ગાંધીનગરમાં શિક્ષણપ્રધાને કિશોરોમાં વેક્સિનેશનનો પ્રારંભ કરાવ્યો

જીતુ વાઘાણીએ કહ્યું કે શાળામાં ન ભણતા હોય તેવા 15થી 18 વર્ષની વયના કિશોરો અને કિશોરીઓની યાદી બનાવવામાં આવશે. અને તેમને પણ વૅક્સીન આપવામાં આવશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 03, 2022 | 4:28 PM

ગાંધીનગરમાં શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ કિશોરો અને કિશોરીઓના વૅક્સીનેશનનો પ્રારંભ કરાવ્યો. તેઓ જે.એમ. ચૌધરી સ્કૂલમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે વિદ્યાર્થીઓને વૅક્સીન લેવાની અપીલ કરી. જીતુ વાઘાણીએ કહ્યું કે શાળામાં ન ભણતા હોય તેવા 15થી 18 વર્ષની વયના કિશોરો અને કિશોરીઓની યાદી બનાવવામાં આવશે. અને તેમને પણ વૅક્સીન આપવામાં આવશે. તેમણે વાલીઓને અપીલ કરી કે કોઈપણ ગભરાટ વિના બાળકોને વૅક્સીનના ડોઝ અપાવે. જેથી કોરોનાને હરાવી શકાય.વાઘાણીએ કહ્યું કે 7 જાન્યુઆરીએ શાળાઓમાં મેગા વૅક્સીનેશન ડ્રાઈવ યોજવામાં આવશે.

કોરોનાની ત્રીજી લહેર સામે અગમચેતી જરૂરી, મેગા વેક્સિનેશનનો પ્રારંભ

નોંધનીય છેકે એક તરફ કોરોનાના કેસોમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. ત્યારે બીજી તરફ આજથી કિશોરોમાં કોરોના વેક્સિનેશનનો પ્રારંભ થયો છે. જેને પગલે કોરોના વેક્સિનેશનની કામગીરી પુરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે રાજયના દરેક રસીકરણ કેન્દ્રો અને શાળાઓમાં વેક્સિનેશનનું અભિયાન પુરજોશમાં આરંભી દેવામાં આવ્યું છે. જેને લઇને હાલ કિશોરોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. અને, બીજી તરફ કોરોનાની ત્રીજી લહેર આવી ગઇ હોય તેવું પણ દ્રશ્યમાન થઇ રહ્યું છે. જેને પગલે વેક્સિનેશન જરૂરી બની ગયું છે. ત્યારે લોકોએ પણ હવે કોરોના બાબતે સાવચેતી રાખવાની ખુબ જ જરૂરી છે.

 

આ પણ વાંચો : Ahmedabad : કોરોનાના કેસને લઈ સિવિલમાં મહત્વની બેઠક, નર્સિંગ સ્ટાફ તેમજ મેડિકલ ઓફિસરને છ દિવસની તાલીમ અપાશે

આ પણ વાંચો : BHARUCH : ત્રીજી લહેરના ભણકારા વચ્ચે સિવિલ હોસ્પિટલમાં કોરોનાને આમંત્રણ? જુઓ દ્રશ્યો

 

 

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">