Covid-19 Cases in India : દેશમાં કોરોનાના કેસ ફરી વધ્યા, 24 કલાકમાં 16,906 નવા કેસ આવ્યા, 45 લોકોના મોત

|

Jul 13, 2022 | 11:37 AM

Covid-19 Cases in India : મંગળવારના રોજ દેશમાં 13,615 નવા કેસ નોંધાયા છે, છેલ્લા 24 કલાકમાં કોરોના કેસમાં 1414નો વધારો થયો છે

Covid-19 Cases in India : દેશમાં કોરોનાના કેસ ફરી વધ્યા, 24 કલાકમાં 16,906 નવા કેસ આવ્યા, 45 લોકોના મોત
દેશમાં કોરોનાના કેસ ફરી વધ્યા, 24 કલાકમાં 16,906 નવા કેસ આવ્યા, 45 લોકોના મોત
Image Credit source: PTI

Follow us on

Covid-19 Cases in India: દેશમાં ફરીએકવાર કોરોના વાયરસ સંક્રમણ (Coronavirus) ફરી વધારો થયો છે,ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના સંક્રમણના 16,906 નવા કેસ સામે આવ્યા છે. સ્વાસ્થય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં દેશમાં 45 લોકોના મોત કોરોનાને કારણે થયા છે. આ પહેલા મંગળવારના રોજ દેશમાં 13,615 નવા કેસ નોંધાયા છે, બુધવારે જાહેર કરાયેલા આંકડા અનુસાર દેશમાં કોરોના વાયરસ (Covid-19) ના સંક્રમણના એક્ટિવ કેસની સંખ્યા 1,32,457 થયા છે. રિકવરી રેટ 98.49 થયો છે.

કોરોના વાયરસ સંક્રમણના પ્રતિદિન પોઝિટિવિટી રેટ 3.68

દેશમાં કોવિડ-19ના સક્રિય કેસની ટકાવારી 0.30 ટકા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસ સંક્રમણથી સ્વસ્થ થવાનો આંકડો 15,447 છે. આ સાથે દેશમાં અત્યારસુધીમાં 4.30 કરોડથી વધુ લોકો કોરોના સંક્રમણથી સ્વસ્થ થયા છે. ભારતમાં કોરોના વાયરસ સંક્રમણના પ્રતિદિન પોઝિટિવિટી રેટ 3.68 થયો છે, સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 4.26 ટકા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના કેસમાં 1414નો વધારો થયો છે

કોરોનાથી અત્યાર સુધીમાં 5.25 લાખથી વધુના મોત

દેશમાં અત્યારસુધીમાં 199.12 કરોડ કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. આ સાથે દેશમાં અત્યારસુધીમાં કુલ 86.77 કોરોના ટેસ્ટ થયા છે. દેશમાં બુધવારના રોજ કોરોના સંક્રમણના 16,906 નવા કેસ સામે આવ્યા બાદ કોરોના કેસની કુલ સંખ્યા 4,36,69,850 થયા છે. આ સિવાય 45 લોકોના મોત થયા બાદ દેશમાં કુલ મૃત્યુઆંક 5,25519 થઈ છે, કોરોના વાયરસના કારણે 45 નવા મૃત્યુમાંથી 17 મૃત્યુ કેરળમાં, 13 મૃત્યુ મહારાષ્ટ્ર, 5 મૃત્યુ પશ્ચિમ બંગાળ, 2 મૃત્યુ ગુજરાતમાં અને બિહાર, છત્તીસગઢ, દિલ્હી, ઝારખંડ, કર્ણાટક, ઓડિશા, પંજાબ અને ઉત્તર પ્રદેશમાં એક-એક મૃત્યુ થયા છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ગુજરાતમાં કોરોનાના સૌથી વધારે કેસ અમદાવાદ શહેરમાં

ગુજરાતમાં કોરોનાના(Corona)  કેસો વધારો આંશિક ઘટાડો જોવા મળ્યો છે. જેમાં 12 જુલાઇના રોજ કોરોનાના નવા 577 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસ 4156 થયા છે. જેમાં કોરોનાના સૌથી વધારે કેસ અમદાવાદ(Ahmedabad)  શહેરમાં 247 નોંધાયા છે. જ્યારે સુરત 67, મહેસાણા 31, વડોદરા 31, ભાવનગર 28, પાટણ 27, ગાંધીનગર 20, નવસારી 15, સુરત જિલ્લામાં 12, વલસાડમાં 11, ભાવનગરમાં 10, જામનગરમાં 09, કચ્છમાં 09, રાજકોટમાં 07, ખેડા 06, વડોદરા 06, અમદાવાદ જિલ્લામાં 05, ગાંધીનગર જિલ્લામાં 05,આણંદમાં 04, ભરૂચમાં 04, દ્વારકામાં 04, ગીર સોમનાથ 04, સુરેન્દ્રનગરમાં 04, અમરેલીમાં 03, બનાસકાંઠામાં 03, જામનગરમાં 02, મોરબીમાં 01, સાબરકાંઠામાં 01 અને તાપીમાં 01 કેસ નોંધાયો છે.

Next Article