હતું અને તેને આકર્ષક રંગનો દેખાવ આપ્યો હતો.

આ નશો યુવા પેઢીને શિકાર બનાવે છે
પાર્ટી ડ્રગ એફેડ્રિન ઉત્પાદનનું કૌભાંડ ચિંતાનું કારણ બન્યું છે. આ ડ્રગ્સ જે રેવ પાર્ટીઓમાં તેના ઉપયોગ માટે કુખ્યાત છે, તે વિદ્યાર્થીઓને ઝડપથી શિકાર બનાવી રહી છે. આ ડ્રગ્સનો ગેરકાયદેસર ધંધો દવાના વ્યવસાયની આડમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. દિલ્હી યુનિવર્સિટીની આજુબાજુના હોસ્ટેલ વિસ્તારમાં તેના પુરવઠાના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. સૂત્રો અનુસાર અત્યારસુધી આ ડ્રગ્સ ચીન, મ્યાનમારથી યુરોપ અને ખાડી દેશોમાં સપ્લાય કરવામાં આવતું હતું પરંતુ હવે તેનું સ્થાનિક ઉત્પાદન ચિંતાનો વિષય બન્યો છે. દેશમાં સૌથી વધુ વપરાશ દિલ્હી, મુંબઈ, પુણે અને ચંદીગમાં થતું હોવાનું અનુમાન છે. રેવ પાર્ટીઓમાં તેની માંગ સૌથી વધુ છે,

નિષ્ણાતોના મતે એફેડ્રિન દવા તરીકે શોધાયું હતું. તે અચાનક શક્તિ, ઉત્તેજના, એકાગ્રતામાં વધારો સાથે ભૂખને નિયંત્રિત કરે છે પરંતુ તેની આડઅસર સામે આવ્યા પછી તરત જ મોટાભાગના દેશોએ તેને પ્રતિબંધિત દવા જાહેર કરી. ત્યારથી તેનું ગેરકાયદેસર બજાર ઝડપથી ફેલાઈ રહ્યું છે. એવું માનવામાં આવે છે કે આ દવા મધ્ય એશિયાના રણમાં જોવા મળતા ‘એફેડ્રા’ નામના છોડમાંથી પહેલાવાર બનાવવામાં આવી હતી. ડ્રગ્સથી કિકના અનુભવના કારણે તેની માંગ રહે છે. તેના ઉપયોગને કારણે હાઈ બ્લડ પ્રેશર અને હાર્ટ એટેકનું જોખમ રહેલું છે. આ દવાના ઉપયોગને કારણે મોટી સંખ્યામાં મૃત્યુ થયા છે. તેનો મોટા ભાગનો પુરવઠો ચીનથી આવતો હોય છે.

 

આ પણ વાંચો :   શું દેશનું સૌથી મોટું કેમિકલ ક્લસ્ટર ફરી ઠપ્પ થશે? જાણો કેમ 1000 ઉદ્યોગો બંધ થવાની સર્જાઈ ચિંતા

આ પણ વાંચો :  સારવાર ઉપલબ્ધ હોવા છતાં ઈલાજ ના અભાવે એક બાળક મોતના મુખ તરફ ધકેલાઈ રહ્યું છે, જાણો શું છે મામલો અને આમ કરવા પાછળ પરિવારની કઈ છે લાચારી

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati