Coronavirus in India: દેશભરમાં કોરોનાના 13,734 નવા કેસ નોંધાયા, 24 કલાકમાં 27ના મોત થયા
દેશભરમાં આજે કોરોનાના 13,734 નવા કેસ નોંધાયા છે. એક્ટિવ કેસોની સંખ્યામાં પણ ધટાડો નોંધાય રહ્યો છે આ આંકડો 1.39 પહોંચ્યો છે.
Coronavirus in India: ભારતમાં કોરોના વાયરસ (Coronavirus)ના નવા કેસમાં સતત ઉતાર -ચઢાવ જોવા મળી રહ્યો છે. કેન્દ્રિય સ્વાસ્થય મંત્રાલય દ્વારા આજે મંગળવારના રોજના અપટેડ મુજબ ગઈકાલની તુલનામાં આજે 2730 નવા કેસ સામે આવ્યા છે. દેશભરમાં આજે કોરોના (Corona)ના 13,734 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે એક દિવસ પહેલા 16,464 નવા કેસ નોંધાયા છે. એક્ટિવ કેસની સંખ્યામાં ધટાડો જોવા મળી રહ્યો છે આજે આ આંકડો 1.39 લાખ પર પહોંચ્યો છે. આ દરમિયાન કોરોનાથી 27 દર્દીના મૌત થયા છે.
કોરોનાને કારણે 24 કલાકમાં 27ના મોત થયા
કેન્દ્રિય સ્વાસ્થય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 13,734 નવા કેસ નોંધાયા છે. દેશમાં કોરોના સંક્રમણના કુલ કેસોની સંખ્યા 4,40,50,009 થઈ ગઈ છે. કેન્દ્રિય સ્વાસ્થય મંત્રાલય દ્વારા મંગળવારના રોજ જાહેર કરાયેલા આંકડા અનુસાર દેશમાં સંક્રમણથી 27 લોકોના મોત થયા બાદ મૃતકોની કુલ સંખ્યા વધીને 5,26,430 થઈ ગઈ છે.
જ્યારે દેશમાં કોરોના વાયરસના સંક્રમણથી સારવાર હેઠળ રહેલા દર્દીની સંખ્યા ધટીને 1,39,792 થઈ ગઈ છે. જે કુલ કેસના 0.32 ટકા છે. છેલ્લા 24 કલાકમાં સારવાર હેઠળ રહેલા દર્દીની સંખ્યા 4,197નો ઘટાડો થયો છે. દર્દીઓના સાજા થવાનો રાષ્ટ્રીય દર 98.49 ટકા છે.
1 ઓગસ્ટના રોજ કોરોનાના નવા 606 કેસ નોંધાયા
ગુજરાતમાં (Gujarat) કોરોનાના (Corona) રોંજીદા કેસમાં ઘટાડો થયો છે. જેમાં 01 ઓગસ્ટના રોજ કોરોનાના નવા 606 કેસ નોંધાયા છે. જયારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 6413 એ પહોંચી છે. જયારે કોરોના રિકવરી રેટ 98.62 ટકા થયો છે. તેમજ આજે કોરોનાથી 729 દર્દીઓ સાજા થયા છે. આજે અમદાવાદમાં 172, વડોદરામાં 48, મહેસાણામાં 75, બનાસકાંઠામાં 03, સુરતમાં 38, વડોદરા જિલ્લામાં 25, સુરત જિલ્લામાંમાં 39, રાજકોટમાં 19, ગાંધીનગર જિલ્લામાં 27, અમરેલીમાં 05, ગાંધીનગરમાં 13, રાજકોટ જિલ્લામાં 06, ભાવનગરમાં 11, નવસારીમાં 05, આણંદમાં 04, પાટણમાં 10,સાબરકાંઠામાં 08, ભરૂચમાં 04, પોરબંદરમાં 04, જામનગરમાં 02, અમદાવાદ જિલ્લામાં 04, કચ્છમાં 16, મોરબીમાં 13, વલસાડમાં 12, ગીર સોમનાથમાં 04, સુરેન્દ્રનગરમાં 08, ખેડામાં 03, પંચમહાલમાં 02, દ્વારકામાં 01, તાપીમાં 07, ભાવનગરમાં 01, જામનગરમાં 02 અને મહીસાગરમાં 04 કેસ નોંધાયો છે.
શું છે મંકીપોક્સના લક્ષણો ?
એક બાજુ કોરોના કેસ સામે આવી રહ્યા છે ત્યારે મંકીપોક્સને લઈ સતર્કતા દાખવવામાં આવી રહી છે. ચહેરા, હાથ, પગ, મોં અને જનનાંગો પર ફોલ્લા સાથે ફોલ્લીઓ થવી, તાવ આવવો, માથામાં દુખાવો થવો, થાક લાગવો, અસ્વસ્થતાની લાગણી અનુભવવી અને લસિકાગ્રંથીઓ પર ગાંઠો અને સોજો થવો, મોઢા, હાથ અને પગના પંજાના ભાગથી ચાઠા અને ચકામાં પડવાની શરૂઆત થાય છે. જે ધીમે ધીમે શરીરમાં અન્ય ભાગોમાં પ્રસરે છે.