Coronavirus in India : દેશમાં ફરી કોરોનાના વધ્યા કેસ, એક દિવસમાં 3,205 નવા કેસ નોંધાયા, 31 દર્દીઓના મોત

|

May 04, 2022 | 9:54 AM

Coronacase in India: આરોગ્ય મંત્રાલયે કોરોના વાયરસ રોગચાળાને લગતા નવા ડેટા જાહેર કર્યા છે. જેમાં બહાર આવ્યું છે કે દેશમાં એક દિવસમાં કોરોના વાયરસના નવા 3,205 કેસ નોંધાયા છે.

Coronavirus in India : દેશમાં ફરી કોરોનાના વધ્યા કેસ, એક દિવસમાં 3,205 નવા કેસ નોંધાયા, 31 દર્દીઓના મોત
Corona virus cases increasing in India
Image Credit source: AFP

Follow us on

ભારતમાં એક જ દિવસમાં કોરોના વાયરસના (Corona virus) નવા 3,205 કેસ નોંધાયા છે, જેના પછી ભારતમાં કોરોનાના (Corona) કુલ કેસોની સંખ્યા વધીને 4,30,88,118 પર પહોંચી ગઈ છે. આ સમયગાળા દરમિયાન દેશમાં વધુ 31 દર્દીના કોરોનાને કારણે મૃત્યુ પણ નોંધાયા છે, જે પછી મૃતકોની કુલ સંખ્યા 5,23,920 પર પહોંચી ગઈ છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દૈનિક હકારાત્મકતા દર 1.07 ટકા છે, જ્યારે સાપ્તાહિક હકારાત્મકતા દર (positivity rate) 0.70 ટકા છે. દેશમાં એક દિવસમાં 2,802 થી વધુ લોકો કોરોના વાયરસથી સાજા પણ થયા છે, આ પછી કોરોનાથી સ્વસ્થ થયેલા લોકોની કુલ સંખ્યા 4,25,44,689 થઈ ગઈ છે. જ્યારે કોરોનાના સક્રિય કેસ 19,509 છે.

દરમિયાન, ભારતના રજિસ્ટ્રાર જનરલ (RGI) ના આંકડા બહાર આવ્યા છે, જે જણાવે છે કે 2020 માં ભારતમાં 81.2 લાખ લોકો મૃત્યુ પામ્યા હતા. આ સંખ્યા 2019માં થયેલા 76.4 લાખ મૃત્યુ કરતાં 6.2 ટકા વધુ છે. ભારતમાં 2020માં કોરોના વાયરસનો પ્રથમ કેસ નોંધાયો હતો. આ વર્ષે કોવિડ-19ને કારણે 1.48 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સંખ્યા 2021 કરતા ઓછી છે. 2021માં આ બીમારીને કારણે 3.32 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે.

સૌથી વધુ મૃત્યુ કોરોના વાયરસને કારણે થયા

મંગળવારે સવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, 2020 ની શરૂઆતથી દેશમાં વાયરસના કારણે 5,23,889 લોકોના મોત થયા છે. નોંધાયેલા મૃત્યુ વિશે વાત કરીએ તો, આ આંકડો 2019 માં 76.4 લાખ હતો અને 2020 માં વધીને 81.2 લાખ થયો. તેમાં 6.2 ટકાનો વધારો થયો છે. 2019-20માં જે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મૃત્યુમાં વધારો થયો છે તેમાં મહારાષ્ટ્ર, બિહાર, ગુજરાત, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, આસામ અને હરિયાણાનો સમાવેશ થાય છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

અધિકારીઓનું કહેવું છે કે આ રાજ્યોમાં મોટાભાગના મૃત્યુ કોવિડ-19ના કારણે થયા છે. રજિસ્ટર્ડ જન્મ અંગેનો ડેટા જણાવે છે કે 2019માં તે 2.48 કરોડ હતો, જે 2020માં વધીને 2.42 કરોડ થયો છે. તેમાં 2.4 ટકાનો ઘટાડો થયો છે. રજિસ્ટર્ડ જન્મોના કિસ્સામાં, બિહાર, હરિયાણા, મધ્યપ્રદેશ, રાજસ્થાન, સિક્કિમ, આંદામાન અને નિકોબાર, જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ સિવાય લગભગ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 2019 ની સરખામણીમાં 2020 માં ઘટાડો નોંધાયો છે.

2019 ની સરખામણીમાં 2020 માં નોંધાયેલા જન્મમાં ઘટાડો જોવા મળ્યો તેવા 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઉત્તર પ્રદેશ, તેલંગાણા, ગુજરાત, ઝારખંડ, દિલ્હી, કર્ણાટક, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, કેરળ અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે. 21 દિવસમાં 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મૃત્યુની નોંધણી 90 ટકાથી વધુ થઈ ગઈ છે.

Next Article