Kutch: જખૌના દરિયા કિનારેથી વધુ 20 બિનવારસી ચરસના પેકેટ મળ્યા, સુરક્ષા એજન્સીઓ સતર્ક

|

Apr 19, 2022 | 6:15 PM

જખૌના સિદોડી દરિયામાંથી વધુ 20 બિનવારસી ચરસના પેકેટ મળ્યા છે. આ 20 પેકેટમાંથી 18 પેકેટ બંધ હાલતમાં છે જ્યારે 2 પેકેટ તુટેલી હાલતમાં મળ્યા છે.

પાકિસ્તાન સાથે બોર્ડર ધરાવતા કચ્છ (Kutch) જિલ્લાના દરિયાકિનારા પરથી અવારનવાર ચરસના પેકેટ મળવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે ફરી એકવાર સ્ટેટ આઈબીને (State IB) ચરસના પેકેટ મળ્યા છે. જખૌના દરિયામાંથી વધુ 20 બિનવારસી ચરસના (Drugs) પેકેટ મળ્યા છે. જખૌ દરિયામાંથી ચરસના પેકેટ મળી આવતા સુરક્ષા એજેન્સીઓ (Security agency) સતર્ક બની ગઈ છે. સાથે જખૌ મરીન પોલિસ દ્વારા વધુ તપાસ હાથ ધરી છે.

કચ્છ જિલ્લાના દરિયાકિનારા પર અવારનવાર ચરસના પેકેટ મળવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે ફરીથી આજે સ્ટેટ આઈબીને ચરસના પેકેટ મળ્યા છે. જખૌના સિદોડી દરિયામાંથી વધુ 20 બિનવારસી ચરસના પેકેટ મળ્યા છે. આ 20 પેકેટમાંથી 18 પેકેટ બંધ હાલતમાં છે જ્યારે 2 પેકેટ તુટેલી હાલતમાં મળ્યા છે. જખૌ દરિયામાંથી સતત મળી આવતા ચરસના પેકેટને લઈને એજેન્સીઓ સતર્ક બની ગઈ છે. આજે મળી આવેલા 20 ચરસના પેકેટની તપાસ કરવા માટે એજેન્સીઓમાં દોડધામ મચી ગઈ છે. આ સાથે જખૌ મરીન પોલિસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ છે.

અગાઉ પણ કચ્છના દરિયાકિનારેથી અનેક વાર ચરસના પેકેટ મળી આવ્યા છે. જખૌના સિદોડી દરિયામાંથી વધુ 20 બિનવારસી ચરસના પેકેટ મળતાં હવે ફરીથી સવાલ ઉભો થયો છે કે, આ ચરસના પેકેટ ક્યાંથી આવે છે. સાથે જ એ પણ મોટો સવાલ છે કે, આ ચરસના પેકેટ દરિયામાં કેવી રીતે પહોંચે છે અને કોણ ફેંકે છે.

આ પણ વાંચોઃ Amreli: વડીયામાં માં-બાપ વિનાની 11 દિકરીઓના યોજાયા શાહી સમુહ લગ્ન

આ પણ વાંચોઃ અમદાવાદ : ઐતિહાસિક ડ્રામા ફિલ્મ નાયિકા દેવીઃ ધ વોરિયર ક્વીનનું ટ્રેલર દર્શકો સમક્ષ રજુ થયું

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Video