Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona vaccination : દેશમાં કુલ રસીકરણનો આંકડો 32 કરોડને પાર, એક દિવસમાં 64 લાખથી વધુ ડોઝનું રસીકરણ

Corona vaccination :દેશમાં અત્યાર સુધીમાં કોરોના રસીના 32 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. આમાં 5.55 કરોડથી વધુ લોકોને બંને ડોઝ આપવામાં આવ્યા છે.

Corona vaccination :  દેશમાં કુલ રસીકરણનો આંકડો 32 કરોડને પાર, એક દિવસમાં 64 લાખથી વધુ ડોઝનું રસીકરણ
IMAGE : Ministry of Health
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 27, 2021 | 7:15 AM

Corona vaccination : દેશમાં કોરોના વાયરસની બીજી લહેરમાં કેસો અને મૃત્યુ ઘટી રહ્યા છે, તો સામે રસીકરણ મહા અભિયાન રોજ એક નવો રેકોર્ડ સર્જે છે. દેશમાં ચાલી રહેલા કોરોના રસીકરણ મહા અભિયાનની વચ્ચે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શનિવારે મોટી માહિતી આપી હતી. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં અત્યાર સુધીમાં કોરોના રસીના 32 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. આમાં 5.55 કરોડથી વધુ લોકોને બંને ડોઝ આપવામાં આવ્યા છે.

6 દિવસમાં 3.77 કરોડ ડોઝનું રસીકરણ દરમિયાન, વડાપ્રધાન કાર્યાલય (PMO) દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, છેલ્લા છ દિવસમાં રસીના 3.77 કરોડ ડોઝ આપવામાં આવ્યા હતા.

નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, દેશના 128 જિલ્લાઓમાં 45 વર્ષથી ઉપરની વસ્તીના 50 ટકાથી વધુ લોકોને રસી આપવામાં આવી છે અને 16 જિલ્લાઓમાં 45 થી વધુ વર્ષના 90 ટકાથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

પીએમઓએ કહ્યું, “છ દિવસમાં. 3.77 કરોડ ડોઝ આપવામાં આવ્યા હતા, જે મલેશિયા, સાઉદી અરેબિયા અને કેનેડા જેવા દેશોની આખી વસ્તી કરતા વધારે છે.”

મોદીએ અધિકારીઓને રાજ્યો સાથે મળીને કામ કરવા સુચના પણ આપી કે જેથી પરીક્ષણની ગતિ ધીમી ન થાય, કેમ કે તે રસીકરણ એ સંક્રમણને અટકાવવાનું એક મહત્વપૂર્ણ સાધન છે.

કેન્દ્રએ રાજ્યોને 31.17 કરોડ ડોઝ આપ્યા કેન્દ્ર સરકાર દેશભરમાં કોવિડ-19 રસીકરણના ક્ષેત્રને વેગ આપવા અને વિસ્તૃત કરવા માટે પ્રતિબદ્ધ છે. કોવિડ-19 રસીની વ્યાપક ઉપલબ્ધતા સાથે સંકળાયેલા નવા તબક્કાની શરૂઆત 21 જૂન, 2021 થી શરૂ થઈ હતી.

ભારત સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત કેન્દ્રોને મફત શ્રેણી અને રાજ્યો દ્વારા સીધી ખરીદી દ્વારા અત્યાર સુધીમાં 31.17 કરોડથી વધુ ડોઝ (31,17,01,800) રાજ્યો અને કેન્દ્રશાસિત કેન્દ્રોને આપ્યા છે.આમાંથી કુલ વપરાશ (બગાડ સહીત)  29,71,80,733 ડોઝનો છે.

આ પણ વાંચો : Union Bank of India માં તમારું એકાઉન્ટ હોય તો ચાર દિવસમાં કરો આ કામ, નહીતર સ્થગિત થઇ જશે વ્યવહારો

આ પણ વાંચો : જમ્મુ કાશ્મીર બાદ PM MODI હવે કારગીલ અને લદ્દાખના નેતાઓ સાથે કરશે બેઠક

અંકલેશ્વરના પાનોલીની કેમિકલ કંપનીમાં લાગેલી આગ અન્ય કંપનીમાં પણ ફેલાઈ
અંકલેશ્વરના પાનોલીની કેમિકલ કંપનીમાં લાગેલી આગ અન્ય કંપનીમાં પણ ફેલાઈ
પોરબંદર નજીક મધદરિયે 1800 કરોડની કિંમતનુ 300 કિલો ડ્રગ્સ ઝડપાયુ
પોરબંદર નજીક મધદરિયે 1800 કરોડની કિંમતનુ 300 કિલો ડ્રગ્સ ઝડપાયુ
રાજ્યના શિક્ષણ પર ગરમાઈ રાજનીતિ, અખીલેશની પોસ્ટ પર વિફર્યા પાનસેરિયા
રાજ્યના શિક્ષણ પર ગરમાઈ રાજનીતિ, અખીલેશની પોસ્ટ પર વિફર્યા પાનસેરિયા
ગુજરાતીઓ કાળઝાળ ગરમી માટે થઈ જજો તૈયાર, ફરી ગરમીનો પારો ઊંચકાશે
ગુજરાતીઓ કાળઝાળ ગરમી માટે થઈ જજો તૈયાર, ફરી ગરમીનો પારો ઊંચકાશે
રાહુલ ગાંધીના 2 દિવસનો કાર્યક્રમ નક્કી, મોડાસામાં કરશે બેઠક
રાહુલ ગાંધીના 2 દિવસનો કાર્યક્રમ નક્કી, મોડાસામાં કરશે બેઠક
નિકોલમાં રસ્તા પર પાણી ભરાવાની સમસ્યાથી ત્રાહિમામ સ્થાનિકો
નિકોલમાં રસ્તા પર પાણી ભરાવાની સમસ્યાથી ત્રાહિમામ સ્થાનિકો
કૃષ્ણનગરીમાં વર્ષો જૂનું હનુમાનજીનું મંદિર ફરી ખુલ્યું
કૃષ્ણનગરીમાં વર્ષો જૂનું હનુમાનજીનું મંદિર ફરી ખુલ્યું
ગુજરાત PSI ભરતી માટે લેખિત પરીક્ષાનું આયોજન
ગુજરાત PSI ભરતી માટે લેખિત પરીક્ષાનું આયોજન
આ રાશિના જાતકોની આજે પ્રતિષ્ઠામાં વધારો થશે, જાણો આજનું રાશિફળ
આ રાશિના જાતકોની આજે પ્રતિષ્ઠામાં વધારો થશે, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ ! ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ ! ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">