AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Omicron Variant : નવા વેરિઅન્ટની વધતી ચિંતા વચ્ચે હાલનું માસ્ક કેટલું છે કારગર ? શું કહે છે વિશેષજ્ઞ

દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોન વેરિઅન્ટની પુષ્ટિ થયાના લગભગ એક મહિનામાં તે 100 થી વધુ દેશોમાં ફેલાઈ ગયો છે અને મોટી સંખ્યામાં લોકો સંક્રમિત થવા લાગ્યા છે. ભારતમાં આ આંકડો 400ને પાર કરી ગયો છે.

Omicron Variant : નવા વેરિઅન્ટની વધતી ચિંતા વચ્ચે હાલનું માસ્ક કેટલું છે કારગર ? શું કહે છે વિશેષજ્ઞ
File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 26, 2021 | 7:47 AM
Share

કોરોના વાયરસનો (Corona Virus) નવો વેરિઅન્ટ ઓમિક્રોન (Omicron Variant) સમગ્ર વિશ્વમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. ભારતમાં પણ આ વેરિઅન્ટ લોકોને ઝડપથી સંક્રમિત કરી રહ્યું છે અને થોડા દિવસોમાં 400 થી વધુ કેસ પણ નોંધાયા છે. ઓમિક્રોનનું વધતા જતા સંક્ર્મણને ધ્યાનમાં રાખીને નિષ્ણાતોએ સલાહ આપવાનું શરૂ કર્યું છે કે હવે માસ્કને (mask) અપગ્રેડ કરવાનો સમય આવી ગયો છે.

ઓમિક્રોન વેરિઅન્ટ કેટલો ખતરનાક છે તે હકીકત પરથી સમજી શકાય છે કે દક્ષિણ આફ્રિકામાં આ વેરિઅન્ટની પુષ્ટિ થયાના લગભગ એક મહિનામાં તે 100 થી વધુ દેશોમાં ફેલાઈ ચુક્યો છે અને મોટી સંખ્યામાં લોકો સંક્રમિત થયા છે. ભારતમાં શનિવારે આ આંકડો 400ને વટાવી ગયો છે અને 436 કેસ નોંધાયા છે.

નિષ્ણાતો માસ્ક વિશે શું કહે છે હવે સમય આવી ગયો છે કે લોકો કોરોના વાયરસ સામેના જંગ માટે માસ્કને બદલે “યુનિવર્સલ વેક્સીન” ને અપગ્રેડ કરે. જ્યોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટી મિલ્કન ઇન્સ્ટિટ્યૂટ સ્કૂલ ઑફ પબ્લિક હેલ્થ ખાતે આરોગ્ય નીતિ અને વ્યવસ્થાપનના વિઝિટિંગ પ્રોફેસર અને તબીબી વિશ્લેષક ડૉ. લેના વેનએ જણાવ્યું હતું કે કાપડના માસ્ક “માત્ર ચહેરાના શણગાર કરતાં થોડું વધારે છે.”

તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું કે ઓમિક્રોનની દૃષ્ટિએ આ કંઈ નથી. ત્યારે હાઈલી મ્યુટેડ વેરિઅન્ટ (highly-mutated variant) સામે ઉપાય શું છે ? ડૉક્ટર વેને કહ્યું, “આપણે ઓછામાં ઓછું ત્રણ-પ્લાય સર્જિકલ માસ્ક પહેરવાની જરૂર છે. તમે તેના પર કાપડનો માસ્ક પહેરી શકો છો. પરંતુ માત્ર કાપડનું માસ્ક ન પહેરો.”

દેશમાં માસ્કના ઓછા ઉપયોગથી કેન્દ્ર સરકાર ચિંતિત દક્ષિણ આફ્રિકામાં આ વેરિઅન્ટની શોધ થયા પછી તરત જ ઓમિક્રોન વિશ્વના દેશોમાં જંગલની આગની જેમ ફેલાવાનું શરૂ કર્યું. ત્યારબાદ ભારત સરકારે સમગ્ર દેશમાં ફેસ માસ્કના ઉપયોગમાં ઘટાડો આવવાની ચેતવણી આપી હતી. કોરોના પરિસ્થિતિ અંગેની એક પ્રેસ કોન્ફરન્સમાં નીતિ આયોગના સભ્ય (આરોગ્ય) ડૉ. વી.કે. પૉલે જણાવ્યું હતું કે ભારતમાં માસ્કનો ઉપયોગ ઘટી રહ્યો છે અને લોકો “જોખમી અને અસ્વીકાર્ય” સ્તરે કામ કરી રહ્યા છે.

ભારપૂર્વક જણાવ્યું હતું કે માસ્ક અને રસી બંને જરૂરી છે. કોરોના વાયરસ રોગથી રક્ષણ માટે મહત્વપૂર્ણ છે. ભારતમાં અત્યાર સુધીમાં ઓમિક્રોન વેરિઅન્ટના 430 થી વધુ કેસ નોંધાયા છે, જેમાં 37 મ્યુટેશન છે અને તે કોરોના વાયરસના અન્ય કોઈપણ પ્રકાર કરતાં વધુ ખતરનાક છે.

આ પણ વાંચો : Happy Birthday Taarak Mehta : ગુજરાતી રંગભૂમિનું જાણીતું નામ એટલે તારક મહેતા, આવો જાણીએ બર્થડે પર તેમની વાતો

આ પણ વાંચો : Quit Twitter : આ જાણીતી સિંગરે શા માટે ડીલીટ કર્યું ટ્વીટર એકાઉન્ટ ? ફેન્સની વધી ચિંતા

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">