Corona: ફુટબોલ મેચના કારણે આ દેશમાં ફેલાયેલા કોરાનાએ 37 લોકોનો જીવ લઇ લીધો, સરકારે રિપોર્ટમાં ખુલાસો કર્યો

|

Oct 16, 2021 | 10:51 PM

ગયા વર્ષે કોરોના વાયરસ (Coronavirus) ને કારણે, વિશ્વભરમાં સ્પોર્ટ્સ લીગ અને ટુર્નામેન્ટને બ્રેક પર મૂકવામાં આવી હતી. ત્યારથી બાયો બબલના રક્ષણ હેઠળ મેચોનું આયોજન કરવામાં આવ્યું હતું.

Corona: ફુટબોલ મેચના કારણે આ દેશમાં ફેલાયેલા કોરાનાએ 37 લોકોનો જીવ લઇ લીધો, સરકારે રિપોર્ટમાં ખુલાસો કર્યો
Liverpool Football Match (File)

Follow us on

વિશ્વમાં કોરોના વાયરસ (Coronavirus) ના વિનાશને એક વર્ષથી વધુ સમય થઈ ગયો છે. ગયા વર્ષે માર્ચ મહિનામાં જ્યારે આ વાયરસ ચરમસીમાએ પહોંચ્યો ત્યારે સમગ્ર વિશ્વમાં લોકડાઉનની સ્થિતિ હતી. આ પછી તમામ રમતો અને ઇવેન્ટ્સ પર વિરામ હતો. હવે પરિસ્થિતિ ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે. તમામ દેશો પોતાના નાગરિકોને સુરક્ષિત રાખવા પ્રયાસ કરી રહ્યા છે.

આ વાયરસના કારણે યુનાઇટેડ કિંગડમમાં ઘણી તબાહી સર્જાઇ હતી. આવી સ્થિતિમાં, હવે તેની સરકાર તેના ફેલાવાના કારણોની તપાસ કરી રહી છે. તપાસના અહેવાલમાં ચેમ્પિયન્સ લીગને પણ લોકોના મૃત્યુનું મોટું કારણ ગણાવ્યું છે.

સરકાર અને વડા પ્રધાન બોરિસ જોનસન (Boris Johnson) કોરોના વાયરસના વિનાશ પર સંપૂર્ણ અહેવાલ આપી ચૂક્યા છે. આ અહેવાલમાં જ્યાં NHS ના લોકોની પ્રશંસા કરવામાં આવી છે. તો બીજી બાજુ, એવું પણ કહેવામાં આવ્યું છે, કે તે સમયે આવી કેટલીક મેચનું આયોજન કરવામાં આવ્યું હતું કે, જેના કારણે તબાહી વધી હતી. આમાં, એટલેટિકો મેડ્રિડ (Atletico Madrid) અને લિવરપૂલ વચ્ચે રમાયેલી મેચને સ્પષ્ટપણે લોકોના મૃત્યુ માટે જવાબદાર ઠેરવવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

લિવરપૂલની મેચને જવાબદાર ઠેરવવામાં આવી હતી

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 11 માર્ચે લિવરપૂલ અને એટલેટિકો મેડ્રિડ વચ્ચેની મેચને કારણે 36 લોકોએ અર્થ વગરના જીવ ગુમાવ્યા હતા. આ મેચ રદ થઈ શકતી હતીઅથવા મુલતવી રાખી શકાય એમ હતી. કારણ કે WHO એ કોરોના વાયરસને મહામારી જાહેર કરી દીધી હતી. આ મેચ સિવાય, ચેલ્ટેહામ ફેસ્ટિવલ ઓફ રેસિંગ પણ આ રોગચાળો ફેલાવવા માટે જવાબદાર હોવાનું કહેવાય છે. રિપોર્ટ અનુસાર આ મેચોના કારણે 37 વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. જ્યારે બીજી તરફ રેસિંગ ઇવેન્ટ પછી 41 લોકો મૃત્યુ પામ્યા હતા જે સરળતાથી ટાળી શકાયુ હોત.

ઘણા ચાહકો રિપોર્ટ સાથે સહમત નથી

જો કે, ઘણા નિષ્ણાતો એમ પણ કહે છે કે મેચ દરમિયાન કોઈ લોકડાઉન થયું ન હતું. ન તો કોઈ દેશે તેની સરહદો બંધ કરી હતી. શાળા-કચેરી અને અન્ય તમામ પ્રકારની કચેરીઓ પણ ખુલ્લી રાખવામાં આવી હતી. આવી સ્થિતિમાં, કોરોના કોઈપણ કારણોસર ફેલાઈ શકે છે. આ માટે રમતને દોષ આપવો યોગ્ય નથી. દરમિયાન, આર્સેનલ (Arsenal) ના મુખ્ય કોચ માઈકલ આર્ટેટા કોરોના વાયરસ ટેસ્ટમાં પોઝિટિવ મળ્યા હતા.

આ પછી આર્સેનલ અને બ્રિજટન વચ્ચેની ઇંગ્લિશ પ્રીમિયર લીગ મેચ મુલતવી રાખવામાં આવી હતી. ધીરે ધીરે બધી લીગ બંધ થઈ ગઈ હતી. થોડા સમય પછી આ લીગને પહેલા ચાહકોની ગેરહાજરીમાં આયોજીત કરવામાં આવી હતી. જોકે પરિસ્થિતિમાં સુધારો થયા બાદ ચાહકોને પણ પરવાનગી મળી ગઈ હતી.

 

આ પણ વાંચોઃ   IPL 2021: ચેમ્પિયન ચેન્નાઇ જ નહી કોલકાતાને પણ આટલા કરોડનુ ઇનામ મળ્યુ, પ્રદર્શનના બદલામાં ખેલાડીઓને મળ્યા રોકડ ઇનામ

 

આ પણ વાંચોઃ  IPL 2021: ફાઇનલ જંગમાં કોલકાતાના આ બે દિગ્ગજ ખેલાડીઓ વચ્ચે ચાલી રહ્યુ હતુ ‘આંતરીક’ યુદ્ધ ! સહેવાગે કર્યો દાવો

 

Published On - 10:50 pm, Sat, 16 October 21

Next Article