AHMEDABAD : થર્ટી ફસ્ટ પહેલા ચરસના જથ્થા સાથે 6 શખ્સોની ધરપકડ, ક્યાંથી આવ્યું હતું ચરસ?

|

Dec 29, 2021 | 10:11 PM

AHMEDABAD NEWS : ચરસના નશાની ટેવ ધરાવતા અને બજારમાં ચરસ વેચનારા 6 આરોપી ધરપકડ કરી છે. આ આરોપીઓ ચરસનું આખું નેટવર્ક ચલાવતા હતા.

AHMEDABAD : થર્ટી ફસ્ટ પહેલા ચરસના જથ્થા સાથે 6 શખ્સોની ધરપકડ, ક્યાંથી આવ્યું હતું ચરસ?
Ahead of new year six accused held with charas in ahmedabad

Follow us on

AHMEDABAD : થર્ટી ફસ્ટ પહેલા ક્રાઈમ બ્રાન્ચે વધુ એક માદક પદાર્થોનો જથ્થો ઝડપી પાડયો છે.અમદાવાદના મેમનગર પાસેથી 500 ગ્રામ ચરસનો જથ્થો ઝડપી પાડયો છે.ચરસના નશાની ટેવ ધરાવતા અને બજારમાં ચરસ વેચનારા 6 આરોપી ધરપકડ કરી છે. આ આરોપીઓ ચરસનું આખું નેટવર્ક ચલાવતા હતા.

ક્રાઇમ બ્રાંચે આ છ આરોપીઓને ચરસના જથ્થા સાથે ધરપકડ કરી છે. આ ચરસનો જથ્થો રાધનપુરમાંથી મંગાવી અમદાવાદમાં વેંચતા હોવાનું સામે આવ્યું છે.રાધનપુરથી આરોપી મેહુલ રાવલ, કુણાલ પટેલ, અર્જુનસિંહ ઝાલા અને બ્રિજેશ પટેલ રાધનપુર બાજુથી ચરસનો જથ્થો લાવી હર્ષ શાહ તથા અખિલ ભાવસારને આપતા હતા.

500 ગ્રામ ચરસનો જથ્થો રૂપિયા 50 હજારમાં રાધનપુરથી મંગાવી આરોપી હર્ષ અને અખિલ 70 હજાર રૂપિયામાં વેચતા હતા.ચોંકાવનારી બાબત તો એ છે કે આરોપી હર્ષ શાહ કોસ્મેટિકના વેપાર સાથે સંકળાયેલો છે પરંતુ છેલ્લા બે વર્ષથી નશાના રવાડે ચડતા પોતે ચરસ મંગાવતો હતો અને બીજા મિત્રોને પીવડાવતો હતો.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

ઝડપાયેલા આરોપી હર્ષ શાહ કોસ્મેટિક વેપારની આડમાં ચરસનો જથ્થો વેચતો હતો.બીજી બાજુ પકડાયેલ આરોપી હર્ષ શાહ અને અખિલ ભાવસાર ચરસનો જથ્થો લાવી અલગ અલગ પેકેટ બનાવી 2500 થી 3000 રૂપિયામાં પશ્ચિમ વિસ્તારમાં આવેલ SG હાઇવે અને સિંધુભવન વિસ્તારમાં વેંચતા હતા.પકડાયેલ તમામ છ આરોપીઓ પણ ચરસનો નશો કરતા હોવાનું સામે આવ્યું છે.મુખ્ય બન્ને આરોપીઓએ અગાઉ 250 ગ્રામ ચરસ મગાવ્યું હતું જેથી ક્રાઇમ બ્રાંચે આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો : AHMEDABAD : KYC અને અન્ય બહાને એક જ દિવસમાં ઓનલાઈન છેતરપિંડીની 10થી વધુ ઘટનાઓ, જાણો કેવી રીતે છેતરાયા લોકો

આ પણ વાંચો : GIR SOMNATH : નકલી IAS ઓફિસર અને હાઈકોર્ટના જજે પ્રોટોકોલ સાથે મહેમાનગતિ માણી, જાણો કેવી રીતે પકડાયા

Next Article