AHMEDABAD : મોજશોખ માટે યુવાન બન્યો સાઈકલ ચોર, 3 મહિનામાં જ 36 સાઈકલોની ચોરી કરી

|

Sep 15, 2021 | 5:48 PM

અંગ્રેજી ફિલ્મથી પ્રેરાઈને સાઈકલની ચોરી કરનાર આ ચોરની વાડજ પોલીસે ધરપકડ કરી છે. પોલીસે આ શિક્ષિત ચોર પાસેથી ચોરીની 36 સાઈકલ જપ્ત કરી.

AHMEDABAD : મોજશોખ માટે યુવાન બન્યો સાઈકલ ચોર, 3 મહિનામાં જ 36 સાઈકલોની ચોરી કરી
Ahmedabad : a youth stole 36 bicycles in 3 months

Follow us on

AHMEDABAD : લોકડાઉનમાં નોકરી ગુમાવતા એક યુવાન પોતાના મોજશોખ પુરા કરવા માટે સાઈકલ ચોરી કરવા લાગ્યો અને ચોરેલી સાયકલને ગીરવે મૂકી તેમાંથી મળતા પૈસાથી પોતાના શોખ પુરા કરતો હતો.અંગ્રેજી ફિલ્મથી પ્રેરાઈને સાઈકલની ચોરી કરનાર આ ચોરની વાડજ પોલીસે ધરપકડ કરી છે. પોલીસે આ શિક્ષિત ચોર પાસેથી ચોરીની 36 સાઈકલ જપ્ત કરી.

મોજશોખ પુરા કરવા સાઈકલ ચોરીના રરવાડે ચડનાર આ શખ્સનું નામ અનમોલ દુગ્ગલ છે, જે મોંઘી સાઈકલની ચોરી કરતો હતો.વાડજ પોલીસ પેટ્રોલીંગમા હતી ત્યારે અનમોલ સાઈકલીંગ કરતો પસાર થઈ રહ્યો હતો. વહેલી સવારે સાઈકલીંગ કરતા લોકો નજરે પડે, પરંતુ અડઢી રાત્રે મોંઘી સાઈકલ લઈને નીકળેલા અનમોલ પર શંકા જતા પોલીસે પુછપરછ કરી તો સાઈકલ ચોરીનો ભાંડો ફુટયો.અનમોલે એક નહિ પરંતુ જુદા જુદા વિસ્તારમાંથી 36 મોંઘી સાઈકલની ચોરી કરી હતી. ચોરી કરેલી સાઈકલો પોતાના માતા-પિતા બીમાર છે પૈસાની જરૂર છે તેવુ કહીને લોકોને સસ્તામા વેચી દેતો હતો અથવા તો ગીરવે મુકી દેતો હોવાનુ ખુલ્યુ છે.

અનમોલ દુગ્ગલ સાબરમતી વિસ્તારમા રહે છે.તે થલતેજમા ટાટા ટેલી કપંનીમા બીઝનેસ ડેવલોપર તરીકે નોકરી કરતો હતો, પરંતુ લોકડાઉનની સ્થિતીમા તેની નોકરી છુટી ગઈ અને તે બેકાર થઈ ગયો.હાઈપ્રોફાઈલ લાઈફ સ્ટાઈલ અને કમાણી બંધ થઈ જતા અનમોલે ચોરી કરવાનુ નક્કી કર્યુ.. તેણે એક અંગ્રેજી ફિલ્મમા સાઈકલ ચોરની વાર્તા જોઈને સાઈકલ ચોરી કરવાનુ નક્કીકર્યુ.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

સવારે અનમોલ પોશ વિસ્તારમાં જુદી-જુદી સોસાયટીઓમાં રેકી કરવા જતો હતો અને રાત્રે આ સોસાયટીમા સાઈકલ ચોરી કરી લેતો હતો.છેલ્લા 3 માસથી 36 જેટલી સાઈકલ ચોરીને અંજામ આપી ચુકયો છે.જેમાથી કેટલી સાઈકલ ગીરવે આપી છે તો કેટલી સાઈકલ વેચી દીધી છે. આ ઉપરાંત જ્યાં સીસીટીવી ન હોય તેવા અવાવરૂ સ્થળે સાઈકલ છુપાવી દેતો હતો. પોતાનુ જુની સાઈકલનુ ગોડાઉન છે અને પૈસાની જરૂરીયાત હોવાનુ કહીને લોકોને સસ્તી કિમંતમા સાઈકલ વેચતો હતો.

વાડજ પોલીસે સાઈકલ ચોર અનમોલની ધરપકડ કરીને ચોરીની 36 સાઈકલો જપ્ત કરી છે અને વાડજ, નારણપુરા અને ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાંથી ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે. હાલમા સાઈકલ ચોરને કોર્ટે જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી દીધો છે.

આ પણ વાંચો : AHMEDABAD: રક્ષક જ બન્યા ભક્ષક! PSI અને પાડોશીના ત્રાસથી વૃદ્ધે ટૂંકાવ્યું જીવન, સ્યુસાઈડ નોટમાં લખી ચોંકાવનારી વાત

Published On - 5:19 pm, Wed, 15 September 21

Next Article