AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Union Bank of India માં તમારું એકાઉન્ટ હોય તો ચાર દિવસમાં કરો આ કામ, નહીતર સ્થગિત થઇ જશે વ્યવહારો

યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા (Union Bank of India)એ ગ્રાહકોને માહિતી આપતા કહ્યું કે, જુલાઈ 01, 2021 થી તમામ જૂની ચેકબુક સિસ્ટમની બહાર કરવામાં આવી રહી છે. બેંકે ગ્રાહકોને તેમની જૂની ચેક બુકની જગ્યાએ નવી ચેક બુક લેવા વિનંતી કરી છે.

Union Bank of India માં તમારું એકાઉન્ટ હોય તો ચાર દિવસમાં કરો આ કામ, નહીતર સ્થગિત થઇ જશે વ્યવહારો
FILE PHOTO
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 26, 2021 | 11:17 PM
Share

આંધ્ર બેંક (Andhra Bank) અને કોર્પોરેશન બેંક (Corporation Bank) સાથે મર્જર થયા બાદ યુનિયન બેંક ઓફ ઇન્ડિયા (Union Bank of India) એ પોતાના ગ્રાહકો માટે વિશેષ સૂચના જાહેર કરી છે. યુનિયન બેંક ઓફ ઈન્ડિયાએ કહ્યું છે કે બેંક ગ્રાહકોને નવી સુરક્ષા સુવિધાઓ સાથેના ચેકનો જ ઉપયોગ કરવો પડશે. ગ્રાહકોએ જૂની ચેક બુક આપીને નવી ચેક બુક લેવી પડશે. આ માટે ગ્રાહકો પાસે 30 જૂન સુધીનો સમય છે. 01 જુલાઇ 2021 થી તેના તમામ જુના ચેક અમાન્ય થઈ જશે. આંધ્ર બેંક અને કોર્પોરેશન બેંકનું મર્જર 01 એપ્રિલ 2020 થી યુનિયન બેંક ફ ઇન્ડિયામાં થયું હતું. મર્જર પછી આ બંને બેંકોના IFSC પણ બદલાયા છે.

જાહેર ક્ષેત્રની આ યુનિયન બેંક ઓફ ઇન્ડિયા (Union Bank of India) દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “RBI ની સૂચના મુજબ આંધ્રબેંક અને કોર્પોરેશન બેંક દ્વારા બહાર પાડવામાં આવેલી તમામ જૂની ચેક બુક અમાન્ય થઈ જશે.01 જુલાઈ 2021 ના ​​રોજ આ અમાન્ય થઈ જશે. તમામ ગ્રાહકોને વિનંતી છે કે તેમની શાખાનો સંપર્ક કરીને અંતિમ સમય પૂરો થાય તે પહેલાં જૂની ચેક બુકને બદલે નવી ચેક બુક લઇ લેવી.

1 જુલાઈથી કામ નહીં આવે જૂના ચેક યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા (Union Bank of India)એ ગ્રાહકોને માહિતી આપતા કહ્યું કે, જુલાઈ 01, 2021 થી તમામ જૂની ચેકબુક સિસ્ટમની બહાર કરવામાં આવી રહી છે. બેંકે ગ્રાહકોને તેમની જૂની ચેક બુકની જગ્યાએ નવી ચેક બુક લેવા વિનંતી કરી છે.

રોકાઈ જશે જૂના ચેકનું પેમેન્ટ આંધ્ર બેંક અને કોર્પોરેશન બેંકનું યુનિયન બેંક ઓફ ઇન્ડિયા સાથે મર્જર થયા બાદ આ બંને બેંકના ગ્રાહકો હવે યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના ગ્રાહકો ગણાશે. હવે જો આંધ્ર બેંક અને કોર્પોરેશન બેંકના ખાતા ધારકોએ તેમની બેંકના નામ વાળા ચેક આપ્યા હશે તો તે જૂના ચેકનું પેમેન્ટ સ્થગિત થઇ જશે.

આંધ્ર બેંક અને કોર્પોરેશન બેંકના જો કોઈ ગ્રાહકે જૂની ચેક બુકમાંથી કોઈને ચેક આપીને પેમેન્ટ કર્યું છે, તો તેણે તેને તરત જ યુનિયન બેંક ઓફ ઇન્ડિયા (Union Bank of India) ના નવા ચેકથી બદલવો જોઈએ. નવી ચેક મળ્યાની જાણ થયા બાદ બેંક જૂના ચેકનો રેકોર્ડ કોર બેંકિંગ સિસ્ટમમાંથી કાઢી નાખવામાં આવશે.

Follow Us
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
g clip-path="url(#clip0_868_265)">