Vaccination of Children: 15 વર્ષથી વધુ ઉંમરના બાળકોને રસી મળશે પરંતુ તેનાથી નાની ઉંમરના બાળકોને કોરોના-ઓમિક્રોનનું જોખમ કેટલું ?

ભારતમાં જાન્યુઆરી 2022થી 15 વર્ષથી વધુ ઉંમરના બાળકોનું રસીકરણ શરૂ થઈ રહ્યું છે. આ સ્થિતિમાં પ્રશ્ન એ રહે છે કે તેનાથી નાના બાળકોને સંક્ર્મણનું જોખમ કેટલું છે.

Vaccination of Children: 15 વર્ષથી વધુ ઉંમરના બાળકોને રસી મળશે પરંતુ તેનાથી નાની ઉંમરના બાળકોને કોરોના-ઓમિક્રોનનું જોખમ કેટલું ?
Children Vaccination (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 26, 2021 | 9:17 AM

Children Vaccination Status In India: વિશ્વના અન્ય દેશોની જેમ હવે ભારતમાં પણ બાળકોનું રસીકરણ (Children Vaccination) શરૂ થવા જઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) શનિવારે રાષ્ટ્રને સંબોધિત કરતા કહ્યું કે 3 જાન્યુઆરી 2002થી 15 થી 18 વર્ષની વયના બાળકો માટે રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવશે. આનાથી માત્ર શાળા-કોલેજમાં જનારા વિદ્યાર્થીઓ સુરક્ષિત રહેશે. તો વાલીઓએ પણ તેમની સુરક્ષાની ચિંતા કરવાની જરૂર રહેશે નહીં. આવી સ્થિતિમાં હવે સૌથી મોટો સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કોરોના વાયરસ અને ઓમિક્રોનનું જોખમ કેટલું છે?

ધ્યાનમાં રાખો કે વિશ્વમાં એવા દેશો છે જે બે વર્ષના બાળકોને પણ કોરોના રસી આપી રહ્યા છે. અગાઉ, તમામ દેશોએ ફ્રન્ટલાઈન કામદારોના રસીકરણ સાથે રસીકરણ અભિયાનની શરૂઆત કરી હતી. આ પછી વૃદ્ધો અને પછી ગર્ભવતી મહિલાઓને તેમાં સામેલ કરવામાં આવ્યા. દેશમાં રસીની ઉપલબ્ધતા સુનિશ્ચિત થતાં જ 18 વર્ષથી વધુ વયના વયના લોકોનું રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું. જોકે, વાલીઓ શરૂઆતથી જ બાળકોને રસીકરણને લગતા પ્રશ્નો પૂછી રહ્યાં છે.

કેટલાક નિષ્ણાતો કહે છે કે બાળકોમાં વાયરસના ગંભીર લક્ષણો જોવા મળ્યા નથી પરંતુ તે વાહક તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. ઓમિક્રોન વેરિઅન્ટ પર સંશોધન હજુ ચાલુ છે. જેની વધુ માહિતી હવે પછી બહાર આવશે. નવેમ્બરમાં દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોન વેરિઅન્ટની શોધ થઈ હતી અને ત્યારથી 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો મોટી સંખ્યામાં ત્યાં હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં વિશ્વભરના નિષ્ણાતો અને ડોકટરો બાળકોને રસી આપવાનું કહી રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

દરેક વ્યક્તિને રસી વિના જોખમ કેટલાક દેશોમાંઓછામાં ઓછા 12 વર્ષની ઉંમરના બાળકોને રસી આપવામાં આવી રહી છે. જ્યારે ભારતમાં આ મર્યાદા 15 વર્ષની છે. શરૂઆતથી જ કહેવામાં આવી રહ્યું છે કે બાળકો રસી વિના કોરોના વાયરસને હરાવી શકે છે અને તેમનામાં દેખાતા લક્ષણોનો ઘરે જ ઈલાજ કરી શકાય છે, પરંતુ બાદમાં બાળકોમાં ઈન્ફેક્શનના કેસ પણ જોવા મળ્યા છે. WHOના ચીફ સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામીનાથને (Soumya Swaminathan) એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે રસી વગરના બાળકોને ચેપનું જોખમ અન્ય લોકો જેટલું જ છે.

કયા દેશો બાળકોને રસી આપી રહ્યા છે ભારત પહેલા પણ ઘણા દેશોએ બાળકોને રસી આપવાનું શરૂ કર્યું હતું. જોકે વય મર્યાદા ભારતથી અલગ રાખવામાં આવી છે. યુકેમાં 12-15 વર્ષના, ડેનમાર્કમાં 12-15 વર્ષ, સ્પેનમાં 12-19 વર્ષ, ફ્રાન્સમાં 12-17 વર્ષ, સ્વીડનમાં 12-15 વર્ષ, નોર્વેમાં 12-15 વર્ષ, યુએસ અને કેનેડામાં 12- 17 વર્ષના બાળકો, ઇઝરાયેલમાં 5-12 વર્ષ, ચીન અને 3-17 વર્ષનાં બાળકો અને ચિલીમાં 6 વર્ષથી પણ રસી આપવામાં આવી રહી છે.

ક્યુબામાં આ રસી 2 વર્ષ અને તેથી વધુ ઉંમરના બાળકોને આપવામાં આવે છે. ઓછામાં ઓછા 40 દેશો બાળકોને રસી આપી રહ્યા છે. હળવા લક્ષણો સિવાય બાળકોમાં ક્યાંય પણ કોઈ આડઅસર જોવા મળી નથી.

આ પણ વાંચો : Omicron in Maharashtra: ઓમિક્રોનના કેસે સદી ફટકારી, આરોગ્ય મંત્રીએ કહ્યું- ઓક્સિજનનો વપરાશ વધશે તો ફરીથી લાગુ થશે લોકડાઉન

આ પણ વાંચો : Omicron Variant : નવા વેરિઅન્ટની વધતી ચિંતા વચ્ચે હાલનું માસ્ક કેટલું છે કારગર ? શું કહે છે વિશેષજ્ઞ

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">