AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VALSAD : વાપી GIDCમાં જાહેરમાં હત્યા, ભાણીયાએ 6 જ સેકેન્ડમાં મામાનું ઢીમ ઢાળી નાખ્યું

VAPI MURDER CASE : સલમાનનું મોત બનીને આવેલો આ ઇસમ બીજો કોઈ નહિ પણ તેનોજ ભાણેજ છે. આમ મામાની હત્યા ભાણેજે કરી છે.

VALSAD : વાપી GIDCમાં જાહેરમાં હત્યા, ભાણીયાએ 6 જ સેકેન્ડમાં મામાનું ઢીમ ઢાળી નાખ્યું
Murder (file image)
Sachin Kulkarni
| Edited By: | Updated on: Dec 06, 2021 | 10:52 AM
Share

VALSAD : ઔદ્યોગિક નગરી વાપી કે જે હવે ક્રાઈમ નગરી બની રહ્યું છે.વાપીના મુખ્ય વિસ્તારમાં આવેલી એક ચાની દુકાન ઉપર અચાનક ગ્રાહકો જીવ બચાવીને ભાગ્યા હતા કેમકે અહી ખેલાયો હતો ખતરનાક ખુની ખેલ, જાહેરમાં એક શખ્સ ઉપર કુહાડીથી જીવલેણ હુમલો થયો અને હુમલો કરી હુમલાખોર આરામથી ફરાર થઇ ગયો હતો.ઘટના CCTVમાં કેદ થઇ અને પોલીસે તપાસ શરુ કરી છે.

વાપી GIDC વિસ્તારમાં આવેલી ચાની દુકાન હત્યાની સાક્ષી છે.ગત શનિવારની મોડી સાંજે દુકાન ઉપર ચા પીવા આવેલા ગ્રાહકો જીવ મુઠ્ઠીમાં લઈને ભાગ્ય હતા કેમકે દુકાન ઉપર ચા પીવા આવેલા અને વાપી હરિયા પાર્ક વિસ્તારમાં રેહતા રેહમાન અલી શેખ ઉર્ફે સલમાન ઉપર એક અજાણ્યા શખ્સ એ કુહાડીના પ્રહારો કર્યા હતા.

માત્ર 6 સેકન્ડમાં આ શખ્સે સલમાન ઉપર પ્રહારો કરીને લોહીલુહાણ કરી દીધો હતો અને ફરાર થઇ ગયો હતો.આ હુમલામાં સલમાન લોહીલુહાણ હાલતમાં ચાની દુકાનમાં જ ઢળી પડ્યો હતો તેને હોસ્પિટલ ખસેડાયો હતો.જોકે સલમાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

ઘટનાની જાણ થતાં જ આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઇ હતી અને GIDC સહિત જિલ્લાભરની પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો.પોલીસે હત્યાકાંડને CCTVમાં લાઈવ જોયો અને તપાસ શરુ કરી હતી.દરમિયાન પોલીસને આ કાંડના એક સહ આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે.

પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો અને જિલ્લા LCB-SOG સહિતની ટીમ પણ તપાસમાં જોતરાઈ ગઈ હતી.હત્યા પાછળનું કારણ અને આરોપી તેમજ હત્યારા વચ્ચેના સબંધો જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી.સલમાનનું મોત બનીને આવેલો આ ઇસમ બીજો કોઈ નહિ પણ તેનોજ ભાણેજ છે. આમ મામાની હત્યા ભાણેજે કરી છે.

આરોપી અને મૃતક સલમાન યુપીના બહેરાઈચના વતની છે અને બંને વચ્ચે પારિવારિક સંબધ પણ છે.જોકે થોડા દિવસ અગાઉ વતન યુપીમાં મૃતક અને આરોપીના પરિવારની મહિલાઓ વચ્ચે કોઈ વાતને લઇ ઝઘડો થયો હતો.ઝઘડામાં મૃતકે આરોપીના પરિવારની મહિલાઓ સાથે પણ બબાલ કરી હતી.આથી વાપીથી 1400 કિલોમીટર દૂર થયેલા ઝઘડાની અદાવત રાખી અને હુમલાખોર ઇફ્તેખાર વાપી આવી અને સલમાન પર હુમલો કરી તેની હત્યા નિપજાવી છે અને બદલો લીધો હતો.

મૃતક સલમાનની બહેન શબનમના દીકરા મહમંદ દ્વારા જ પોતાના મામાની હત્યા કરી હોવાના ખુલાસો થતા મામા ભાણેજના સંબંધ બદનામ થયા છે.આમ વાપીથી 1400 કિલોમીટર દૂર યુપીમાં બે પરિવારની મહિલાઓ વચ્ચે થયેલા ઝઘડાની અદાવતના પડઘા વાપીમાં હત્યાકાંડ રૂપે જોવા મળ્યા છે.

જનરેટરના ધુમાડા જેવી નજીવી બાબતે પરિવારમાં થયેલ નાની માથાકૂટ વાપી સુધી પહુંચી હતી અને માતાએ કરેલા અપમાનનો બદલો લેવા મોહમ્મદે પોતાના મામાને જ જાહેરમાં રહેસી નાખ્યો છે.ત્યારે હાલ મોહમ્મદના પિતા જેલની હવા ખાઈ રહયા છે તો એક સગીર અને મુખ્ય હત્યારો મોહમંદ ફરાર છે.જોકે વાપી પોલીસ મુખ્ય હત્યારાને ટૂંક સમયમાં જ ઝડપી લેવા યુપી સુધી તપાસના ચક્રોગતિમાન કર્યા છે.

આ પણ વાંચો : Gram Panchayat : મોરબીનું ચમનપર ગામ સાતમી વખત સમરસ, તો બોટાદનું ઢસાગામ 25 વર્ષ બાદ સમસર થયું

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
g clip-path="url(#clip0_868_265)">