Corona : ઓમિક્રોનથી કોરોનાના કેસ રેકોર્ડ સ્તરે વધ્યા, મોતનો આંક પહેલાની લહેરથી ઘણો ઓછો

|

Dec 31, 2021 | 8:00 PM

તજજ્ઞો જણાવી રહ્યા છે કે ઓમિક્રોન ઝડપથી ફેલાઈ રહ્યો હોવા છતાં તે ડેલ્ટા જેટલો ઘાતક નથી. યુએસ ડેટા દર્શાવે છે કે ઓમિક્રોનથી લોકો અગાઉના વેરિઅન્ટ્સની જેમ બીમાર થતા નથી.

Corona : ઓમિક્રોનથી કોરોનાના કેસ રેકોર્ડ સ્તરે વધ્યા, મોતનો આંક પહેલાની લહેરથી ઘણો ઓછો
Corona Virus (Symbolic Photo)

Follow us on

દેશ અને દુનિયામાં કોરોના વાયરસ (Corona Virus)ના કેસ ઝડપથી વધી રહ્યા છે. દિલ્હી, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળમાં સંક્રમણ જોર પકડી રહ્યુ છે. અમેરિકામાં છેલ્લા સાત દિવસમાં કોરોનાના રેકોર્ડ બ્રેક કેસ નોંધાયા છે. જોકે હોસ્પિટલ (Hospital)માં દાખલ દર્દીઓ (Patients)ની સંખ્યા અગાઉના વેવની તુલનામાં અડધી છે. અમેરિકા (America)ની જેમ ભારતના રાજ્યોમાં પણ કે જ્યાં સંક્રમણના કેસ વધી રહ્યા છે, ત્યાં મૃત્યુઆંક અગાઉ કરતા ઘણો ઓછો છે.

અમેરિકામાં કુલ કોરોના કેસમાંથી 58.6 ટકા ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત છે. ઓમિક્રોન વેરિઅન્ટને કારણે ત્યાં કેસ ઝડપથી વધી રહ્યા છે. યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) અનુસાર, યુ.એસ.માં નોંધાયેલા કુલ કેસોમાં ઓમિક્રોનના દર્દી 58.6 ટકા છે. બીજી તરફ કુલ કેસમાં ડેલ્ટા વેરિઅન્ટના દર્દી 41.1 ટકા છે.

આંકડાઓ અનુસાર છેલ્લા એક સપ્તાહમાં અમેરિકામાં કોરોનાના કુલ 2,435,565 કેસ નોંધાયા છે. તો 7,982 લોકોના મોત થયા છે. એટલે કે દરરોજ સરેરાશ 3,47,937 કેસોમાં લગભગ 1100 મૃત્યુ થયા છે. સંક્રમિતોની તુલનામાં મૃત્યુઆંક અગાઉની વેવ કરતા ઘણો ઓછો છે. તજજ્ઞો કહે છે કે ઓમિક્રોન ઝડપથી ફેલાઈ રહ્યો હોવા છતાં તે ડેલ્ટા જેટલો ઘાતક નથી. યુએસ ડેટા દર્શાવે છે કે ઓમિક્રોનના લોકો એટલી ગંભીર રીતે બીમાર થતા નથી.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

દિલ્હીમાં કેસ વધી રહ્યા છે, મૃત્યુ ઓછા

દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા સાત દિવસમાં દરરોજ નવા 3,882 હજાર કેસ આવે છે, જે છેલ્લા છ મહિનામાં સૌથી વધુ છે. રાજધાનીમાં કેસ ઝડપથી વધી રહ્યા હોવા છતાં મૃત્યુના કેસમાં કોઈ વધારો થયો નથી. છેલ્લા એક સપ્તાહમાં 4 લોકોએ જીવ ગુમાવ્યા છે. જો તમે તેની સરખામણી માર્ચ-એપ્રિલ દરમિયાન આવેલી સેકન્ડ વેવ સાથે કરીએ તો આટલા કેસ સામે આવ્યા ત્યારે લગભગ 400 લોકો મૃત્યુ પામ્યા હતા. આ સંદર્ભમાં ઓમિક્રોનથી મૃત્યુઆંક ડેલ્ટા કરતા અનેક ગણો ઓછો છે.

AIIMS નવી દિલ્હીના કોવિડ એક્સપર્ટ ડૉ. યુદ્ધવીર સિંહનું કહેવું છે કે દિલ્હીમાં કોરોનાના કેસ વધવાનું કારણ ઓમિક્રોન છે. રાજધાનીમાં 50 ટકાથી વધુ નમૂનાઓમાં ઓમિક્રોન જોવા મળી રહ્યો છે. તેથી, આ વેરિઅન્ટને કારણે કેસો વધી રહ્યા છે, પરંતુ મૃત્યુની સંખ્યા એ જ છે. ડોક્ટરના મતે કેસ વધવો એ ચિંતાનો વિષય નથી. જોખમ ત્યારે છે જ્યારે હોસ્પિટલમાં દર્દીઓ વધવા લાગે છે અથવા દર્દીઓ ગંભીર લક્ષણો દર્શાવવા લાગે છે. હાલમાં, Omicron વિશે આવો કોઈ ડેટા આવ્યો નથી, તેથી વધારે ગભરાવાની જરૂર નથી.

ઘણા રાજ્યોમાં ચેપ ઝડપથી વધી રહ્યો છે

દેશના ઘણા રાજ્યોમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 1313 કેસ સામે આવ્યા છે, જ્યારે મહારાષ્ટ્રમાં 5,368 નવા કેસ નોંધાયા છે. કેરળમાં 2,423 નવા કેસ નોંધાયા છે. પશ્ચિમ બંગાળમાં 2,128 દર્દીઓ મળી આવ્યા છે. દિલ્હી અને મહારાષ્ટ્રમાં કેસ સૌથી ઝડપથી વધી રહ્યા છે.

નિષ્ણાતો આ રાજ્યોમાં ટૂંક સમયમાં કોરોનાની ત્રીજી લહેરના આગમનની ધારણા કરી રહ્યા છે. નેશનલ કોવિડ-19 સુપરમોડેલ કમિટીનું કહેવું છે કે ફેબ્રુઆરીમાં ત્રીજી લહેર ટોચ પર હશે. જો કે, એવું પણ કહેવામાં આવ્યું હતું કે ત્રીજી લહેર બીજી લહેર જેટલી ખતરનાક નહીં હોય.

 

આ પણ વાંચોઃ Omicron In India: ભારત માટે ખતરો ! કોરોનાના ખતરનાક ઓમિક્રોન વેરિએન્ટે ભારતમાં ડેલ્ટા વેરિઅન્ટનું સ્થાન લેવાનું શરૂ કર્યું

Next Article