8 વર્ષની બાળકી પર બળાત્કાર બાદ હત્યા માટે દોષિતને મળી ફાંસીની સજા, એક વર્ષ પહેલા નાળામાંથી મળી હતી લાશ

|

Sep 28, 2021 | 9:18 PM

રાજસ્થાનમાં 8 વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યાના આરોપમાં 26 વર્ષીય યુવકને ફાંસીની સજા ફટકારવામાં આવી છે.

8 વર્ષની બાળકી પર બળાત્કાર બાદ હત્યા માટે દોષિતને મળી ફાંસીની સજા, એક વર્ષ પહેલા નાળામાંથી મળી હતી લાશ
પ્રતિકાત્મક તસવીર

Follow us on

રાજસ્થાનમાં 8 વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યાના આરોપમાં (Sirohi Rape or Murder Case) 26 વર્ષીય યુવકને ફાંસીની (Death Sentence) સજા ફટકારવામાં આવી છે. જોધપુરની પોક્સો કોર્ટે દોષિતને આજે ફાંસીની સજા સંભળાવી છે. આ ઘટના ગયા સપ્ટેમ્બરમાં સિરોહીમાં બની હતી. 8 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજાર્યા બાદ તેનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. બાળકીનો મૃતદેહ ગટરમાં ફેંકી દેવાયો હતો.

POCSO કોર્ટના (POCSO Court) વિશેષ ન્યાયાધીશ અજીતાભ આચાર્યએ આ જઘન્ય અપરાધ માટે નિકારામ નામના વ્યક્તિને ફાંસીની સજા ફટકારી હતી. 24 સપ્ટેમ્બરે કોર્ટે બળાત્કાર અને હત્યાના આરોપીને દોષિત ઠેરવ્યા હતા. સજાની જાહેરાત માટે સોમવાર નક્કી કરવામાં આવ્યો હતો. ફરિયાદી અને બચાવ પક્ષની દલીલો સાંભળ્યા બાદ જજે પોતાનો ચુકાદો આપ્યો. કોર્ટે બાળકી પર બળાત્કાર અને હત્યાના કેસને ખૂબ જ દુર્લભ માન્યો છે. ન્યાયાધીશે કહ્યું કે, આ કેસમાં મૃત્યુદંડથી ઓછી કોઈ સજા હોઈ શકે નહીં.

‘બાળકોને ડર વગર જીવવાનો અધિકાર છે’

ગુનાની ગંભીરતાને રેખાંકિત કરતા, POCSO કોર્ટના ન્યાયાધીશે કહ્યું કે, બાળકોને સમાજમાં કોઈપણ ભય અને અસુરક્ષા વગર ખુશીથી જીવવાનો અધિકાર છે. પરંતુ આજે અખબારો છોકરીઓ પર બળાત્કારના સમાચારોથી ભરેલા છે. કોર્ટે કહ્યું કે, જો બાળકો ઘરની બહાર સુરક્ષિત નથી, તો તે ખૂબ જ ચિંતાનો વિષય છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

વિશેષ સરકારી વકીલ પ્રકાશ ધવલે કોર્ટના નિર્ણયને ટાંકીને જણાવ્યું હતું કે, વિધાનસભાએ બાળકો વિરુદ્ધ આવા ગુનાઓમાં વધારો થવાના કારણે 2019 માં પોક્સો એક્ટમાં સુધારો કર્યો હતો. આથી આ કેસમાં આરોપી સમાજ માટે શ્રાપથી ઓછો નથી. એટલા માટે તેને ફાંસીની સજા આપવી યોગ્ય છે. તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે 25 સપ્ટેમ્બરના રોજ અપરાધ થયાના એક વર્ષ બાદ કોર્ટે આજે પોતાનો ચુકાદો આપ્યો છે. તમને જણાવી દઈએ કે છોકરી તેના મિત્રો સાથે રમવા માટે ઘરની બહાર આવી હતી. પછી ગુનેગાર તેને પકડી લીધી હતી.

બળાત્કાર અને હત્યાના દોષિતને ફાંસીની સજા

સિરોહીના પોલીસ અધિક્ષક ધર્મેન્દ્રસિંહે જણાવ્યું કે, અન્ય બાળકોને ધમકાવ્યા બાદ નિકારામે બાળકીનું અપહરણ કરી તેના પર બળાત્કાર કર્યો હતો. આ કેસમાં FIR નોંધાયા બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ માટે એક ટીમ બનાવવામાં આવી હતી. આ કેસની તપાસ સિરોહી સર્કલ ઓફિસર નાગેન્દ્ર સિંહ દ્વારા કરવામાં આવી હતી. તેણે કહ્યું હતું કે, બળાત્કાર કર્યા બાદ નિકારામ નજીકના જંગલમાં ભાગી ગયો હતો. તે એક અઠવાડિયા સુધી ત્યાં છુપાયો હતો. તે સમય દરમિયાન તે પાંદડા અને ઘાસ જેવી વસ્તુઓ ખાવાથી જીવતો હતો. જોકે તેની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસે કેસ નોંધીને ગંભીરતાથી તપાસ કરી હતી. પોલીસે આરોપી અને પીડિતાનું ડીએનએ પ્રોફાઇલિંગ કર્યું અને કોર્ટમાં કુલ 24 પ્રોસિક્યુશન સાક્ષી રજૂ કર્યા. કોઈ પણ સાક્ષીએ જુબાની આપવાનો ઇનકાર કર્યો ન હતો. હવે ગુનેગારને ફાંસીની સજા આપવામાં આવી છે.

પણ વાંચો: UGC NET 2021 Admit Card: NET પરીક્ષાનું એડમિટ કાર્ડ ટૂંક સમયમાં આવશે, તમે આ રીતે કરી શકશો ડાઉનલોડ

આ પણ વાંચો: પંજાબ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખપદેથી નવજોતસિંહ સિદ્ધુએ આપ્યુ રાજીનામુ, કેપ્ટન અમરિંદરે કહ્યુ-પંજાબ જેવા સરહદી રાજ્ય માટે તેઓ અનુકુળ નથી

Published On - 9:04 pm, Tue, 28 September 21

Next Article