Coronavirus in China : ચીનના શાંઘાઈમાં કોરોના બેકાબૂ, અમેરિકાએ પોતાના દૂતાવાસના કર્મચારીઓને શહેર છોડવાનો આદેશ આપ્યો

|

Apr 12, 2022 | 4:02 PM

Covid-19 in Shanghai: ચીનના શાંઘાઈ શહેરમાં કોરોના વાયરસ કાબૂમાં નથી આવી રહ્યો. શૂન્ય કોવિડ વ્યૂહરચના સહિતના તમામ પગલાં અપનાવવા છતાં, તેના કેસ ઝડપથી વધી રહ્યા છે.

Coronavirus in China : ચીનના શાંઘાઈમાં કોરોના બેકાબૂ, અમેરિકાએ પોતાના દૂતાવાસના કર્મચારીઓને શહેર છોડવાનો આદેશ આપ્યો
કોરોના વાયરસ ચીનના વુહાન શહેરથી ફેલાયો
Image Credit source: PTI

Follow us on

Covid-19 : ચીનના શાંઘાઈમાં કોરોના વાયરસ (Shangahi Coronavirus) ના વધી રહેલા કેસ વચ્ચે અમેરિકાએ મોટું પગલું ભર્યું છે. તેણે અહીંની પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી અને શાંઘાઈમાં હાજર તેના કર્મચારીઓને શહેર છોડી દેવાનો આદેશ આપ્યો છે. શાંઘાઈમાં કોવિડ-19(China Covid Situation)ના કેસમાં ઝડપથી થઈ રહેલા વધારાને ધ્યાનમાં રાખીને અમેરિકાએ આ પગલું ભર્યું છે. કોરોનાવાયરસ ચેપના ફેલાવાને રોકવા માટે હાલમાં શાંઘાઈમાં કડક લોકડાઉન અમલમાં છે.

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશ અનુસાર, શાંઘાઈ સ્થિત કોન્સ્યુલેટમાં બિન-ઇમરજન્સી યુએસ સરકારી કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્યોને તાત્કાલિક શહેર છોડી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે. જોકે, અન્ય અમેરિકી અધિકારીઓ વાણિજન્ય દૂતાવાસમાં ફરજ પર રહેશે. ચીનની ‘ઝીરો-કોવિડ’ વ્યૂહરચના હેઠળ 26 મિલિયનની વસ્તી ધરાવતા શાંઘાઈમાં લાખો લોકો છેલ્લા ત્રણ અઠવાડિયાથી તેમના ઘરોમાં બંધ છે. શહેરમાં સેગ્રિગેશનના નિયમનો કડક અમલ કરીને મોટા પાયે તપાસ કરવામાં આવી રહી છે.

લોકોને ઘરની બહાર નીકળવાની મનાઈ છે

શાંઘાઈમાં પ્રતિબંધો હેઠળ જીવતા લોકો નિરાશાજનક પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે, જેમાં તેમને તેમના ઘરની બહાર નીકળવાની મનાઈ છે અને તેઓને ખોરાક સહિત તેમની અન્ય દૈનિક જરૂરિયાતો પૂરી કરવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. કોરોના વાયરસથી સંક્રમિત મળી આવેલા લોકોને મોટા સામૂહિક અલગતા કેન્દ્રોમાં રાખવામાં આવી રહ્યા છે, જ્યાં સ્થિતિ ખૂબ જ ખરાબ છે. અહીં સંક્રમણને કારણે વૃદ્ધો પણ મૃત્યુ પામી રહ્યા છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

આ વાયરસ ચીનના વુહાનથી ફેલાયો હતો

કોરોના વાયરસ ચીનના વુહાન શહેરથી ફેલાયો અને પછી તેના કેસ સમગ્ર વિશ્વમાં જોવા મળ્યા. જ્યારે અમેરિકા સહિત વિશ્વના ઘણા મોટા દેશો રોગચાળાના વધતા જતા કેસ સામે લડી રહ્યા હતા અને પરિસ્થિતિને કાબૂમાં લેવામાં અસમર્થ હતા ત્યારે ચીનમાં બધું સામાન્ય હતું. પરંતુ હવે જ્યારે તમામ દેશોમાં સ્થિતિ નિયંત્રણમાં છે, ત્યારે ચીનના શહેરોમાં વાયરસને કાબૂમાં લેવો મુશ્કેલ બની રહ્યો છે. હાલમાં સૌથી ખરાબ સ્થિતિ શાંઘાઈમાં છે. અહીં લોકોને ખાદ્ય સામગ્રી માટે પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

આ પણ વાંચો : Ukraine-Russia War: પુતિનનાં આ ખાસ સૈનિકો માનવ માંસથી કરે છે નશો, જાણો કેમ યુક્રેનના સેનિકોનાં કાન કાપી રહ્યા છે રશિયન ખૂંખાર લડવૈયાઓ

Next Article