GIR SOMNATH : નકલી IAS ઓફિસર અને હાઈકોર્ટના જજે પ્રોટોકોલ સાથે મહેમાનગતિ માણી, જાણો કેવી રીતે પકડાયા

GIR SOMNATH NEWS : આરોપીઓએ દ્વારકામાં પણ આ રીતે મહેમાનગતી પણ માણી. પણ સોમનાથમાં તેમનું આ જુઠ્ઠાણું ખુલ્લુ પડી ગયું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 29, 2021 | 7:14 PM

GIR SOMNATH : ગીર સેમનાથ જિલ્લાના વડું મથક વેરાવળમાં નકલી IAS અધિકારી અને નકલી હાઇકોર્ટના જજ બનીને આવેલા અને સરકારી પ્રોટોકલ પ્રમાણે મહેમાનગતી માણનારા બે શખ્સોને ઝડપી પાડ્યા છે.હાલ નાતાલની રજાઓ ચાલી રહી છે ત્યારે છત્તીસગઢના બે વકીલ યુવાનોએ પોતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમીત શાહના પરીચત હોવા સાથે IAS અધિકારી અને હાઇકોર્ટના જજ હોવાનું કહીને પ્રોટોકલ પ્રમાણે સેવા આપવાની વાત કરી હતી.

આરોપીઓએ દ્વારકામાં પણ આ રીતે મહેમાનગતી પણ માણી. પણ સોમનાથમાં તેમનું આ જુઠ્ઠાણું ખુલ્લુ પડી ગયું. અને નકલી IAS અને જજ એવા શરદ પાંડે અને જય પ્રકાશ પાંડને જેલના સળીયા પાછળ ધકેલી દીધા છે. મહત્વનું છે કે દ્વારકામાં પ્રોટોકલ પ્રમાણે સેવાનો લાભ લીધા બાદ બિલ ચૂકણી સમયે બબાલ કરી હતી.જે અંગે દ્રારકા SDMએ વેરાવળ SDMને જાણ કરી હતી. આરોપીઓ વેરાવળ પહોંચતા તેમની પૂછપરછ કરવામાં આવી જેમાં તેમના જુઠ્ઠાણાનો ભાંડો ફૂટી ગયો હતો.અગાઉ પણ આરોપીઓ આ રીતની છેતરપીંડી કરી ચૂક્યાનું સામે આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં તાજેતરમાં જ નકલી અધિકારી બનીને ઠગાઈ કરવાના બે કેસ સામે આવ્યાં હતા. અમદાવાદના નરોડા વિસ્તારમાં સસ્પેન્ડેડ SRP જવાન સલીમે નકલી પોલીસ બનીને એક મહિલા પાસેથી 11 હજાર પડાવ્યા હતા. કૃષ્ણનગરમાં રહેતા કનકબેન ઝાલા ખરીદી કરવા નરોડા નેશનલ હેડલુમથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આરોપીએ મહિલાને ગેરમાર્ગે દોર્યા.તેમજ મહિલાને ગાડીમાં બેસી કૃષ્ણ નગર પોલીસ સ્ટેશન આવવા કહ્યું હતું. સમગ્ર મામલે નરોડા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

તો અમદાવાદમાં જ એક નકલી IB ઓફિસરની ધરપકડ કરવામાં આવી હતી. ઇન્ટેલિજન્સ વિભાગમાં ઓફિસર હોવાનું કહીને કેન્દ્ર સરકારના ED ડિપાર્ટમેન્ટમાં નોકરી આપવાની લાલચ આપીને લાખ્ખો રૂપિયા પડાવી લેનાર ગઠીયાની રામોલ પોલીસે ધરપકડ કરી હતી.આરોપીએ યુવાનને નોકરીની લાલચ આપીને ટુકડે ટુકડે રૂપિયા 19 લાખ પડાવી લીધા હતા.

આ પણ વાંચો : PATAN : ડીસા હાઈવે પણ એક જ બ્રીજનું બે-બે વાર લોકાર્પણ થયું, જાણો શું છે સમગ્ર મામલો

આ પણ વાંચો : Surat : મહિલા ટ્રાફિક પોલીસનો કોલર પકડી ઝપાઝપી કરતા વ્યકિત વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરાઇ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">