કોરોનાના નવા સ્ટ્રેન પર AIIMS ડાયરેક્ટર ડૉ.રણદીપ ગુલેરિયાએ કહ્યું- દેશમાં અત્યાર સુધી કોઈ કેસ નહીં

બ્રિટેનમાં કોરોના વાઈરસનો નવો સ્ટ્રેન જોવા મળ્યો છે. કોરોનાના નવા સ્ટ્રેન પહેલા વાઈરસની અપેક્ષાથી ખુબ ઝડપથી ફેલાવવાની ક્ષમતાવાળો છે.

કોરોનાના નવા સ્ટ્રેન પર AIIMS ડાયરેક્ટર ડૉ.રણદીપ ગુલેરિયાએ કહ્યું- દેશમાં અત્યાર સુધી કોઈ કેસ નહીં
DR. Randeep Guleria (File Image)

બ્રિટેનમાં કોરોના વાઈરસનો નવો સ્ટ્રેન જોવા મળ્યો છે. કોરોનાના નવા સ્ટ્રેન પહેલા વાઈરસની અપેક્ષાથી ખુબ ઝડપથી ફેલાવવાની ક્ષમતાવાળો છે. આ કારણથી તમામ દેશ સતર્ક થઈ ગયા છે. ભારત સહિત ઘણા દેશોએ બ્રિટેનથી આવતી-જતી ઉડાનોને થોડા દિવસ માટે રદ કરી દીધી છે. તેની વચ્ચે આ વાઈરસને લઈ એઈમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યુ કે બ્રિટેને કોરોના વાઈરસના નવા મ્યુટેશનને ઓબ્ઝર્વ કર્યો છે.

તેમને જોયું કે કોરોનાનું આ નવું જે મ્યુટેશન થયું છે તે લંડન અને સાઉથ બ્રિટેનમાં જોવા મળ્યું છે. તેમને એ પણ ઓબ્ઝર્વ કર્યુ છે કે જ્યાં પણ આ મ્યુટેશન થયું છે, ત્યાં કોરોનાના કેસ ઝડપથી વધ્યા છે. તેથી જરૂરી છે કે આપણે તેને અન્ય દેશોમાં ના ફેલાવવા દઈએ. તેથી ઘણા દેશોએ યૂકેની પોતાની ફ્લાઈટ્સને બંધ કરી છે અને જે પણ લોકો આવી રહ્યા છે, તેમની સર્વિલાન્સ અને ટેસ્ટિંગ જોર-શોરથી શરૂ કરી દીધા છે.

 

આ પણ વાંચો: મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં આવતીકાલથી નાઈટ કર્ફ્યૂ, 15 દિવસ સતર્ક રહેવાનો આદેશ

ત્યારે નવા સ્ટ્રેનને લઈ ભારતની તૈયારી પર ડૉ. ગુલેરિયાએ કહ્યું કે ભારતમાં અત્યાર સુધી એવો કોઈ કેસ સામે આવ્યો નથી પણ હવે જે કેસ આવી રહ્યા છે તેમના ટેસ્ટિંગ ખુબ જરૂરી છે, કારણ કે અત્યાર સુધી આપણે એ જોતા હતા કે કોઈ પોઝિટીવ છે કે નહીં. હવે કેટલીક હદ સુધી વાઈરસની જેનેટિક સીક્વન્સ જોવાની પણ જરૂરિયાત પડશે.

Click on your DTH Provider to Add TV9 Gujarati