Coronavirus in India : દેશમાં ફરી કોરોના હાહાકાર મચાવી રહ્યો છે, એક્ટિવ કેસ 1.19 લાખને પાર

|

Jul 07, 2022 | 10:40 AM

Coronavirus in India : દેશમાં એક દિવસમાં કોરોના વાયરસ (Coronavirus) ના 18,930 કેસ નોંધાયા છે, જ્યારે એક દિવસમાં 35 દર્દીના મોત થયા છે.

Coronavirus in India : દેશમાં ફરી કોરોના હાહાકાર મચાવી રહ્યો છે, એક્ટિવ કેસ 1.19 લાખને પાર
India reported 18930 new Covid cases and 35 deaths in the last 24 hours
Image Credit source: PTI

Follow us on

Coronavirus : દેશમાં કોરોના વાયરસ (Coronavirus New Cases)ના કેસમાં ફરી વધારો થઈ રહ્યો છે, છેલ્લા 24 કલાકમાં કોરોના 18,930 કેસ નોંધાયા છે, આ દરમિયાન 35 દર્દીના મોત થયા છે એક દિવસમાં 14,650 દર્દી સંક્રમણથી સ્વસ્થ થયા છે, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના નવા આંકડા અનુસાર દેશમાં કુલ સક્રિય કેસ (Covid-19 Active Cases) 1,19,457 થયા છે, જ્યારે દરરોજ પોઝિટિવિટી રેટ 4.32 ટકા છે,હવે દેશમાં કોરોના સંક્રમણના કુલ કેસની સંખ્યા 4,35,66,739 થઈ છે, મૃત્યુઆંક 5,25,305 પર પહોંચ્યો છે

હવે રાજ્યોની વાત કરીએ તો દિલ્હીમાં કોરોના વાયરસ સંક્રમણના 600 નવા કેસ સામે આવ્યા છે, એક વ્યક્તિનું મોત થયું છે, સ્વાસ્થ વિભાગે બુધવારના રોજ જણાવ્યું કે, દિલ્હીમાં સંક્રમણના કુલ કેસની સંખ્યા વધીને 19,38,648 થઈ છે, છત્તીસગઢમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 220 કેસ સામે આવ્યા છે, આ સાથે જ રાજ્યમાં બુધવાર સુધીમાં કોવિડ 19ની ઝપેટમાં આવનાર કુલ સંખ્યા 11,55,244 થઈ છે. સ્વાસ્થય વિભાગના અધિકારીએ જણાવ્યું કે, 4 લોકો કોરોના સંક્રમણથી સાજા થયા છે તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવ્યા છે.મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં કોરોના વાયરસના 358 કેસ સામે આવ્યા છે, સંક્રમિતોની સંખ્યા વધીને 7,30,427 થઈ છે, અત્યારે 3,455 લોકોની કોરોના વાયરસની સંક્રમણની સારવાર ચાલી રહી છે

ગુજરાતમા કોરોનાના કેસમાં ફરી ઉછાળો

ગુજરાતમાં (Gujarat) કોરોના(Corona) કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં 05 જુલાઇના રોજ કોરોનાના નવા 572 કેસ નોંધાયા હતા જ્યારે 06 જુલાઇના રોજ કોરોનાના 665 કેસ નોંધાતા તંત્રની ચિંતા વધી છે. જેમાં અમદાવાદ શહેરમાં કોરોનાના નવા 252 કેસ નોંધાયા છે.જેમાં સુરતમાં 84, વડોદરામાં 56, ગાંધીનગરમાં 45, વલસાડમાં 28, ગાંધીનગરમાં 27, ભાવનગરમાં 24, નવસારીમાં 22, મહેસાણામાં 20, સુરત જિલ્લામાં 20, કચ્છમાં 13, આણંદમાં 08, મોરબીમાં 08, અમદાવાદ જિલ્લામાં 07, જામનગરમાં 06, પાટણમાં 06, ખેડામાં 05, રાજકોટ જિલ્લામાં 05, રાજકોટમાં 05, ભરૂચમાં 04, ભાવનગરમાં 04, વડોદરા જિલ્લામાં 04, અમરેલીમાં 03, બનાસકાંઠામાં 03, પોરબંદરમાં 02, અરવલ્લીમાં 01, દ્વારકામાં 01, જામનગરમાં 01 અને સુરેન્દ્રનગરમાં 01 કેસ નોંધાયો છે. તેમજ આજે એક પણ મૃત્યુ નોંધાયું નથી. આ ઉપરાંત રાજયમાં કોરોના એક્ટિવ સંખ્યા 3724 થવા પામી છે. જ્યારે કોરોના રિકવરી રેટ 98. 81 થયો છે. તેમજ કોરોનાથી 536 દર્દીઓ સાજા થયા છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

અમદાવાદ શહેર ફરી એક વાર કોરોનાનું એપીસેન્ટર બની રહ્યું છે. જેના પગલે હાઇકોર્ટ દ્વારા અત્યારથી જ કોરોનાના વધતાં કેસના પગલે સાવચેતી શરૂ કરી છે. તેમજ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે.

 

Next Article