16 મહિલાની હત્યા અને અગાઉ 21 વખત ઝડપાઈ ચુકેલો સાઈકો કિલર ઝડપાયો, જાણો સનસનીખેજ વિગતો

16 મહિલાની હત્યા કરનારા હવસખોર સાઈકો સિરિયલ કિલરની હૈદરાબાદ પોલીસે ધરપકડ કરી છે. તે એકલી મહિલાઓને પોતાનો શિકાર બનાવતો હતો.એકલી મહિલાઓને દારૂ પીવડાવીને શારીરિક સંબંધ બાંધતો અને ત્યારબાદ બેરહેમીપૂર્વક તેની હત્યા કરી નાખતો હતો.

Chandrakant Kanoja

| Edited By: Pinak Shukla

Jan 27, 2021 | 7:50 PM

16 મહિલાની હત્યા કરનારા હવસખોર સાઈકો સિરિયલ કિલરની Hyderabad  પોલીસે ધરપકડ કરી છે. તે એકલી મહિલાઓને પોતાનો શિકાર બનાવતો હતો.એકલી મહિલાઓને દારૂ પીવડાવીને શારીરિક સંબંધ બાંધતો અને ત્યારબાદ બેરહેમીપૂર્વક તેની હત્યા કરી નાખતો હતો.ચોંકાવનારી વાત તો એ છે કે અત્યાર સુધી તે 16 મહિલાઓની હત્યા કરી ચૂક્યો છે. આ સાઈકો કિલર શખ્સનું નામ માઈના રામુલૂ છે. Hyderabad અને રાચકોંડા પોલીસે સંયુક્ત રીતે તેની ધરપકડ કરી છે. પોલીસનો દાવો છે કે અગાઉ આ શખ્સની 21 વખત ધરપકડ થઈ ચૂકી છે. બે વખત સજા મળી છે. જેમાં એકવખત આજીવન કેદની પણ સજા મળી હતી. વર્ષ 2003માં પહેલી હત્યા કરી હતી. ત્યારબાદ હત્યાનો સિલસિલો ચાલતો ગયો અને વર્ષ 2011માં તેને આજીવન કેદની સજા મળી.સજા દરમિયાન રામુલૂ મેન્ટલ હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયો હતો.રામુલૂ સંગારેડ્ડી જિલ્લાના આરુટલા ગામનો વતની છે.

 

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati