દિલ્લીના ઔદ્યોગિક વિસ્તારના ટોયલેટમાંથી ત્રણ વર્ષના બાળકની લાશ મળતા લોકોમાં આક્રોશ, પોલીસે આરોપીની તપાસ શરૂ કરી

|

Dec 09, 2022 | 1:00 PM

દિલ્લીના ઝીલમિલ ઔધોગિક ક્ષેત્રના ટોયલેટમાથી ત્રણ વર્ષના બાળકની લાશ મળી આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમા બાળકના શરીર પર મારપીટ, ગળુ દબાવવા જેવા અન્ય કોઈ નિશાન મળ્યા નથી. જેથી પોલીસ તેની વધુ તપાસ હાથ ધરવામા આવી છે.

દિલ્લીના ઔદ્યોગિક વિસ્તારના ટોયલેટમાંથી ત્રણ વર્ષના બાળકની લાશ મળતા લોકોમાં આક્રોશ, પોલીસે આરોપીની તપાસ શરૂ કરી
Symbolic Image

Follow us on

ભારતમા આજકાલ ચોકાવનારી ઘટનાઓ સામે આવી રહી છે એવામા દિલ્લીમા વધુ એક ક્રાઈમની ઘટના સામે આવી છે. દિલ્લીના ઝીલમિલ ઔધોગિક ક્ષેત્રના ટોયલેટમાથી ત્રણ વર્ષના બાળકની લાશ મળી આવી છે. બાળકની લાશની આસપાસ બાળકના આંતરીક વસ્ત્રો , બિસ્કીટનુ પેકેટ અને થોડા ઘણા રુપિયા મળી આવ્યા હતા. દિલ્લી પોલીસને જાણ મળતા બાળકની લાશને પોસ્ટમોર્ટમ માટે લઈ ગયા હતા. મળતી માહીતી અનુસાર બાળક સાથે સૃષ્ટી વિરૂદ્ધનું કાર્ય થયું હોવાની પોલીસને આશંકા છે. પોલીસના મતે બાળક સાથે કુકર્મ કરીને બાળકની હત્યા કરવામા આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમા બાળકના શરીર પર મારપીટ, ગળુ દબાવવા જેવા અન્ય કોઈ નિશાન મળ્યા નથી. જેથી પોલીસ તેની વધુ તપાસ હાથ ધરવામા આવી છે.

 

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન

 

દિલ્લી પોલીસે પંચનામુ કરીને બાળકની લાશને પોસ્ટમોર્ટમ કરવા આપી હતી જેથી બાળકની હત્યાનુ કારણ જાણી શકે.આ દરમિયાન બાળકની ઓળખ મેળવવાની કોશિશ કરી હતી પરંતુ હજી સુધી બાળકની ઓળખાણ થઈ નથી. જેથી પોલીસ બાળકની ઓળખાણ મળી રહે તે માટે બાળકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલવામા આવી છે અને આજુબાજુના વિસ્તારોમા બાળકની ઓળખાણ મેળવવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ હજી તે બાળક કોણ છે , કયાથી આવ્યુ છે તેના પુરાવા પોલીસને મળ્યા નથી. પોલીસે કરેલી તપાસમા હજી સુધી બાળકની હત્યાના પુરાવા મળ્યા નથી. દિલ્લી પોલીસે આપેલી માહીતી અનુસાર બાળકની હત્યા કેવી રીતે થઈ છે બાળક સાથે કોઈ કુકર્મ થયુ છે કે નહી તે હજી સુધી સ્પષ્ટ થયુ નથી.

આ ઘટનાના પગલે લોકોમા રોષ જોવા મળી રહયો છે, લોકો ઈચ્છી રહ્યા છે કે બાળકનો હત્યારો ઝડપથી પકડાઈ જાય અને તેને કડકમાં સજા થવી જ જોઈએ

Next Article