નાકમાં લીંબુના રસના ટીપા નાખવાથી ખતમ થઇ જશે Corona Virus? જાણો આ દાવામાં સાચું કેટલું છે

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે નાકમાં લીંબુનો રસ (LEMON DROPS) નાખવાથી કોરોના વાયરસનો ચેપ તરત જ સમાપ્ત થઈ જશે.

નાકમાં લીંબુના રસના ટીપા નાખવાથી ખતમ થઇ જશે Corona Virus? જાણો આ દાવામાં સાચું કેટલું છે
FILE IMAGE
Follow Us:
| Updated on: May 03, 2021 | 8:32 PM

LEMON DROPS : આજકાલ એક વિડિઓ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે નાકમાં લીંબુના રસના ટીપા નાખવાથી કોરોના વાયરસનો ચેપ તરત જ સમાપ્ત થઈ જશે. આ વીડિયો એવા સમયે વાયરલ થઈ રહ્યો છે જ્યારે દેશમાં નવા કેસ અને મૃત્યુમાં રેકોર્ડ બ્રેક આંકડાઓ નોંધાઈ રહ્યા છે. નોંધપાત્ર વાત એ છે કે દેશના તમામ રાજ્યોમાં 18 વર્ષથી ઉપરના બધા લોકોને રસી આપવામાં આવી રહી છે. પરંતુ નાકમાં લીંબુના રસના ટીપા (LEMON DROPS ) નાખીને કોરોના વાયરસનો ચેપ મટાડી શકાય છે?

જાણો શું દાવો કરવામાં આવી રહ્યો છે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહેલા વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે નાકમાં લીંબુનો રસ (LEMON DROPS) નાખવાથી કોરોના વાયરસ તાત્કાલિક નાબૂદ થાય છે. સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં એક તિલકધારી સાધુબાબા દાવો કરી રહ્યા છે કે “લીંબુ લો અને તેના રસના બે-ત્રણ ટીપા તમારા નાકમાં નાખો. તેને મૂક્યાના માત્ર 5 સેકંડ પછી, તમે જોશો કે તમારા નાક, કાન, ગળા અને હૃદયના બધા ભાગો શુદ્ધ થઈ જશે.”

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

વળી, વીડિયોમાં સાધુ એમ પણ જણાવી રહ્યાં છે કે જો તમને ચેપને લીધે ગળું, નાક જામ થવું, ગળામાં દુખાવો અથવા તાવ આવે તો આ નુસખો બધી સમસ્યાઓ સામે રાહત આપશે. તમારે તેનો ઉપયોગ કરવો જ જોઇએ, આજ સુધી મેં આ ઘરેલુ ઉપાયનો ઉપયોગ કરતા મરતા લોકો જોયા નથી. આ નુસખો નાક, કાન, ગળા અને હૃદયના ઉપચાર માટે છે. બાકી તમે જે કરવા માંગો છો તે કરો, પરંતુ તેને અજમાવી જુઓ.

જાણો આ દાવામાં સાચું કેટલું? ફેક ન્યુઝને ઓળખવા માટે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (પીઆઈબી) એ કેન્દ્ર સરકારના મંત્રાલયો, વિભાગો અને યોજનાઓ અંગેના સમાચારોની ચકાસણી કરવા માટે પીઆઈબી ફેક્ટ ચેક ટીમ તરીકે ઓળખાતું ‘ફેક્ટ ચેક યુનિટ’ બનાવ્યું છે. પીઆઈબી ફેક્ટ ચેક ટીમે તેના ટ્વિટર હેન્ડલ પર આખી તપાસ શેર કરી છે. પીઆઈબી ફેક્ટ ચેક ટીમે ટ્વિટ કરીને કહ્યું કે વીડિયોમાં કરવામાં આવેલા દાવા નકલી છે. એવા કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી કે નાકમાં લીંબુનો રસ (LEMON DROPS) ઉમેરીને કોવિડ -19 નાબૂદ કરી શકાય છે.

ડોક્ટરની સલાહ લો, જાતે ડોક્ટર ન બનો કોરોના રોગચાળાની બીજી લહેરમાં વાયરસના ચેપને રોકવા માટે સોશિયલ મીડિયા પર વાયરલ થતા વિવિધ પ્રકારના નુસખાઓ લોકો ડોક્ટરની સલાહ લીધા વગર ઘરે અજમાવી રહ્યા છે. પરંતુ કોઈ પણ નુસખા અપનાવતા પહેલાં તેના વિશે યોગ્ય રીતે જાણવું તમારા સ્વાસ્થ્ય માટે વધુ સારું રહેશે. કારણ કે કેટલીક વસ્તુઓ વિશે જાણ્યા વગર તમારા સ્વાસ્થ્ય પર પણ જોખમી અસર કરી શકે છે. તેથી કોરોનાની સારવાર માટે કોઈપણ પ્રકારની વસ્તુનો ઉપયોગ કરતા પહેલા, તમારે ડોક્ટરની સલાહ લેવી જ જોઇએ.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">