વલસાડ : બર્થડે પાર્ટીમાં કોરોના ગાઈડલાઈનનો ભંગ, બિલ્ડર બિપિન પટેલની કન્સ્ટ્રકશન સાઈટ પર ઉજવણી

| Edited By: | Updated on: Jan 08, 2022 | 2:33 PM

જૂજવાં ગામના બિન હરીફ ચૂંટાયેલા સભ્ય સુનિલના જન્મદિવસની  (Bithday Celebration) ઉજવણી કરવામાં આવી હતી. અટક-પારડીમાં બિલ્ડર બિપિન પટેલની કન્ટ્રક્શન સાઈટ (Construction site)પર બર્થ ડેની ઉજવણી કરવામાં આવી.

VALSAD : એક તરફ કોરોના (Corona) પોતાનું ભયાનક સ્વરૂપ બતાવી રહ્યો છે.દેશ સહિત ગુજરાતમાં પણ દિવસે દિવસે કોરોનાનો રાફડો ફાટી રહ્યો છે.ત્યારે બીજી તરફ લોકો જેમ જેમ કોરોનાના કેસ વધી રહ્યાં છે તેમ તેમ બેફિકર બની રહ્યાં છે. લોકોની આ બેદરકારી ભારે પડી શકે છે. આવા જ કંઇક દ્રશ્યો વલસાડમાંથી સામે આવ્યાં છે. વાત એમ છે કે જૂજવાં ગામના બિન હરીફ ચૂંટાયેલા સભ્ય સુનિલના જન્મદિવસની  (Bithday Celebration) ઉજવણી કરવામાં આવી હતી. અટક-પારડીમાં બિલ્ડર બિપિન પટેલની કન્ટ્રક્શન સાઈટ (Construction site)પર બર્થ ડેની ઉજવણી કરવામાં આવી. જેમાં કોરોના ગાઈડલાઈનના (Corona guideline) લીરેલીરા ઉડ્યા. એટલું જ નહીં માસ્ક વિના મોટી સંખ્યામાં લોકો ડીજેના તાલે ઝૂમ્યા.અને સામાજિક અંતરના પણ ધજાગરા ઉડાવ્યાં.બિલ્ડરની સાઈટ પર બર્થડેની ઉજવણીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

મહેસાણામાં ભાજપ નેતાઓેએ નિયમો નેવે મુક્યા

મહેસાણા (Mehsana)ના ખેરાલુમાં કોરોનાને આમંત્રણ આપતા દ્રશ્યો સામે આવ્યા છે. ખેરાલુ તાલુકાના મંદ્રોપુર ખાતે નાઈટ ટુર્નામેન્ટ (night Tournament) દરમિયાન ભાજપના નેતાઓએ (BJP leader) કોરોનાના નિયમો (Corona rules)ને નેવે મુક્યા હોવાના દ્રશ્યો જોવા મળ્યા છે.

મહેસાણાના ખેરાલુમાં યોજાયેલા કાર્યક્રમના દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ભાજપ નેતા અલ્પેશ ઠાકોર અને અજમલજી ઠાકોરની હાજરીમાં નિયમોનો કેવી રીતે સરેઆમ ભંગ થઈ રહ્યો છે. મંદ્રોપુર ખાતે નાઈટ ક્રિકેટ ટુનામેન્ટના ઓપનિંગ કાર્યકમમાં સામાજિક અંતરના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. ભાજપ નેતા અલ્પેશ ઠાકોરની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં લોકો કાર્યક્રમમાં ઉમટ્યા હતા. સાથે જ આ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સના પણ ધજાગરા ઉડાવ્યાં હતા.

 

આ પણ વાંચો : Mehsana: ભાજપના નેતા અલ્પેશ ઠાકોર અને અજમલજી ઠાકોરે કોરોના નિયમોના ઉડાવ્યા ધજાગરા, નેતાઓ પર કેમ નથી થતી કાર્યવાહી?

આ પણ વાંચો : Sabarkantha: હિંમતનગરના 17 ખેડૂત સાથે રૂપિયા 65 લાખથી વધુ રૂપિયાની થઈ છેતરપિંડી

Published on: Jan 08, 2022 02:09 PM