Ahmedabad: અસ્થિર મગજની મહિલાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર રીક્ષા ચાલક આખરે ઝડપાયો

|

Jun 30, 2021 | 5:30 PM

Ahmedabad : કાલુપુર રેલવે સ્ટેશન પાસેથી રિક્ષાચાલકે અસ્થિર મહિલાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું હતું. આ બાદ પોલીસની સઘન તપાસ બાદ આરોપીની ધરપકડ કરી હતી.

Ahmedabad: અસ્થિર મગજની મહિલાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર રીક્ષા ચાલક આખરે ઝડપાયો
અમદાવાદ પોલીસ

Follow us on

Ahmedabad : કાલુપુરમાં( kalupur)  અસ્થિર મગજ(Mentally Challenged)ની મહિલાનું અપહરણ (Kidnapped) અને દુષ્કર્મ કરનાર રીક્ષા ચાલકની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડયો હતો. પરંતુ ભોગ બનનાર મહિલાને શોધવી પોલીસ માટે પડકાર હતું. આ બાદ મહિલા પણ મળી જતા પોલીસને રાહત થઇ હતી.

હૈદરઅલી શેખ નામના રિક્ષાચાલક શખ્સે એક અસ્થિર મગજની મહિલાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું હતું. આ અપહરણની જાણ પોલીસ કન્ટ્રોલને કરવામાં આવી હતી. પોલીસને આ શોધમાં તેના અંગે મળેલી ટીપ્સ કામ લાગી હતી.  રંગે ગોરો અને આંખમાં સુરમો લગાવેલ રીક્ષા ચાલકની ઓળખ મળતા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે શોધખોળ શરૂ કરી હતી.

આ દરમિયાન રીક્ષા ચાલક કાલુપુરની હોટલમાં ગયો હતો પરંતુ તેને રૂમ નહિ મળતા સિંગરવાની એક હોટલમાં લઇ જઇને દુષ્કર્મ આચર્યું હતું. આ મહિલાને શોધવા પોલીસ, રેલવે સ્ટેશનના CCTV ફૂટેજ તપાસ કરી રહી હતી ત્યારે રીક્ષા ચાલક મહિલાને રેલવે સ્ટેશન ઉતારીને જતો રહ્યો.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

પોલીસને હોટલથી રીક્ષા ચાલકનો ફોટો મળ્યો હતો અને અન્ય રીક્ષા ચાલકોની પૂછપરછમાં હૈદરઅલીની ઓળખ થઈ હતી. આ બાદ ગણતરીના કલાકોમાં આરોપી ઝડપાઇ ગયો હતો. નોંધનીય છે કે, હૈદરઅલી વિરુદ્ધ ગોમતીપુરમાં પ્રોહીબિશનનાં બે ગુના પણ નોંધાયા હતા.

અસ્થિર મગજની મહિલાના અપહરણ અને દુષ્કર્મ કેસમાં આરોપીને પકડવામાં પોલીસને સફળતા તો મળી પરંતુ ભોગ બનનાર મહિલા ગુમ હતી.આ મહિલાને શોધવી પોલીસ માટે પડકારરૂપ હતું કારણ કે માનસિક અસ્થિર હોવાથી આ મહિલા ક્યાં હશે તે જાણવું મુશ્કેલ હતું. પોલીસે સિંગરવાની હોટલથી મહિલાનો ફોટો મેળવ્યો.

આ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરીને શોધખોળ શરૂ કરી હતી. આ બાદ એક પોલીસ કર્મચારીને અસ્થિર મગજની મહિલા શાહીબાગથી મળતા પોલીસને રાહત થઈ હતી. પોલીસે મહિલાનું મેડિકલ કરાવીને વધુ તપાસ હાથ ધરી છે.

ફૂટપાથ પર રહેતા પરિવારે મહિલાને પોતાની સંબંધી જણાવી હતી. પરંતુ મહિલાના મળ્યા બાદ આ કેસમાં નવો વળાંક આવ્યો છે. અસ્થિર મગજની આ મહિલા બિહારની રહેવાસી છે. અસ્થિર મગજની હોવાથી 25 દિવસ પહેલા ઘરેથી નીકળીને કાલુપુર આવી ગઈ હતી. જ્યાં ફૂટપાથ પર રહીને મજૂરી કરતા પરિવાર સાથે રહેવા લાગી હતી. હાલમાં પોલીસે બિહારથી મહિલાના પરિવારનો સંપર્ક કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.

Next Article