આ હોસ્પિટલ સામે ફોજદારી ગુનો નોંધાયો, ઓક્સીજન ખતમ થયાની ફેલાવી હતી અફવા

લખનઉના જિલ્લા મેજિસ્ટ્રેટ અભિષેક પ્રકાશે ગોમતીનગરની SUN HOSPITAL સામે કેસ કરવાનો આદેશ આપ્યો છે.

આ હોસ્પિટલ સામે ફોજદારી ગુનો નોંધાયો, ઓક્સીજન ખતમ થયાની ફેલાવી હતી અફવા
FILE PHOTO
Follow Us:
| Updated on: May 06, 2021 | 5:25 PM

કોરોનાની બીજી લહેરમાં એક બાજુ કેસો વધી રહ્યા છે તો બીજી બાજુ ઓક્સીજનની અછતને લઈને બુમરાણ મચી છે. ઘણી હોસ્પિટલોમાં ઓસ્કીજનની અછત ઉભી થઇ હતી અને આને કારણે દર્દીઓના મૃત્યુના પણ સમાચાર સામે આવ્યા હતા. તો બીજી અમુક હોસ્પિટલમાં પર્યાપ્ત માત્રામાં ઓક્સીજન હોવા છતા ઓક્સીજન અથવા ઓક્સીજન બેડ નથી તેવું બતાવવામાં આવી રહ્યું છે. ઉત્તરપ્રદેશના લખનઉમાં આવેલી SUN HOSPITAL એ આવું જ કારનામું કર્યું છે. જો કે પ્રશાસને આ હોસ્પિટલ પર ફોજદારી ગુનો નોંધાવાનો આદેશ કર્યો છે.

SUN HOSPITAL સામે ફોજદારી ગુનો હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન સિલિન્ડર હોવા છતાં, ગેટ પર નોટિસ ચોંટાડીને લોકોને ગેરમાર્ગે દોરવા વિભૂતિ ખંડની સન હોસ્પિટલના ડિરેક્ટર અખિલેશ પાંડે સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ કેસ સીએચસી ચિનહટ સુપરિન્ટેન્ડન્ટ ડો.સુરેશ પાંડે દ્વારા દાખલ કરવામાં આવ્યો છે.

જિલ્લા મેજિસ્ટ્રેટ અભિષેક પ્રકાશે ગોમતીનગરની SUN HOSPITAL સામે કેસ કરવાનો આદેશ આપ્યો છે. સન હોસ્પિટલ પર આરોપ છે કે ઓક્સિજન નહીં હોવાની અફવા ફેલાવીને દર્દીઓને દાખલ કરવામાં ન આવ્યા અને પછી મનસ્વી રીતે પૈસાની ઉચાપત કરવાનો પ્રયાસ કર્યો.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

તપાસમાં સામે આવી વાસ્તવિકતા આ સમગ્ર ઘટનાની માહિતી મળતાં જ જિલ્લા મેજિસ્ટ્રેટ અભિષેક પ્રકાશે એસડીએમને તપાસના આદેશ આપ્યા હતા. એસડીએમ પ્રફુલ્લ ત્રિપાઠીની તપાસમાં બહાર આવ્યું છે કે હોસ્પિટલમાં ઓક્સિજનનો પૂરતો સ્ટોક છે. આમ હોવા છતાં ઓપરેટરે તેના ફાયદા માટે અને દર્દીઓ પાસેથી નાણા ખંખેરવા માટે હોસ્પિટલની બહાર નોટિસ ચોટાડીને ઓક્સિજનની અછત બતાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધી.

બીજી હોસ્પિટલમાં ગયા છતાં નાણા પાછા ન આપ્યા SUN HOSPITAL સામે દર્દી વેદપ્રકાશે ગોમતીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે દાખલ કરવામાં આવ્યા હોવા છતાં પણ તેની યોગ્ય સારવાર કરવામાં આવતી નથી અને ઓક્સિજનના અભાવનો ભય બતાવીને પૈસા વસૂલતા રહે છે. જ્યારે વેદપ્રકાશ બીજી હોસ્પિટલમાં ગયા ત્યારે સન હોસ્પિટલના સંચાલકોએ પૈસા પાછા આપવાની ના પાડી દીધી હતી. આવી ઘણી ફરિયાદો સન હોસ્પિટલ સામે હતી.

સન હોસ્પિટલ સામે વિવધ કલમો હેઠળ ગુનો નોંધાયો ઇન્ચાર્જ ચંદ્રશેખર સિંહના જણાવ્યા અનુસાર સીએચસી ચિનાહટ સુપરિન્ટેન્ડન્ટ ડો.સુરેશ પાંડે એ સન હોસ્પિટલ સામે ડિઝાસ્ટર મેનેજમેન્ટની કલમ 51 અને 51, એપેડેમીક એક્ટ 3, અને કલમ 144નો ભંગ કરવા અને અફવા ફેલાવવાનો કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસમાં સન હોસ્પિટલના અખિલેશ પાંડે અને અન્ય સંચાલકોને આરોપી બનાવાયા છે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે અને આરોપીની શોધમાં છે.

Latest News Updates

ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">