Good News : Zydus Cadila સરકાર સાથેની વાતચીત બાદ કિંમત ઘટાડવા તૈયાર, જાણો શું છે ZyCov-Dના એક ડોઝની કિંમત
Zydus Cadila સરકાર સાથે ચાલી રહેલી વાટાઘાટોને કારણે તેની કોરોના રસી ZyCov-Dની કિંમત ઘટાડવા સંમત થઈ છે. જો કે, આખરી સમજૂતી થવાની બાકી છે. જાણો આ રસીની કિંમત કેટલી હશે.
Zydus Cadila સરકાર સાથે ચાલી રહેલી વાટાઘાટોને કારણે તેની કોરોના રસી ZyCov-Dની કિંમતો ઘટાડવા સંમત થઈ છે. મીડિયા રિપોર્ટ અનુસાર, Zydus Cadila તેની વેક્સિનની કિંમત પ્રતિ ડોઝ 265 રૂપિયા ઘટાડવા માટે સંમત થઈ ગઈ છે. જો કે, આખરી સમજૂતી થવાની બાકી છે.
સૂત્રોએ રવિવારે જણાવ્યું હતું કે, સોય-મુક્ત ZyCov-D રસીના દરેક ડોઝને પહોંચાડવા માટે 93 રૂપિયાની કિંમતના ડિસ્પોઝેબલ પીડારહિત જેટ એપ્લિકેટરની જરૂર પડશે,. આ સાથે ZyCov-D રસીની કિંમત પ્રતિ ડોઝ 358 રૂપિયા થશે.
એક મીડિયા રિપોર્ટ અનુસાર, અમદાવાદ સ્થિત ફાર્માસ્યુટિકલ કંપની ઝાયડસ કેડિલાએ અગાઉ તેની ત્રણ ડોઝની દવા માટે 1,900ની કિંમત ઓફર કરી હતી. સૂત્રોનું માનીએ તો, કંપની સાથે સરકારની ચાલી રહેલી વાટાઘાટો રંગ લાવી છે.
એક ડોઝની કિંમત 358 રૂપિયા હશે
Zydus Cadila એ તેની કોરોના રસી ZyCov-D ના દરેક ડોઝની કિંમત 358 રૂપિયા નક્કી કરી છે. આ કિંમતમાં ડિસ્પોઝેબલ જેટ એપ્લીકેટરની કિંમત 93 રૂપિયા પણ સામેલ છે. આ સોય વિનાની રસી આ ડિસ્પોઝેબલ જેટ એપ્લીકેટર દ્વારા આપવામાં આવશે. જો કે, રસીની કિંમતો અંગે સત્તાવાર અંતિમ નિર્ણય આવવાનો બાકી છે.
વિશ્વની પ્રથમ ડીએનએ આધારિત વેક્સિન
એવું માનવામાં આવે છે કે ZyCov-D રસીની કિંમત પર અંતિમ નિર્ણય આ અઠવાડિયે લેવામાં આવી શકે છે. સૂત્રોએ જણાવ્યું કે આ રસીના ત્રણ ડોઝ 28 દિવસના અંતરાલમાં આપવામાં આવશે. આ રસી સંપૂર્ણપણે સ્વદેશી છે. તે વિશ્વની પ્રથમ ડીએનએ-આધારિત સોય-મુક્ત એન્ટિ-કોવિડ-19 રસી છે.
કિશોરોના વેક્સિનેશનનો માર્ગ ખુલ્યો ડ્રગ રેગ્યુલેટરે 20 ઓગસ્ટે દેશમાં ઝાયડસ કેડિલાની રસી ZyCov-Dના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપી હતી. દેશમાં 12 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોને આપવામાં આવતી આ પ્રથમ સ્વદેશી એન્ટિ-કોવિડ રસી છે. NTAGI 12 વર્ષથી વધુ વયના કિશોરો માટે રસીકરણ ઝુંબેશમાં આ રસીનો સમાવેશ કરવા માટે પ્રોટોકોલ અને માળખું વિકસાવશે.
અત્યાર સુધીમાં બે રસી વડે રસીકરણ કરવામાં આવી રહ્યું છે
રસીકરણ પર નેશનલ ટેકનિકલ એડવાઇઝરી ગ્રુપ તરફથી લીલી ઝંડી મળતાં જ તેને કોરોના વાયરસ વેક્સિનેશન અભિયાનમાં સામેલ કરવામાં આવશે. હાલમાં, સરકાર પ્રતિ ડોઝ રૂ. 205ના ભાવે કોવિશિલ્ડ અને રૂ. 215 પ્રતિ ડોઝના ભાવે કોવેક્સિન ખરીદી રહી છે.
ZyCov-D 28 દિવસના અંતરાલ પર આપવામાં આવશે કેન્દ્ર સરકાર કંપનીઓ પાસેથી રસી ખરીદે છે અને તેને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મફતમાં ઉપલબ્ધ કરાવે છે. અત્યાર સુધીમાં 112 કરોડ ડોઝ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. સરકાર કહે છે કે તે સમગ્ર દેશમાં COVID-19 રસીકરણની ગતિને વેગ આપવા અને તેના કાર્યક્ષેત્રને વિસ્તૃત કરવા માટે પ્રતિબદ્ધ છે.
વિશ્વની પ્રથમ ડીએનએ આધારિત રસી સંપૂર્ણપણે સ્વદેશી રીતે વિકસિત Xycov-D એ વિશ્વની પ્રથમ ડીએનએ આધારિત રસી છે. આ 28 દિવસના અંતરાલથી આપવામાં આવશે.
આ પણ વાંચો : G20 Summit : રોમમાં આયોજિત G20 શિખર સંમેલનનું સમાપન, 2022માં ઇન્ડોનેશિયા અને 2023માં ભારતમાં થશે આયોજન
આ પણ વાંચો : Viral video : વરમાળા દરમિયાન વરરાજાએ દુલ્હનને જીતવા માટે કર્યું કંઈક આવું, વીડિયો જોઈને તમે પણ હસીને લોટપોટ થઇ જશો