AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

“વેક્સિન લગાવો અને મેળવો ઈનામ” : વેક્સિનેશનને વેગ આપવા આ રાજ્યએ કરી અનોખી પહેલ

મણિપુરમાં કોરોના સામે રક્ષણ આપતી વેક્સિન માટે લોકોને પ્રોત્સાહન આપવા માટે અનોખી પહેલ કરવામાં આવી છે, જેમાં કોરોના વેક્સિન લેનારને ઈનામ આપવામાં આવશે.

વેક્સિન લગાવો અને મેળવો ઈનામ : વેક્સિનેશનને વેગ આપવા આ રાજ્યએ કરી અનોખી પહેલ
Vaccination (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 17, 2021 | 12:55 PM
Share

Manipur : વિશ્વભરમાં કોરોના વેક્સિન માટે લોકોને પ્રોત્સાહન આપવા માટે વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી છે.ત્યારે હાલમાં મણિપુરમાં પણ વેક્સિનેશનને(Vaccination)  વેગ આપવા માટે અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે.જે અંતર્ગત વેક્સિન લેનારને ઈનામ આપવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું હતુ કે, મણિપુરની રાજધાની ઈમ્ફાલમાં મેગા રસીકરણ શિબિરનું આયોજન કરવામાં આવશે. આ શિબિરમાં, જે લોકો કોવિડ -19 રસી મેળવે છે તેમને ટેલિવિઝન,મોબાઇલ ફોન જીતવાની તક મળશે.

‘વેક્સિનેશન કમ બમ્પર ડ્રો’ કાર્યક્રમનું આયોજન

વધુમાં અધિકારીઓએ જણાવ્યું કે, ઇમ્ફાલ (Imphal District) પશ્ચિમ જિલ્લા વહીવટીતંત્ર રસીકરણનો વ્યાપ વધારવા માટે આ પહેલ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં, વહીવટીતંત્રે ‘શોટ લો, ઇનામ જીતો’ ના સૂત્ર સાથે મેગા રસીકરણ કમ બમ્પર ડ્રો કાર્યક્રમનું આયોજન કરવાનું નક્કી કર્યું છે. 24 ઓક્ટોબર, 31 ઓક્ટોબર અને 7 નવેમ્બરના રોજ જિલ્લાના ત્રણ કેન્દ્રો પર આ વેક્સિનેશન શિબિર યોજાશે. ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના ડેપ્યુટી કમિશનર ટી.એચ.કિરણકુમાર (T.S. Kiran Kumar) દ્વારા આ સંદર્ભે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે આ ત્રણ કેન્દ્રો પર રસી લેનારને બમ્પર ડ્રોમાં ભાગ લેવાની અને ઇનામો જીતવાની તક મળશે.

પશ્ચિમ રાજ્યનો સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો ઈમ્ફાલ

આ કાર્યક્રમ અંતર્ગત ઇનામમાં સ્ક્રીન ટેલિવિઝન સેટ, મોબાઇલ ફોન અને ધાબળા ઉપરાંત અન્ય 10 આશ્વાસન ઇનામો પણ આપવામાં આવશે.જાહેરનામા મુજબ,18 વર્ષથી ઉપરની કોઈપણ વ્યક્તિ કોવિડ -19 રસીકરણનો પ્રથમ અથવા બીજો ડોઝ (Vaccine Dose) લે છે,તો એ આ સ્કીમનો લાભ લઈ શકશે.ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં જીએમ હોલ, પોલો ગ્રાઉન્ડ અને ધર્મશાળા સ્થિત ત્રણ કેન્દ્રો પર લકી ડ્રોના વિજેતાઓ નક્કી કરવામાં આવશે. રાજ્યના તમામ 16 જિલ્લાઓમાં સૌથી વધુ વસ્તી ઈમ્ફાલ જિલ્લાની છે. જેને કારણે આ પહેલથી વેક્સિનેશનને વેગ મળશે.

દેશમાં વેક્સિનેશન

ભારતમાં રસીકરણની વાત કરીએ તો, અત્યાર સુધીમાં 97,65,89,540 લોકોને રસી આપવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં 41,20,772 લોકોને રસી આપવામાં આવી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના (Central Health Ministry) જણાવ્યા અનુસાર, અત્યાર સુધી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ -19 વેક્સિનના 101.7 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો : આવતા વર્ષે સપ્ટેમ્બરમાં કોંગ્રેસને નવા અધ્યક્ષ મળશે, શું રાહુલ ગાંધી ફરી પાર્ટીના વડા બનશે? આપ્યો આ જવાબ

આ પણ વાંચો : શું તમે જાણો છો? માત્ર ઘર ખરીદવા માટે જ નહિ ઘરના RENOVATION માટે પણ મળે છે HOME LOAN, જાણો તેના લાભ અને લોન મેળવવાની પ્રક્રિયા

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">