ગુજરાતમાં આજે કોરોનાના નવા 33 કેસ નોંધાયા, 01નું મોત

|

Mar 14, 2022 | 8:43 PM

આજે રાજયભરમાં કોરોનાના 63 દર્દીઓ સાજા થયા છે.‍ રાજયમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના લીધે 12,12,187 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.‍આ સાથે રાજયમાં કોરોનાનો રીકવરી રેટ 99.06 ટકા જેટલો છે.‍

ગુજરાતમાં આજે કોરોનાના નવા 33 કેસ નોંધાયા, 01નું મોત
Symbolic Image
Image Credit source: File Photo

Follow us on

ગુજરાતમાં (Gujarat) ધીરેધીરે કોરોનાના (Corona) કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે, આજે રાજયમાં કોરોનાના નવા 33 કેસ નોંધાયા છે. આ સાથે રાજયમાં કોરોનાના મૃત્યુઆંકમાં (Death) પણ ઘટાડો નોંધાઇ રહ્યો છે. આજે રાજયમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે માત્ર એક જ દર્દીનું મોત થયું છે. અમદાવાદમાં કોરોનાને કારણે એક દર્દીનું મોત થયું છે.

આજે રાજયભરમાં કોરોનાના 63 દર્દીઓ સાજા થયા છે.‍ રાજયમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના લીધે 12,12,187 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.‍આ સાથે રાજયમાં કોરોનાનો રીકવરી રેટ 99.06 ટકા જેટલો છે.‍

જિલ્લાવાર કોરોનાનાં કેસોની સંખ્યા પર નજર કરીએ તો અમદાવાદ જિલ્લામાં કોરોનાના કુલ 19 કેસ નોંધાયા છે. વડોદરા જિલ્લામાં કોરોનાના 3 કેસ નોંધાયા છે. બનાસકાંઠા જિલ્લામાં 02 કેસ, રાજકોટમાં 02 કેસ, ગાંધીનગરમાં 02 કેસ નોંધાયા છે, આ સાથે દાહોદમાં 01, મોરબીમાં 01, પાટણમાં 01, સુરતમાં 01, તાપીમાં 01 કેસ નોંધાયો છે. આમ, આજે ગુજરાતમાં કોરોનાના કુલ 33 કેસ નોંધાયા છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

ડિસ્ચાર્જ દર્દીઓની વિગતવાર વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 24 દર્દી ડિસ્ચાર્જ થયા છે, વડોદરા કોર્પોરેશનમાં 15 દર્દી, બનાસકાંઠામાં 01, ગાંધીનગર જિલ્લામાં 04, સુરત કોર્પોરેશનમાં 01, અમદાવાદમાં 02, આણંદમાં 02, અરવલ્લીમાં 01, ભરૂચમાં 02 અને ડાંગમાં 03-વડોદરામાં 03 દર્દી ડિસ્ચાર્જ કરાયા છે. જામનગર- મહીસાગર-નવસારી-સુરતમાં 01-01 દર્દી ડિસ્ચાર્જ થયા છે. આમ રાજયમાં આજે કુલ 63 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.

આ પણ વાંચો : ખેડૂતો 11 થી 17 એપ્રિલ સુધી MSP ગેરંટી સપ્તાહનું પાલન કરશે, 21 માર્ચે સરકાર સામે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરશે

આ પણ વાંચો : Anand: જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા પરીક્ષા સ્થાયી સમિતિની બેઠક યોજાઈ, SSC-HSC પરીક્ષાના આયોજનની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરાઇ

Next Article