AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime Story: માત્ર એક જ મિનિટમાં કારમાંથી 13 લાખની ચોરી, ચોરોના કારનામા જોઈને તમે પણ ચોંકી જશો-Watch Video

પોલીસના જણાવ્યા અનુસાર આ કાર BMW X5માંથી ચોરી થઈ હતી. આ કારની કિંમત 1 કરોડથી વધુ છે અને ચોરોએ કારમાંથી લાખો રૂપિયાની ચોરી કરી હતી. આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ચોંકાવનારી વાત એ છે કે આ ચોરી ધોળા દિવસે થઈ હોવા છતાં કોઈએ તેની નોંધ લીધી ન હતી અને ચોરો લાખોનો માલસામાન લઈને ફરાર થઈ ગયા હતા. એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે કે, રોડ પર પાર્ક કરેલી BMW કારમાંથી બે ચોરો રૂપિયા 13 લાખની ચોરી કરીને નાસી છુટ્યા છે.

Crime Story: માત્ર એક જ મિનિટમાં કારમાંથી 13 લાખની ચોરી, ચોરોના કારનામા જોઈને તમે પણ ચોંકી જશો-Watch Video
banglore crime news
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 24, 2023 | 9:50 AM
Share

હાલમાં સમગ્ર દેશમાં ગુનાઓનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે. લૂંટફાટ, ચોરી, પોકેટની ચોરી, ગુનાઓ જેવી અનેક ઘટનાઓ આજકાલ આપણા કાને પડી રહી છે. ચોરીની આવી જ એક ઘટના બેંગ્લોરમાં બની હતી. ચોંકાવનારી વાત એ છે કે આ ચોરી ધોળા દિવસે થઈ હોવા છતાં કોઈએ તેની નોંધ લીધી ન હતી અને ચોરો લાખોનો માલસામાન લઈને ફરાર થઈ ગયા હતા. એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે કે, રોડ પર પાર્ક કરેલી BMW કારમાંથી બે ચોરો રૂપિયા 13 લાખની ચોરી કરીને નાસી છુટ્યા છે.

તપાસનો દોર ચાલુ

20 ઓક્ટોબરે બનેલી સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. ચોરોએ માત્ર એક જ મિનિટમાં ચોરીને અંજામ આપ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે અને સ્થાનિક પોલીસે જણાવ્યું કે તપાસ ચાલુ કરાવી દીધી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ટૂંક સમયમાં આ મામલો બહાર આવશે અને આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.

અહીં જુઓ વીડિયો……….

(Credit Source : @ANI)

શું છે તે વીડિયોમાં?

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં એક BMW કાર રોડની બાજુમાં પાર્ક કરેલી જોવા મળે છે. ત્યારે બે યુવકો બાઇક પર આવ્યા હતા. એક યુવક તેની બાઇક પરથી ઉતર્યો અને BMWની આસપાસ ચક્કર લગાવી હતી. જ્યારે તેનો અન્ય સાથીદાર આજુબાજુ જોઈ રહ્યો હતો. આ પછી પહેલા યુવકે કારની ડ્રાઇવિંગ સીટ તરફનો કાચ તોડી નાખ્યો અને કારની અંદર કૂદી ગયો.

રસ્તા પરના લોકોને ખબર નહોતી

તેણે તે કારમાંથી બેગ કાઢી. ત્યાં સુધીમાં તેનો મિત્ર આજુબાજુ ઉભો રહીને જોઈ રહ્યો હતો. પછી પહેલા યુવકે અંદરથી બીજી બેગ કાઢી. બંને બેગ હાથમાં પકડીને તે ઝડપથી બાઇક પર બેસી ગયો હતો અને બંને તરત જ ત્યાંથી ફરાર થઇ ગયા હતા. આ સમગ્ર ઘટના આગળના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ચોંકાવનારી વાત એ છે કે આ ચોરી ધોળાં દિવસે થઈ હતી. તે સમયે થોડે દૂર કેટલાક લોકો ઉભા હતા, પરંતુ તેમને તેની કોઈ જાણ નહોતી. ચોર ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા.

વિશિષ્ટ સાધનોથી તોડ્યો કાચ

પોલીસે જણાવ્યું કે, જે કારમાંથી તે ચોરી થઈ હતી તે કાર BMW X5 હતી. તેની કિંમત એક કરોડ રૂપિયાથી વધુ છે. કારના કાચ તોડવા માટે ચોરે ખાસ સાધનનો ઉપયોગ કર્યો છે. કાચ તોડીને તે બારીમાંથી કારમાં પ્રવેશ્યો હતો. આ સમયે ટુ-વ્હીલર પર બેઠેલો તેનો અન્ય સાથીદાર અહીં-તહીં લોકો પર નજર રાખી રહ્યો હતો. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ક્રાઈમના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">