Corona Vaccination : ઑસ્ટ્રિયામાં રસીકરણને ફરજિયાત બનાવવા માટે બિલ પસાર, લોકડાઉન ના કરવા માટે અપનાવી સખ્તાઈ

|

Jan 22, 2022 | 1:48 PM

ઓસ્ટ્રિયા કોરોના સંક્રમણમાં સતત વધારા વચ્ચે નવેમ્બરથી આ બિલ અંગે ચર્ચાઓ ચાલી રહી છે. તે સમયે તે 14 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને લાગુ કરવા માટે સંમત થયા હતા, પરંતુ બાદમાં તે વધારીને 18 વર્ષ કરવામાં આવ્યું હતું.

Corona Vaccination : ઑસ્ટ્રિયામાં રસીકરણને ફરજિયાત બનાવવા માટે બિલ પસાર, લોકડાઉન ના કરવા માટે અપનાવી સખ્તાઈ
Symbolic Image

Follow us on

વિશ્વભરમાં વધી રહેલા કોરોના કેસોએ (Corona) સરકારોને કડક કાર્યવાહી કરવાની ફરજ પાડી છે. હવે યુરોપિયન દેશ ઓસ્ટ્રિયા (austria) રસીકરણને ફરજિયાત બનાવવા જઈ રહ્યું છે. ત્યાંના નીચલા ગૃહમાં આ માટે એક બિલ પણ પસાર કરવામાં આવ્યું છે. જો ઉપલા ગૃહમાં પણ આ બિલ પાસ થઈ જશે તો આ કાયદો 1 ફેબ્રુઆરીથી અમલમાં આવી જશે.

જો આ બિલ લાગુ થશે તો ઓસ્ટ્રિયા યુરોપનો પહેલો દેશ બની જશે, જ્યાં રસીકરણને લઈને આવા કડક નિયમો લાગુ થશે. કોરોના સંક્રમણમાં સતત વધારાનો સામનો કરી રહેલા ઓસ્ટ્રિયામાં નવેમ્બરથી આ બિલ અંગે ચર્ચાઓ ચાલી રહી છે. તે સમયે તે 14 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને લાગુ કરવા માટે સંમત થયા હતા, પરંતુ બાદમાં તે વધારીને 18 વર્ષ કરવામાં આવ્યું હતું. જોકે, ઉપલા ગૃહમાંથી બિલ પાસ થયા બાદ પણ રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર વાન બિલ ડેરની સહી જરૂરી રહેશે.

ઑસ્ટ્રિયાની લગભગ 72% વસ્તીએ રસીના બંને ડોઝ પહેલેથી જ મેળવી લીધા છે. યુરોપિયન દેશોના આંકડા અનુસાર, તે સૌથી ઓછું છે. ગયા મહિને જ અહીં ચોથું લોકડાઉન સમાપ્ત થયું હતું. કોરોનાનું નવું ઓમિક્રોન વેરિઅન્ટ સામે આવ્યા બાદ અહીં કેસ ઝડપથી વધ્યા છે. તેથી, સરકાર આગામી લોકડાઉન લાદવાનું ટાળવા માટે રસીકરણ ફરજિયાત બનાવવા માંગે છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ઑસ્ટ્રિયાની લગભગ 72% વસ્તીએ રસીના બંને ડોઝ પહેલેથી જ મેળવી લીધા છે. યુરોપિયન દેશોના આંકડા અનુસાર, તે સૌથી ઓછું છે. ગયા મહિને જ અહીં ચોથું લોકડાઉન સમાપ્ત થયું હતું. કોરોનાનું નવું ઓમિક્રોન વેરિઅન્ટ સામે આવ્યા બાદ અહીં કેસ ઝડપથી વધ્યા છે. તેથી, સરકાર આગામી લોકડાઉન લાદવાનું ટાળવા માટે રસીકરણ ફરજિયાત બનાવવા માંગે છે.

જો કે ઓસ્ટ્રિયાના કેટલાક નેતાઓ સરકારના આ પગલાની ટીકા પણ કરી રહ્યા છે. વિરોધ પક્ષ સોશિયલ ડેમોક્રેટિક પાર્ટીના સાંસદ પામેલા રેન્ડી-વેગનરે આનો વિરોધ કર્યો છે. વ્યવસાયે ડૉક્ટર પામેલા કહે છે કે આ એક ઈમરજન્સી જેવું પગલું છે. આ સામાન્ય માણસના મૂળભૂત અધિકારોનું સીધું ઉલ્લંઘન છે. તેનાથી વિપરીત પામેલાની પાર્ટીના ઘણા સાંસદો સરકારના બિલને સમર્થન આપી રહ્યા છે. બિલ અનુસાર, જે પણ સરકારના આ નિયમનું પાલન નહીં કરે તેને 600 યુરો (680 ડોલર અથવા 50,577 રૂપિયા)નો દંડ ફટકારવામાં આવશે. આ નિયમ 15 માર્ચથી લાગુ કરવામાં આવશે. જો કોઈ વ્યક્તિ દંડ ભરવાનો ઇનકાર કરે છે, તો રકમ વધારીને 3,600 યુરો કરવામાં આવશે.

આ પણ વાંચો : Omicron Variant: ચીનથી લઈને બ્રાઝિલ સુધી, લેટિન અમેરિકા અને એશિયામાં ઓમિક્રોન મચાવી રહ્યું છે તબાહી

આ પણ વાંચો : આર્મી ડોગને માત્ર બોમ્બની ગંધ જ નથી આવતી પરંતુ આ 9 વસ્તુઓની પણ કરે છે શોધ, કેવી હોય છે આ ખાસ કૂતરાઓની ટ્રેનિંગ

Next Article