3 કરોડની લૂંટની ઘટના બાદ પોલીસ એક્શનમાં, અંકલેશ્વર ત્રણ રસ્તા સર્કલ નજીક પોલીસને જોઈ ભાગતા એક શંકાસ્પદની અટકાયત કરાઈ

|

Nov 10, 2020 | 4:47 PM

અંકલેશ્વરમાં ફાયનાન્સ કંપનીમાં રૂપિયા ૩.૨૯ કરોડનાં સોનાની લુટના મામલામાં પોલીસ તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે.પોલીસની ત્રણ ટીમ લુટારુઓનું પગેરું મેળવવા કામે લાગી છે તો હરકતમાં આવેલી પોલીસે તમામ પોઇન્ટ ઉપર વાહન ચેકિંગ શરૂ કર્યું છે જે દરમ્યાન પોલીસને જોઈ ભાગતા શંકાસ્પદ ઇસમની પોલીસે અટકાયત કરી છે અંકલેશ્વરની ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાઇનાન્સ લિમિટેડ (IIFL) માં 282 […]

3 કરોડની લૂંટની ઘટના બાદ પોલીસ એક્શનમાં, અંકલેશ્વર ત્રણ રસ્તા સર્કલ નજીક પોલીસને જોઈ ભાગતા એક શંકાસ્પદની અટકાયત કરાઈ

Follow us on

અંકલેશ્વરમાં ફાયનાન્સ કંપનીમાં રૂપિયા ૩.૨૯ કરોડનાં સોનાની લુટના મામલામાં પોલીસ તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે.પોલીસની ત્રણ ટીમ લુટારુઓનું પગેરું મેળવવા કામે લાગી છે તો હરકતમાં આવેલી પોલીસે તમામ પોઇન્ટ ઉપર વાહન ચેકિંગ શરૂ કર્યું છે જે દરમ્યાન પોલીસને જોઈ ભાગતા શંકાસ્પદ ઇસમની પોલીસે અટકાયત કરી છે

અંકલેશ્વરની ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાઇનાન્સ લિમિટેડ (IIFL) માં 282 ગ્રાહકોએ ગિરવી મૂકેલા રૂા. 3.29 કરોડના સોનાના દાગીના અને રોકડ રૂા. 1.79 લાખ મળી રૂા. 3.31ની મતાની લૂંટ ચલાવી ટોપી-માસ્ક ધારી લૂંટારાઓ 6 કર્મચારીને બંધક બનાવી ફરાર થઇ ગયા હતાં.આ મામલામાં દિલધડક સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા.બનાવ અંગે અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોધાયા બાદ પોલીસ તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે.ડી.વાય.એસ.પી.ચિરાગ દેસાઈનાં સુપરવિઝન હેઠળ કુલ ત્રણ ટીમ બનાવવામાં આવી છે અને તપાસ શરુ કરવામાં આવી છે.પોલીસ દ્વારા લુટારૂઓ જે રૂટ પર ભાગ્યા હતા એ રૂટ પર આવતા વિવિધ પોઈન્ટના સીસીટીવી કેમેરા ચકાસવામાં આવી રહ્યા છે  આ તરફ પોલીસ દ્વારા વાહન ચેકિંગ પણ સઘન બનાવવામાં આવ્યું છે અંકલેશ્વરમાં વિવિધ સ્થળે પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.આ દરમ્યાન અંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલ નજીક પોલીસને જોઈ ભાગતા એક શંકાસ્પદ ઇસમને પોલીસે ઝડપી પાડી તપાસ શરુ કરી હતી.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article