Black fungus : બિહારનો વિચિત્ર કિસ્સો, ન હતા બિમારીના કોઇ લક્ષણો છતાં મહિલાની આંખ બહાર આવી ગઇ
Black fungus : હાલ દેશમાં કોરોનાની સાથે બ્લેક ફંગસની મહામારીએ પોતાનું પોત પ્રકાશ્યું છે. આ બિમારીના રોજબરોજ એવા કેસો સામે આવી રહ્યાં છે કે જેને સાંભળી અને જોઇને તબીબોની સાથે આરોગ્ય વિભાગ પણ અચંબિત થઇ જાય છે.
Black fungus : હાલ દેશમાં કોરોનાની સાથે બ્લેક ફંગસની મહામારીએ પોતાનું પોત પ્રકાશ્યું છે. આ બિમારીના રોજબરોજ એવા કેસો સામે આવી રહ્યાં છેકે જેને સાંભળી અને જોઇને તબીબોની સાથે આરોગ્ય વિભાગ પણ અચંબિત થઇ જાય છે. બિહારમાં પણ બ્લેકફંગસનો એક વિચિત્ર અને ગંભીર કેસ સામે આવ્યો છે. જેને લઇને આ બિમારીની ગંભીરતાને લઇને તબીબો ચોંકી ગયા છે.
વાત છે બિહારના આરા જિલ્લાના એક ગામની, કે જયાં એક મહિલાને 20 દિવસ પહેલા સામાન્ય તાવ આવ્યો હતો. તે સમયે સ્થાનિક મેડિકલ શોપમાંથી દવાઓ લઈને આ મહિલા સાજી થઈ ગઇ હતી. આ સમયે મહિલામાં કોરોના કે અન્ય બીમારીના લક્ષણો હતા નહિં. જેથી આ મહિલાએ હોસ્પિટલ જવાનું કે ડૉકટરની સારવાર લેવાનું ઉચિત સમજ્યું ન હતું.
પરંતુ, હવે આ કેસમાં નવો વળાંક આવ્યો. અચાનક 2 દિવસ બાદ મહિલાના ચહેરા પર સોજો આવી ગયો. અને અસહ્ય દર્દ પણ મહિલાને થવા લાગ્યું હતું. આ સાથે ધીરે-ધીરે મહિલાની ડાબી આંખ બહાર આવવા લાગી હતી. અને દેખાતું પણ બંધ થઈ ગયું હતું. જેથી મહિલાએ તાત્કાલિક સારવાર મેળવવા માટે સ્થાનિક ડૉકટરની મુલાકાત કરી હતી. ત્યાં ડૉકટરોએ મહિલાનું CT સ્કેન કર્યું હતું જેમાં સામે આવ્યું હતું કે તેઓને બ્લેક ફંગસની બીમારી છે. ડૉકટરોએ તાત્કાલિક ધોરણે મહિલાને સારવાર અર્થે AIIMSમાં મોકલ્યા હતા.
મહિલામાં બ્લેકફંગસના લક્ષણોથી તબીબો અચંબિત થયા આરાની હોસ્પિટલમાં મહિલાની સારવાર કરનાર ડૉકટર અખિલેશ સિંહે આ કેસ મામલે જણાવ્યું હતું કે આ કેસ તદ્દન જુદો હતો, મહિલાને કોઈ ગંભીર બીમારી પણ નહતી કે પછી એમનામાં બ્લેક ફંગસના લક્ષણો પણ નહતા. મહિલાને 2 દિવસની અંદર ડાબી આંખમાં દેખાતુ બંધ થઇ ગયું હતું અને પછી આંખ બહાર આવવા લાગી હતી. આ તમામ લક્ષણો બ્લેક ફંગસના હોવાથી CT સ્કેન કરીને અમે રોગની પુષ્ટી કરી છે.
બિમારીના લક્ષણો પર નજર રાખો કોરોના કે અન્ય કોઈ બીમારી ન હોય તેવા લોકોમાં પણ બ્લેક ફંગસના લક્ષણો અંગે ડૉકટર્સે જણાવ્યું હતું કે કોરોના સંક્રમણ હોવા છતાં ઘણીવાર લક્ષણો સામે આવતા નથી. તેવામાં દર્દીઓને વધુ જોખમ હોય છે. આવા સમયે કોઈપણ પ્રકારના બીમારીના લક્ષણો સામે આવે તો અવશ્ય ડૉકટરની સલાહ લેવી જોઇએ. શરૂઆતના તબક્કામાં બીમારી પકડાઇ જાય તો સારવાર ઘણી સરળ રહે છે.