Maharashtra: કોરોનાના ઘટતા કેસ વચ્ચે 1 એપ્રિલથી તમામ નિયંત્રણો હટાવાયા, માસ્ક પહેરવું પણ જરૂરી નહીં

|

Mar 31, 2022 | 6:29 PM

દેશના અન્ય રાજ્યોની જેમ હવે મહારાષ્ટ્રમાં પણ કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. રાજ્યમાં સંક્રમણના મામલાઓને ઘણા અંશે કાબૂમાં લેવામાં આવ્યા છે. આ જ કારણ છે કે સરકાર તમામ કોરોના નિયમોને હટાવવાનું વિચારી રહી હતી.

Maharashtra: કોરોનાના ઘટતા કેસ વચ્ચે 1 એપ્રિલથી તમામ નિયંત્રણો હટાવાયા, માસ્ક પહેરવું પણ જરૂરી નહીં
Uddhav Thackeray - File Photo

Follow us on

મહારાષ્ટ્રમાં (Maharashtra) કોરોનાના ઘટતા સંક્રમણ (Corona Cases) વચ્ચે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે કોરોનાના તમામ નિયમો હટાવ્યા છે. રાજ્ય કેબિનેટમાં કોરોના નિયમોને દૂર કરવા સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ફેસ માસ્ક લગાવવાની પણ જરૂર નહીં પડે. લોકો તેમની ઈચ્છા મુજબ માસ્ક લગાવી શકશે. સરકારનો આ નિર્ણય 1 એપ્રિલથી લાગુ થશે. મહારાષ્ટ્ર સરકારની કેબિનેટ બેઠકમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં કલમ 144 હટાવી દેવામાં આવી છે. રાજ્ય સરકારના આ નિર્ણય અંગે NCP નેતા જિતેન્દ્ર આવ્હાડે ટ્વીટ કર્યું છે. તેમણે કહ્યું કે કલમ 144 હટાવ્યા બાદ ગુડી પડવા પર્વ, રમઝાન અને બાબાસાહેબ શોભા યાત્રાની જોરશોરથી ઉજવણી કરવી જોઈએ.

દેશના અન્ય રાજ્યોની જેમ હવે મહારાષ્ટ્રમાં પણ કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. રાજ્યમાં સંક્રમણના મામલાઓને ઘણા અંશે કાબૂમાં લેવામાં આવ્યા છે. આ જ કારણ છે કે સરકાર તમામ કોરોના નિયમોને હટાવવાનું વિચારી રહી હતી. હવે સરકારે કલમ 144 હટાવી દીધી છે. ખાસ વાત એ છે કે હવે રાજ્યમાં માસ્ક લગાવવું પણ વૈકલ્પિક બની ગયું છે.

તમામ કોરોના પ્રતિબંધોમાંથી મુક્તિ

મહારાષ્ટ્ર સરકારે 1 એપ્રિલથી રાજ્યમાં તમામ કોરોના પ્રતિબંધો હટાવી દીધા છે. જાહેર સ્થળોએ માસ્કનો ઉપયોગ ફરજિયાત નથી. આ હવે વૈકલ્પિક હશે. સીએમ ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વધ્યા બાદ ડિઝાસ્ટર મેનેજમેન્ટને લગતા નિયમો લાગુ કરવામાં આવ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

હવે સંક્રમણ નિયંત્રણમાં આવ્યા બાદ સરકારને કોરોના પ્રતિબંધોની કોઈ જરૂર જણાતી નથી. આ જ કારણ છે કે લોકોને તમામ પ્રતિબંધોમાંથી મુક્તિ આપવામાં આવી છે. પ્રતિબંધો પહેલાથી જ મોટા પ્રમાણમાં હટાવી લેવામાં આવ્યા હતા. શાળાઓ, થિયેટરો, મોલ, રેસ્ટોરાં, ઉદ્યાનો, ઓફિસો ખોલવામાં આવી હતી.

હવે માસ્ક પહેરવું પણ વૈકલ્પિક

અત્યારે જે પણ પ્રતિબંધો અમલમાં હતા, તે પણ દૂર કરવામાં આવ્યા છે. હવે લોકો પહેલાની જેમ જીવન જીવી શકશે. જો કે, અગાઉ મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ કહ્યું હતું કે, અન્ય દેશોમાં ચોથી લહેરના આગમનને કારણે, અમે અત્યારે માસ્ક હટાવવા વિશે વાત કરી શકતા નથી. તેથી, કોરોના ટાસ્ક ફોર્સની બેઠક પછી, પ્રતિબંધ હટાવવા સંબંધિત નિર્ણયો લેવામાં આવશે, પરંતુ હાલમાં માસ્ક હટાવવાનો કોઈ વિચાર નથી. માસ્ક પહેરવું જ જનતાના હિતમાં છે.

સરકારે માસ્કમાંથી છૂટ આપીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં ચેપના 183 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, માત્ર 1 દર્દીનું મૃત્યુ થયું છે. રાહતની વાત એ છે કે એક દિવસમાં 219 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. રાજ્યમાં કોરોના ચેપના કુલ 902 સક્રિય કેસ છે.

આ પણ વાંચો : ગુડી પડવા પર પ્રતિબંધોને લઈને રામ કદમનો સીએમ ઉદ્ધવ ઠાકરે પર તીખો પ્રહાર, તમારા પ્રતિબંધોને ચૂલામાં મૂકો, અમે ધામધૂમથી ઉજવીશું તહેવાર

આ પણ વાંચો : Aryan Khan Case: આર્યન ખાન ડ્રગ્સ કેસમાં મુંબઈ કોર્ટનો આદેશ, NCBને ચાર્જશીટ દાખલ કરવા માટે 60 દિવસનો સમય

Next Article