વિશાખાપટ્ટનમમાં નવા કોરોના સ્ટ્રેને મચાવ્યો હડકંપ, 3-4 દિવસમાં જ દર્દીઓની હાલત ખરાબ

|

May 22, 2021 | 11:22 AM

કોરોના વાયરસના આ નવા સ્ટ્રેન (new corona strain) ને કારણે વિશાખાપટ્ટનમમાં દર્દીઓની હાલત 3-4 દિવસમાં ખરાબ થઈ રહી છે.

વિશાખાપટ્ટનમમાં નવા કોરોના સ્ટ્રેને મચાવ્યો હડકંપ, 3-4 દિવસમાં જ દર્દીઓની હાલત ખરાબ
FILE PHOTO

Follow us on

આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેન (new corona strain) ને કારણે હડકંપ મચી ગયો છે. કોરોના વાયરસના આ નવા સ્ટ્રેન ને કારણે વિશાખાપટ્ટનમમાં દર્દીઓની હાલત 3-4 દિવસમાં ખરાબ થઈ રહી છે.

કોરોના વાયરસનો નવો સ્ટ્રેન N440K
સેલ્યુલર અને મોલેક્યુલર બાયોલોજી સેન્ટરે કોરોના વાયરસના નવા સ્ટ્રેન N440K વિશેજનાકારી આપી છે. વિશાખાપટ્ટનમમાં કોરોના વાયરસના આ નવા સ્ટ્રેન (new corona strain) ને કારણે હડકંપ મચી ગયો છે. કોરોનાનો આ નવો સ્ટ્રેન પ્રથમવાર કુર્નૂલમાં જોવા મળ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે કોરોના વાયરસના અન્ય સ્ટ્રેન કરતા 15 ગણો વધુ ઝડપથી ફેલાય છે.એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તે ભારતના B1.617 અને B1.618 વેરિએન્ટ કરતા ઘણો ઝડપથી ફેલાય છે.

3-4 દિવસમાં જ દર્દીઓની હાલત ખરાબ
કોરોના વાયરસના આ નવા સ્ટ્રેન (new corona strain) ને કારણે વિશાખાપટ્ટનમમાં દર્દીઓની હાલત 3-4 દિવસમાં ખરાબ થઈ રહી છે. જિલ્લામાં કોરોનાના વિશેષ અધિકારી પી.વી.સુધાકરે કહ્યું કે તેમણે જોયું છે કે નવા વેરિયન્ટ્સ કરતાં આ વાયરસનું ઇન્કયુબેશન ખૂબ ઓછું છે. એટલે કે આ વેરિઅન્ટના સંક્રમણ પછી લોકો કોરોનાનાં ચિહ્નો બતાવવાનું શરૂ કરે છે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

પહેલાના કેસોમાં કોવિડ-19 થી અસરગ્રસ્ત દર્દીને હાયપોક્સિયા અથવા ડિસ્પેનીયાના તબક્કે પહોંચવામાં ઓછામાં ઓછો એક અઠવાડિયા જેટલો સમય લાગતો હતો. પરંતુ હવે દર્દીઓ ત્રણ કે ચાર દિવસની અંદર ગંભીર હાલતમાં પહોંચી રહ્યા છે. સુધાકરે કહ્યું કે આનાથી ઓક્સિજન અને આઈસીયુ બેડ પરનો ભાર વધી રહ્યો છે.

ઝડપથી ફેલાઈ રહ્યો છે આ નવો સ્ટ્રેન
જિલ્લા કલેકટર વી.વિનય ચંદે જણાવ્યું હતું કે, હાલ કોરોના વાયરસના આ નવા સ્ટ્રેન (new corona strain) વિશે વધુ માહિતી મેળવવામાં આવી રહી છે. કેટલાક નમૂનાઓ તપાસ માટે CCMB ને મોકલાયા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ગયા વર્ષે વિશાખાપટ્ટનમમાં આ સ્ટ્રેન ન હતો. પરંતુ આ વખતે આ નવો વેરિએન્ટ લોકોને ખૂબ પરેશાન કરી રહ્યો છે.

નિષ્ણાતો એમ પણ કહે છે કે ટૂંક સમયમાં આ વાયરસથી 5-6 લોકોને ચેપ લાગ્યો છે. ડોક્ટર સુધાકર કહે છે કે આ વેરિઅન્ટ ખૂબ ઝડપથી ફેલાય છે અને તે કોઈને છોડતો નથી. તે યુવાવર્ગ પર મોટી અસર કરી રહ્યો છે. આવા લોકો પણ આ વેરિએન્ટનો શિકાર બની રહ્યા છે જે ફિટનેસ ફ્રીક છે.

આ પણ વાંચો : નાકમાં લીંબુના રસના ટીપા નાખવાથી ખતમ થઇ જશે Corona Virus? જાણો આ દાવામાં સાચું કેટલું છે

Published On - 4:14 pm, Tue, 4 May 21

Next Article