AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Omicron Variant : દેશમાં ચિંતાનો માહોલ, 5 રાજ્યોમાં 19 નવા કેસની પુષ્ટિ થતા દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટના કેસની સંખ્યા વધીને 174

ઓમિક્રોનના વધતા જોખમ વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે કહ્યું કે શહેરમાં કોરોના વાયરસના તમામ નવા પોઝિટિવ કેસ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવશે.

Omicron Variant : દેશમાં ચિંતાનો માહોલ, 5 રાજ્યોમાં 19 નવા કેસની પુષ્ટિ થતા દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટના કેસની સંખ્યા વધીને 174
omicron variant ( File photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 21, 2021 | 9:37 AM
Share

દેશમાં કોરોના વાયરસ (Corona) સંક્રમણના ઓમિક્રોન વેરિઅન્ટના (Omicron Variant) વધુ 19 નવા કેસ સામે આવ્યા બાદ કુલ સંખ્યા વધીને 174 થઈ ગઈ છે. સોમવારે 5 રાજ્યોમાં પૈકી દિલ્હીમાં 8, કર્ણાટકમાં 5, કેરળમાં 4, રાજસ્થાન અને ગુજરાતમાં એક-એક કેસ નોંધાયા હતા. દિલ્હીમાં નોંધાયેલા મોટાભાગના કેસોમાં લોકો અન્ય સ્થળોએ ગયા હતા. રાષ્ટ્રીય રાજધાનીમાં નવા વેરિઅન્ટથી સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને 30 થઈ ગઈ છે. જ્યારે ઓછામાં ઓછા 12 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

ગુજરાતના વડોદરામાં બ્રિટનથી પરત ફરેલી 27 વર્ષીય મહિલા અને તાન્ઝાનિયાથી અમદાવાદ ગયેલા પતિ-પત્ની સોમવારે ઓમિક્રોનથી સંક્રમિત જોવા મળ્યા હતા. આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું કે મહિલા 13 ડિસેમ્બરે બ્રિટન ગઈ હતી અને મુંબઈ થઈને પરત આવી હતી. તેણી બંને એરપોર્ટ પર વાયરસથી સંક્રમિત મળી ન હતી.

બાદમાં તેણે તાવની ફરિયાદ કરી અને કોવિડ-19 ટેસ્ટ માટે સેમ્પલ આપ્યા હતા. જેના રિપોર્ટમાં સંક્ર્મણની પુષ્ટિ થઈ હતી. આ પછી સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા હતા. ઓમિક્રોનનો વડોદરામાં આ ત્રીજો અને ગુજરાતમાં 14મો કેસ છે.

કેરળમાં ચાર નવા કેસ આવ્યા પછી રાજ્યમાં ઓમિક્રોન વેરિઅન્ટના કુલ કેસ વધીને 15 થઈ ગયા છે. રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું કે આ ચાર સંક્રમિત પૈકી બે 41 અને 67 વર્ષની વયના છે. તે બ્રિટનથી તિરુવનંતપુરમ આવેલા ઓમિક્રોનથી સંક્રમિત 17 વર્ષીય બાળકની માતા અને દાદી છે. તે 9 ડિસેમ્બરે તેના પિતા, માતા અને બહેન સાથે બ્રિટનથી પરત ફર્યો હતો. તિરુવનંતપુરમમાં સામે આવેલા અન્ય બે ઓમિક્રોન કેસોમાં 32 વર્ષીય પુરુષ અને 27 વર્ષીય મહિલાનો સમાવેશ થાય છે જે 17 ડિસેમ્બરે નાઈજીરિયાથી પરત ફર્યા હતા. આ મહિલા 12 ડિસેમ્બરે બ્રિટનથી પરત આવી હતી.

તમને જણાવી દઈએ કે, કોરોના વાયરસનો ઓમિક્રોન વેરિઅન્ટ સૌપ્રથમવાર દક્ષિણ આફ્રિકામાં 24 નવેમ્બરે મળી આવ્યો હતો. ભારતમાં પ્રથમ બે કેસ કર્ણાટકમાં 2 ડિસેમ્બરે નોંધાયા હતા. અત્યાર સુધીમાં 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઓમિક્રોનના કેસ નોંધાયા છે. મહારાષ્ટ્ર (54), દિલ્હી (30), રાજસ્થાન (18), કર્ણાટક (19), તેલંગાણા (20), ગુજરાત (14), કેરળ (15), આંધ્રપ્રદેશ (1), ચંદીગઢ (1), તમિલનાડુ (1) ) અને ઓમિક્રોન કેસ પશ્ચિમ બંગાળમાં (1) કેસ મળી આવ્યા છે.

દિલ્હીમાં દરેક પોઝિટિવ સેમ્પલ માટે જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવશે

ઓમિક્રોનના ખતરા વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે કહ્યું કે શહેરમાં કોરોનાવાયરસના તમામ નવા પોઝિટિવ કેસ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવશે. તેમણે કેન્દ્ર સરકારને આરોગ્ય કર્મચારીઓ અને અન્ય લોકો માટે કોવિડ રસીના વધારાના ડોઝની મંજૂરી આપવા પણ અપીલ કરી હતી. તેમણે કહ્યું કે ઓમિક્રોન વેરિઅન્ટને જોતા ગભરાવાની કોઈ વાત નથી.

કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, “છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. રવિવારે 100 થી વધુ કેસ સામે આવ્યા હતા. અમને ખબર નથી કે આ કયા પ્રકારના કોવિડ કેસ છે, સામાન્ય કે ઓમિક્રોન વેરિઅન્ટ કેસ છે. તેથી, તમામ સંક્રમિત કેસોના નમૂનાઓ શોધવા માટે જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવશે. અમે હોમ આઇસોલેશનની સિસ્ટમને મજબૂત કરીશું, કારણ કે મોટાભાગના કેસોમાં હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર રહેશે નહીં.

આ પણ વાંચો : Gujarat Gram Panchayat Election Result 2021 LIVE: રાજ્યની 8686 ગ્રામ પંચાયતની ચૂંટણીનું આજે પરિણામ, 1.47 લાખ ઉમેદવારોના ભાવિનો થશે ફેંસલો

આ પણ વાંચો :બ્રિટનના શીખ સાંસદે ગોલ્ડન ટેમ્પલ મુદ્દે એવું તે શું કહ્યું કે હંગામો મચ્યો? હવે થઇ રહી છે ચારેબાજુ ટીકા

શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
g clip-path="url(#clip0_868_265)">