આજથી 75 દિવસ સુધી વિનામૂલ્યે અપાશે કોરોના વેક્સિનનો બુસ્ટર ડોઝ, રાજ્યોને અપાઈ સુચના

|

Jul 15, 2022 | 12:47 PM

કેન્દ્ર સરકારે આજે શુક્રવારથી તમામ પુખ્ત વયના લોકો માટે કોવિડ રસીનો વિનામૂલ્યે બુસ્ટર ડોઝ આપવાનો નિર્ણય લીધો છે. 15 જુલાઈથી આઝાદીના અમૃત મહોત્સવના ભાગ રૂપે, આગામી 75 દિવસ સુધી નિ:શુલ્ક બુસ્નુંટર ડોઝ આપવાનું અભિયાન ચલાવવામાં આવશે.

આજથી 75 દિવસ સુધી વિનામૂલ્યે અપાશે કોરોના વેક્સિનનો બુસ્ટર ડોઝ, રાજ્યોને અપાઈ સુચના
Covid vaccine (symbolic image)

Follow us on

દેશમાં કોરોના (Corona) મહામારીનો પ્રકોપ હજુ સમાપ્ત થયો નથી. દરરોજ 15 હજારથી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે અને મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. આને ધ્યાનમાં રાખીને, કેન્દ્ર સરકારે 15થી 59 વર્ષ સુધીના તમામ પુખ્ત વયના લોકોને બૂસ્ટર ડોઝ (Booster dose) આપવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારે શુક્રવારથી તમામ પુખ્ત વયના લોકો માટે નિ:શુલ્ક બુસ્ટર ડોઝ આપવાનો નિર્ણય લીધો છે. 15 જુલાઈથી ‘આઝાદી કે અમૃત મહોત્સવ’ના ભાગ રૂપે, આગામી 75 દિવસ માટે નિશુલ્ક કોરોના વેક્સિનનો બુસ્ટર ડોઝ આપવાનુ અભિયાન શરૂ કરવામાં આવશે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Narendra Modi) અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. સરકારી કેન્દ્રો પર તમામ વયસ્કોને મફત બૂસ્ટર ડોઝ આપવામાં આવશે.

વસ્તીના એક ટકા કરતા ઓછા લોકોએ બૂસ્ટર ડોઝ લીધો

કોરોનાથી બચવા માટે સરકાર લોકોને રસી અપાવવા માટે અપીલ કરી રહી છે ત્યારે હવે કેટલીક બેદરકારી પણ સામે આવી છે. વાસ્તવમાં, બૂસ્ટર ડોઝને લઈને એક ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. અત્યાર સુધીમાં, 18-59 વર્ષની લક્ષિત 77 કરોડ વસ્તીમાંથી એક ટકાથી પણ ઓછા લોકોને બૂસ્ટર ડોઝ મળ્યો છે.

બૂસ્ટર ડોઝ લેવાની સમય મર્યાદા ઘટાડવામાં આવી

કોરોના ચેપને કારણે થતા મૃત્યુને રોકવા અને ગંભીર લક્ષણોને રોકવામાં રસીઓ મહત્વની ભૂમિકા પુરવાર કરી છે. દરમિયાન, આરોગ્ય મંત્રાલયે એન્ટી-કોવિડ વેક્સિનનો બીજો ડોઝ લીધા પછી બૂસ્ટર ડોઝ લેવાની સમય મર્યાદા પણ નવ મહિનાથી ઘટાડીને છ મહિના કરી દીધી છે. હવે 18 વર્ષથી ઉપરની કોઈપણ વ્યક્તિ સરકારી રસીકરણ કેન્દ્રમાં જઈને બૂસ્ટર ડોઝ મેળવી શકે છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

રાજ્યોને સ્પુટનિક-V ઉપલબ્ધ કરાવવાની સૂચનાઓ

આ વિશેષ અભિયાનને લઈને કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. કેન્દ્ર સરકારે રાજ્યોને સુનિશ્ચિત કરવાનું સૂચન કર્યું છે કે સ્પુટનિક-વી રસી પ્રદાન કરતા ખાનગી રસીકરણ કેન્દ્રો રસીની ઉપલબ્ધતાની ખાતરી કરે તેમજ લાભાર્થીઓને તેનો બીજો અને નિવારક ડોઝ પૂરો પાડે.

રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લખેલા પત્રમાં કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે ગુરુવારે જણાવ્યું હતું કે એવું જોવામાં આવ્યું છે કે સ્પુટનિક-વી રસીની સાવચેતીભરી માત્રા લેવાની હોય તેવા લોકોની સંખ્યાના માત્ર 0.5 ટકા લોકોએ જ રસી મેળવી છે. તેમણે કહ્યું કે જે લોકોએ ખાનગી કોવિડ રસીકરણ કેન્દ્રોમાં રસીના બે ડોઝ મેળવ્યા છે તેમને સ્પુટનિક-વીના ઘટક-1નો ઉપયોગ કરીને સાવચેતીભર્યો ડોઝ આપી શકાય છે. તેની ઉપલબ્ધતા વધારવા માટે જેથી આ રસીના લાભાર્થીઓ બૂસ્ટર ડોઝ લઈ શકે, આરોગ્ય સચિવે રાજ્યોને સ્પુટનિક વી રસી (કમ્પોનન્ટ-1)ની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા અને ખાનગી કોવિડ રસીકરણ કેન્દ્રોના સક્રિયકરણની ખાતરી કરવા જણાવ્યું છે.

12 થી 18 વર્ષની વયજૂથના બાળકોનું રસીકરણ પણ શાળા આધારિત અભિયાન દ્વારા પૂર્ણ કરવામાં આવશે. 1 જૂનથી બીજી વખત કેન્દ્ર સરકારે રસીકરણને વેગ આપવા માટે ‘હર ઘર દસ્તક 2.0’ ડોર ટુ ડોર અભિયાન શરૂ કર્યું હતું.

કેન્દ્રને 12 વર્ષથી નીચેના બાળકોને રસી આપવા માટે વૈજ્ઞાનિક સલાહ મળી નથી: માંડવિયા

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ ગુરુવારે જણાવ્યું હતું કે સરકારને 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે રસી અંગે વૈજ્ઞાનિક સમુદાય તરફથી કોઈ સલાહ મળી નથી. “અમે વૈજ્ઞાનિક સમુદાયની સલાહ પર નિર્ણયો લઈએ છીએ,” મંત્રીએ બેંગ્લોરમાં એક કાર્યક્રમની બાજુમાં પત્રકારોને કહ્યું. અમને 12 વર્ષથી વધુ ઉંમરના બાળકો માટે પરવાનગી મળી છે. વૈજ્ઞાનિક સમુદાયની સલાહના આધારે આગામી દિવસોમાં નિર્ણય લેવામાં આવશે. અત્યાર સુધી, અમને વૈજ્ઞાનિકો તરફથી કોઈ સલાહ મળી નથી.”

 

Published On - 8:16 am, Fri, 15 July 22

Next Article