ઘણા લાંબા સમય બાદ દેશમાં ફરી એકવાર કોરોના વાયરસનો ફેલાવો શરૂ થયો છે. આ વખતે કોરોના વાયરસના નવા વેરિઅન્ટનું સંક્રમણ વધ્યું છે. નવા વેરિઅન્ટથી સંક્રમિત વધુ એક વ્યક્તિનું કેરળમાં મોત થવાના કારણે દેશમાં કોરોનાને લઈને ચિંતા વધી છે. આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, કોરોનાના નવા વેરિઅન્ટ જેએન.1ના કેસ એક દિવસમાં ત્રણ ગણો વધ્યા છે. પહેલા 22 કેસ જેએન.1 વેરિઅન્ટના હતા, જે વધીને આજે 63 થઈ ગયા છે.
એક અભ્યાસે પણ સૌનું ધ્યાન ખેંચ્યું છે. અભ્યાસમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કોરોનાના નવો વેરિઅન્ટ તમારા ગળામાં પણ ચેપ લગાવી શકે છે. નવા વેરિઅન્ટનુ સંક્રમણ એટલી બધી માત્રામાં હોય છે કે, તેના કારણે અવાજ પણ ગુમાવી દીધા હોવાના બનાવ બન્યા છે. બીજી તરફ, દેશમાં અત્યાર સુધીમાં કોવિડ-19 સબ-વેરિઅન્ટ જેએન.1 ના 22 કેસની પુષ્ટિ થઈ છે. જીનોમ ટેસ્ટિંગમાં જાણવા મળ્યું છે કે 90 ટકા કેસ કોરોનાના XBB વેરિઅન્ટને કારણે થયા છે. એટલે કે જેએન.1 કેસ ઓછા છે.
દેશમાં 24 ડિસેમ્બર સુધીમાં કુલ 63 જેએન.1 કોવિડ વેરિઅન્ટ કેસ નોંધાયા છે. ગોવામાં 34 કેસ, મહારાષ્ટ્રમાંથી 9 કેસ, કર્ણાટકમાંથી 8 કેસ, કેરળમાંથી 6 કેસ, તમિલનાડુમાં 4 કેસ અને તેલંગાણામાંથી 2 કેસ નોંધાયા છે. સૂત્રોને ટાંકીને આ માહિતી આપવામાં આવી છે.
દેશ વિદેશમાં ફેલાયેલા કોરોનાના વધુ સમાચાર જાણવા અહીં ક્લિક કરો
Published On - 3:14 pm, Mon, 25 December 23