બિહારના મુઝફ્ફરપુરમાં દારુ પીવાથી 4ના મોત, નકલી દારૂ પીવાથી ચારેય લોકોના મોત થયાનો અંદાજ

|

Nov 09, 2021 | 7:02 PM

આ ઘટના કાંતિ પોલીસ સ્ટેશન વિસ્તારની છે. સિરસિયા ગામમાં ત્રણ અને બરિયારપુર ગામમાં એક વ્યક્તિનું મોત થયું છે. મામલો સામે આવ્યા બાદ વહીવટીતંત્રમાં દોડધામ મચી ગઈ હતી.

બિહારના મુઝફ્ફરપુરમાં દારુ પીવાથી 4ના મોત, નકલી દારૂ પીવાથી ચારેય લોકોના મોત થયાનો અંદાજ
4-killed-in-bihars-muzaffarpur-relatives-say-all-drank

Follow us on

બિહાર(Bihar)માં ફરી એકવાર દારુ(liquor)ના કારણે 4 વ્યક્તિના મોત થયા છે. ગોપાલગંજ(Gopal Ganj) બેતિયા અને સમસ્તીપુરમાં સતત મોત બાદ હવે ફરી એકવાર મુઝફ્ફરપુરમાં ઝેરી દારૂના કારણે મોતનો મામલો સામે આવ્યો છે. મૃતકોના સંબંધીજનોનું કહેવુ છે કે નકલી દારૂ પીવાથી ચારેય લોકોના મોત થયા છે.

સંબંધીઓએ સ્વીકાર્યુ
સોમવારે સવારે મુઝફ્ફરપુર જિલ્લામાં બે લોકોના શંકાસ્પદ સંજોગોમાં મોત થયા હતા. તેમજ અન્ય કેટલાક લોકોને સારવાર આપવામાં આવી હતી. જ્યારે બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યુ હતું. આ દરમિયાન સારવાર કરાયેલા લોકોના સંબંધીઓએ કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો હતો. પરંતુ, હવે સમગ્ર મામલામાં વધુ વિગતો સામે આવી રહી છે. આ લોકોએ ઝેરી દારૂ પીધો હોવાનું ખુલ્યુ છે. વધુ બે લોકોના મોત નીપજતાં તેમના સગા-સંબંધીઓએ આગળ આવીને જણાવ્યું છે કે મૃત્યુ પામેલાઓએ દારૂ પીધો હતો.

કાંતિ પોલીસ સ્ટેશન વિસ્તારની ઘટના
સમગ્ર ઘટના કાંતિ પોલીસ સ્ટેશન વિસ્તારની છે. આ વિસ્તારના સિરસિયા ગામમાં ત્રણ અને બરિયારપુર ગામમાં એક વ્યક્તિનું મોત થયું છે. તેનું મોત દારૂ પીવાના કારણે થયું હોવાનું પરિવારજનોનું કહેવું છે. સવારે મૃત્યુ પામેલા બે લોકોમાં સિરસિયા ગામના સુમિત રાય ઉર્ફે ગોપી અને અશોક કુમારનો સમાવેશ થાય છે. હવે હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામેલા બે લોકોના નામ સિરસિયા ગામના દિલીપ રાય અને રામબાબુ રાય છે.

પત્નીએ પણ પતિના દારૂ પીવાનો સ્વીકાર કર્યો
મૃતક સુમિત રાયની પત્ની શોભા દેવીએ કહ્યું છે કે તેના પતિએ દારૂ પીધો હતો. આ પછી તેના શરીરમાં દુખાવો થવા લાગ્યો અને પછી અચાનક તેને લોહીની ઉલ્ટી થવા લાગી. જે બાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

શોભા દેવીનો પતિ સુમિત કડિયાકામ કરતો હતો. સોમવારે જ તેણે ગામના કેટલાક લોકો સાથે દારૂ પીધો હતો. આ કિસ્સામાં, ગ્રામજનોનું કહેવું છે કે શહેરમાં 6 લોકો સારવાર હેઠળ છે. જેમાં અન્ય એક વ્યક્તિની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. કેસમાં એસએસપી જયંતકાંતે કહ્યું છે કે શંકાસ્પદ સંજોગોમાં લોકોના મોતની માહિતી છે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું કારણ કહી શકાશે.

 

આ પણ વાંચોઃ CBSE 10th 12th Term-1 Admit Card 2021: CBSE ટર્મ-1 પરીક્ષાનું એડમિટ કાર્ડ થયું જાહેર, આ રીતે કરો ડાઉનલોડ

આ પણ વાંચોઃ Surat: મંત્રી મુકેશ પટેલની ફરિયાદ બાદ પેટ્રોલપંપ કંપની આવી હરકતમાં, નયારા કંપનીએ જાતે જ બંધ કર્યો પંપ

 

Published On - 7:01 pm, Tue, 9 November 21

Next Article