150થી વધારે કેસ જેમની પર છે તે કુખ્યાત ગુંડા અતિક અહમદને ઉત્તરપ્રદેશથી ગુજરાતની આ જેલમાં લાવવામાં આવશે, ગૃહ વિભાગના અધિક સચિવે લીધી જેલની મુલાકાત

|

Jun 01, 2019 | 3:50 PM

ઉત્તરપ્રદેશ ના કુખ્યાત ગુંડા અને રાજકારણી અતિક અહમદને ઉત્તરપ્રદેશની જેલમાંથી સાબરમતી જેલમાં લાવવા માટેનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચૂક્યું છે. રાજ્યના ગૃહવિભાગના અધિક મુખ્ય સચિવ એ એમ તિવારી અને જેલોના ડિજી મોહન ઝા સહિતના અધિકારીઓએ સાબરમતી જેલની મુલાકાત લઈ સાબરમતી જેલની સુરક્ષાની સમીક્ષા કરી હતી. ગૃહ વિભાગનો હવાલો સાંભળ્યા બાદ અધિક મુખ્ય સચીવએ એમ તિવારીએ […]

150થી વધારે કેસ જેમની પર છે તે કુખ્યાત ગુંડા અતિક અહમદને ઉત્તરપ્રદેશથી ગુજરાતની આ જેલમાં લાવવામાં આવશે, ગૃહ વિભાગના અધિક સચિવે લીધી જેલની મુલાકાત

Follow us on

ઉત્તરપ્રદેશ ના કુખ્યાત ગુંડા અને રાજકારણી અતિક અહમદને ઉત્તરપ્રદેશની જેલમાંથી સાબરમતી જેલમાં લાવવા માટેનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચૂક્યું છે. રાજ્યના ગૃહવિભાગના અધિક મુખ્ય સચિવ એ એમ તિવારી અને જેલોના ડિજી મોહન ઝા સહિતના અધિકારીઓએ સાબરમતી જેલની મુલાકાત લઈ સાબરમતી જેલની સુરક્ષાની સમીક્ષા કરી હતી.
ગૃહ વિભાગનો હવાલો સાંભળ્યા બાદ અધિક મુખ્ય સચીવએ એમ તિવારીએ પહેલી વાર સાબરમતી જેલની મુલાકાત લીધી પરંતુ આ મુલાકાત સામાન્ય નહોતી. ઉત્તર પ્રદેશના કુખ્યાત ગુનેગાર અને પૂર્વ સાંસદ અતિક અહમદને ઉત્તર પ્રદેશની જેલમાંથી ગુજરાતની જેલમાં ખસેડવા કરેલ હુકમને પગલે સાબરમતી જેલની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા માટે અધિક મુખ્ય સચિવ એ એમ તિવારી સાબરમતી જેલ પહોંચ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

જોકે જેલ વિભાગના અધિકારીઓ આ બાબતે મૌન સેવી રહ્યા છે અને ગૃહ સચિવ એ એમ તિવારીની મુલાકાતને સામાન્ય મુલાકાત ગણાવવા સાથે જેલના કેદીઓની સ્થિતિ અને સુરક્ષા બાબતોની ચર્ચા સાથે મુલાકાત લીધી હોવાનું કહી રહ્યા છે. સાબરમતી જેલના સુપ્રિટેનડન્ટ ડ્રો મહેશ નાયકે ટીવી નાઇનને જણાવ્યું કે જેલની સુરક્ષાની સમીક્ષા સાથે જેલમાં કેદીઓના સુધારણા કાર્યક્રમ સહિતના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી, આ એક સામાન્ય મુલાકાત હતી.

TV9 Gujarati

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
અંદાજે ત્રણ કલાક સુધી રોકાયેલા એ એમ તિવારીએ જેલની અંદર તમામ વિસ્તારોની મુલાકાત લીધી હતી અને હાર્ડકોર ક્રિમિનલને રાખવામાં આવતી બેરેકનું નિરીક્ષણ અને  જેલના વિવિધ વિસ્તારોની મુલાકાત ઉપરાંત જેલની બહારની દીવાલો અને ત્યાં ગોઠવવામાં આવેલ ફિઝિકલ અને ઇલેક્ટ્રોનિક સિક્યુરિટી સર્વેલન્સ અંગેની જાત માહિતી મેળવી હતી.એ એમ તિવારી સાથે ગૃહ વિભાગ ના સેક્રેટરી સુભાષ સોની, જેલોના ડિજી મોહન ઝા, ડીઆઈજી એસકે ગઢવી,સાબરમતી  જેલના સુપ્રીટેન્ડનટ ડ્રો મહેશ નાયક સહિતના અધિકારીઓ આજની મિટિંગમાં જોડાયા હતા.
આ પણ વાંચો:  માફિયા ડોન અતીક અહમદને UPથી ગુજરાતની જેલમાં મોકલવા આદેશ, જાણો કેમ કોઈ જેલ તેને રાખવા તૈયાર નથી?
ગૃહ વિભાગ કે સાબરમતી જેલના અધિકારીઓ આજની લંબાણપૂર્વકની મિટિંગો  અને મુલાકાતને સામાન્ય ગણાવી રહ્યા છે પરંતુ સુપ્રિમકોર્ટના આદેશ બાદ ઉત્તરપ્રદેશ સરકાર તરફથી રાજ્ય સરકારને એક પત્ર મળ્યો છે અને આ પત્ર મળ્યા બાદ રાજ્ય સરકારના આદેશથી જ ખુદ ગૃહ વિભાગના સર્વોચય અધિકારીએ સાબરમતી જેલની મુલાકાત લીધી છે. શકયતા છે આગામી સપ્તાહમાં સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ અતિક અહમદને સાબરમતી જેલમાં લાવવામાં આવી શકે છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 3:50 pm, Sat, 1 June 19

Next Article