Sidhu Moose Wala હત્યા કેસના આરોપી ગોલ્ડી બરાર વિરુદ્ધ આપવામાં આવી રેડ કોર્નર નોટિસ

|

Jun 10, 2022 | 10:34 AM

Sidhu Moose Wala: ગોલ્ડી બરાર સિદ્ધુ મુસેવાલા હત્યા કેસમાં આરોપી છે. ગેંગસ્ટર ગોલ્ડી બરારે સિદ્ધુ મુસેવાલાની હત્યાની જવાબદારી લીધી હતી. તે કેનેડામાં રહે છે.

Sidhu Moose Wala હત્યા કેસના આરોપી ગોલ્ડી બરાર વિરુદ્ધ આપવામાં આવી રેડ કોર્નર નોટિસ
Sidhu Moose Wala Murder

Follow us on

સિદ્ધુ મૂસેવાલા મર્ડર (Sidhu Moose Wala Murder) કેસમાં ગુરુવારે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઈન્ટરપોલે આ કેસમાં આરોપી ગોલ્ડી બરાર (Goldy Brar) વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જારી કરી છે. ગેંગસ્ટર ગોલ્ડી બરાર સિદ્ધુ મૂસેવાલાની (Sidhu Moose Wala) હત્યાની જવાબદારી લીધી હતી. તે કેનેડામાં રહે છે. સાથે જ આ હત્યામાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ પણ શંકાના દાયરામાં છે. 29 મેના રોજ થયેલી સિદ્ધુ મુસેવાલાની હત્યાના કેસમાં પોલીસ સતત તપાસ કરી રહી છે.

બીજી તરફ, CBIએ ગુરુવારે પંજાબ પોલીસના દાવાથી વિપરીત નિવેદન જારી કરીને કહ્યું કે, પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યાના એક દિવસ પછી 30 મેના રોજ ગોલ્ડી બરાર વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરવાનો અનુરોધ કર્યો હતો. કેનેડામાં રહેતા સતીન્દ્રજીત સિંહ ઉર્ફે ગોલ્ડી બરારે મુસેવાલાની હત્યાની જવાબદારી સ્વીકારી છે. પંજાબના માનસા જિલ્લામાં 29 મેના રોજ મુસેવાલાની હત્યા કરવામાં આવી હતી. બદમાશોએ તેના પર ગોળીબાર કર્યો.

પંજાબ પોલીસે બુધવારે દાવો કર્યો હતો કે, તેણે મુસેવાલાની હત્યાના 10 દિવસ પહેલા ગોલ્ડી બરાર સામે રેડ કોર્નર નોટિસ જાહેર કરવાનો અનુરોધ કર્યો હતો. જેના પગલે સીબીઆઈએ તેનું સ્ટેન્ડ રજૂ કર્યું છે. સીબીઆઈએ કહ્યું છે કે, તેને પંજાબ પોલીસના બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન તરફથી 30 મેના રોજ બપોરે 12:25 વાગ્યે ઈમેલ દ્વારા રિક્વેસ્ટ મળી હતી. ઈમેલ સાથે 19 મેના રોજનો એક પત્ર પણ જોડવામાં આવ્યો હતો. જેમાં પંજાબ પોલીસને બરાર વિરુદ્ધ ફરીદકોટના નગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી બે એફઆઈઆરના આધારે રેડ કોર્નર નોટિસ જાહેર કરવાની વિનંતી કરવામાં આવી હતી.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

30 મેના રોજ દરખાસ્તની નકલ મળી: CBI

CBIએ કહ્યું છે કે વર્તમાન કેસમાં સીબીઆઈને 30 મે 2022ના રોજ પંજાબ પોલીસ વતી સતીન્દ્રજીત સિંહ ઉર્ફે ગોલ્ડી વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરવાના પ્રસ્તાવની હાર્ડ કોપી મળી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજ્ય પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહેલા બંને કેસોમાં આરોપી બરાર વિરુદ્ધ કોર્ટે વોરંટ જારી કર્યાના લગભગ છ મહિના પછી આ પત્ર મોકલવામાં આવ્યો હતો. નોંધપાત્ર રીતે, રેડ કોર્નર નોટિસ ઇન્ટરપોલના 195 સભ્ય દેશોની કાયદા અમલીકરણ એજન્સીને વિનંતી કરનારા સભ્ય દેશ દ્વારા વોન્ટેડ ભાગેડુને શોધી કાઢવા અને તેની અટકાયત કરવા માટે ચેતવણી આપે છે. (ઇનપુટ ભાષામાંથી)

Next Article