Hyderabad : ઓક્સિજન ટેન્કરનો ડ્રાઈવર ભૂલી ગયો રસ્તો અને રાહ જોતા જોતા 7 દર્દીઓના થયા મૃત્યુ

Hyderabad : ઓક્સિજન ટેન્કરનો ડ્રાઈવર ભૂલી ગયો રસ્તો અને રાહ જોતા જોતા 7 દર્દીઓના થયા મૃત્યુ
પ્રતિકાત્મક તસ્વીર

Hyderabad : કોરોના વાયરસના કેસો વધવાની સાથે દેશના ઘણા રાજ્યોમાં ઓક્સિજનનો અભાવ છે, જેના કારણે મોટી સંખ્યામાં દર્દીઓ મૃત્યુ પામી રહ્યા છે. મેડીકલ ઓક્સિજનની અછતને પહોંચી વળવા હોસ્પિટલ મેનેજમેન્ટથી લઈને જિલ્લા વહીવટીતંત્ર અને રાજ્ય સરકાર મોટા પાયે કાર્યરત છે. એક જીલ્લા અને રાજ્યથી બીજા શહેરો અને રાજ્યોમાં ઓક્સિજન ટેન્કરો પહોંચાડવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે.

ઓક્સિજન આપૂર્તિના તમામ પ્રયાસો કરવા છતાં દર્દીઓ ઓક્સિજનની રાહમાં કોરોના સામેની લડત લડતા હોસ્પિટલોમાં મરી રહ્યા છે. Hyderabad ની સરકારી હોસ્પિટલમાં આવી જ ઘટના બની જ્યારે મેડિકલ ઓક્સિજનનું ટેન્કર લઈને નીકળેલો ડ્રાઈવર રસ્તો ભૂલી ગયો અને સાત દર્દીઓ ઓક્સિજનની રાહ જોતા મૃત્યુ પામ્યા.

ધીરે ધીરે હોસ્પિટલના આઈસીયુમાં ઓક્સિજન સપ્લાયનું દબાણ ઓછું થવા લાગ્યું. દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. ટૂંકા સમયમાં, ઓક્સિજન સપ્લાય સ્તર જોખમી સ્તરે નીચે આવી ગયું. ડ્રાઇવર યોગ્ય સમયે ઓક્સિજન લઇને હોસ્પિટલમાં પહોંચી શક્યો નહીં અને સાત દર્દીઓ ઓસ્કીજનની રાહ જોતા જોતા મૃત્યુ પામ્યા.

12 કલાક મોડું પહોચ્યું ઓક્સિજન ટેન્કર
Hyderabad ની નાયારણગુડા પોલીસે ખૂબ જ મહેનત બાદ ટેન્કર શોધી કાઢ્યું હતું પરંતુ પોલીસ ઓક્સિજન ટેન્કર લઇને હોસ્પિટલ પહોચી ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઓક્સિજન ટેન્કર હોસ્પિટલ ખાતે 12 કલાક મોડું પહોચ્યું હતું.

ઘટના અંગે ઉભા થઇ રહ્યા છે સવાલો
મળતી માહિતી મુજબ હૈદરાબાદની સરકારી હોસ્પિટલ કિંગ કોટીમાં હોસ્પિટલની ઓક્સિજન ટાંકીમાં ઓક્સિજન પ્રેશર બપોરના સમયે જ ઓછું દેખાઈ રહ્યું હતું. હોસ્પિટલના અધિકારીઓએ તાત્કાલિક ટેન્ક ભરવાની સૂચના આપી હતી, પરંતુ ઓક્સિજન લઈને નીકળેલો ડ્રાઈવર  રસ્તામાં જ ભૂલો પડી ગયો હતો. સમયસર ઓક્સિજન ટેન્કર ન પહોચતા 7 દર્દીઓના કરૂણ મૃત્યુ થયા છે.

આ ઘટના અંગે અનેક સવાલો ઉભા થઇ રહ્યાં છે.આ ઘટના અંગે હોસ્પિટલના વહીવટીતંત્રએ મૌન ધારણ કરી લીધું છે. કેટલાક લોકો એવા પ્રશ્નો પણ ઉભા કરી રહ્યા છે કે ઓક્સિજન વહન કરતા ટેન્કરને ગ્રીન કોરિડોર કેમ આપવામાં આવ્યો ન હતો.આ સાત-સાત દર્દીઓના મોત અંગે જવાબદાર કોણ એ પ્રશ્ન થઇ રહ્યો છે.

આ પણ વાંચો : આસામના મુખ્યપ્રધાન બનતાની સાથે જ હિમંત બિસ્વા સરમાએ લીધા મહત્વપૂર્ણ નિર્ણય લીધો

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati